રાજકોટ-કોઈમ્બતુર અને મુંબઈ સેન્ટ્રલ પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ ૩ કલાક મોડી ઉપડશે
પશ્ચિમ રેલવેના વડોદર મંડળમાં સુરત વડોદરા વિભાગમાં કોસાદ-ગોથનગામ વચ્ચે કાલે ૧.૫૦ કલાકથી લઈ ૬.૨૦ સુધી ગર્ડર બદલવાની કામગીરીથી સાડા ચાર કલાક રૂટ બ્લોક કરવામાં આવશે આથી રાજકોટ મંડળના રેલ પ્રબંધક પરમેશ્વર ફુંકવાલે યાદીમાં જણાવ્યા મુજબ આ બ્લોકથી અમુક ટ્રેનના સમયમાં ફેરફાર થશે જેમાં કાલે જામનગરથી ચાલનારી જામનગર-સુરત ઈન્ટર સીટી એકસપ્રેસ જામનગરથી વડોદરા સુધી જશે.
પરંતુ આ ટ્રેન વડોદરા-સુરત વચ્ચે આંશિક રીતે રદ રહેશે તેમજ સુરતથી ચાલનારી ઉપરોકત એકસપ્રેસ સુરતને બદલે વડોદરાથી ચાલીને જામનગર સુધી જશે તથા સુરત-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત રાજકોટ-કોઈમ્બતૂર એકસપ્રેસ રાજકોટથી નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડી તેમજ મુંબઈ સેન્ટ્રલ પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ પણ નિર્ધારીત સમય કરતા ત્રણ કલાક મોડી રવાના થશે. રેલવે મુસાફરોએ ઉપરોકત ફેરબદલ ધ્યાનમાં રાખી યાત્રા કરવી જેથી કોઈ અસુવિધા ઉભી ન થાય.