આજે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૫ ડીગ્રીને પાર થાય તેવી સંભાવના ,આકાશમાં અગનવર્ષા: રાજમાર્ગો પર કલમ ૧૪૪ જેવો માહોલ
રાજયભરમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે રાજકોટમાં આજે ઓરેન્જ એલર્ટજાહેર કરવામાં આવ્યું છે. બપોરે ૨.૩૦ કલાકે શહેરમાં તાપમાનનો પારો ૪૪ ડીગ્રી એ પહોચી જવા પામ્યો હતો આજે સીઝનનો સૌથી ગરમ દિવસતરીકે નોંધાયો છે. આજે મહત્તમ તામપાન ૪૫ ડીગ્રી ને પાર થાય તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
શહેર જાણે અગનભઠીમાં ફેરવાઈ ગયું હોય તેમ બપોરના સુમારે રાજમાર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.હવામાન વિભાગના સુત્રોનાજણાવ્યા અનુસાર આજે બપોરે ૨.૩૦ કલાકે રાજકોટનું તાપમાન ૪૪ ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતુ જે ચાલુ સાલ ઉનાળાની સીઝનનો સૌથી વધુ છે. ગઈકાલે મહત્તમ તાપમાન ૪૩.૬ ડીગ્રી હતુ જેનો રેકોર્ડમાત્ર ૨૪ કલાકમાં જ તુટી ગયો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડીગ્રીને પાર થાય તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
આવતીકાલે પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે કાલે રાજકોટમાં રેડ એલર્ટજાહેર કરાય તેવી શકયતા જણાઈ રહી છે.. આજે રાજકોટ સહ્તિ સૌરાષ્ટ્રમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો૪૪ ડીગી પાર થઈ જતા લોકો રીસતર અકળાઈ ઉઠ્યા હતા. આકાશમાંથી સુર્યનારાયણ અગ્ની વર્ષાવતા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.