નાસાના સોલાર મિશનથી બ્રહ્માંડના અનેક રહસ્યો સમજવા મળશે મદદ: ગરમીમાં અવકાશયાન ઓગળે નહી તે માટે ૪.૫ ઈંચ જાડુ કાર્બન કંપોઝીટ શિલ્ડ કરાશે તૈયાર

અંતરીક્ષમાં તારા અને તારા મંડળની રચના કેવી રીતે થાય છે તે જાણવા સંશોધકો વિવિધ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે નાસા આ સંશોધન માટે સુર્યના ધગધગતા ૧૩૭૭ ડિગ્રી વાતાવરણમાં સ્પેસક્રાફટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

નાસાના પ્રયોગને સફળતા મળશે તો બ્રહ્માંડના અનેક રહસ્યોને સમજવામાં સહાયતા થશે. સુર્યની આસપાસની કોરનું બંધારણ અને તેનો વ્યાપ માટે પણ આ મિશન અગત્યનું બની રહેશે. અગાઉ નાસાએ સોલાર મિશન અંગે જાહેરાત કરી હતી. જેમાં જુલાઈ ૨૦૧૮માં રોબોટીક એરક્રાફટ સ્પેસમાં મોકલવામાં આવશે તેવું જણાવાયું હતું. હાલ સૂર્યના વાતાવરણ મોકલવા માટે તૈયાર થનાર સ્પેસક્રાફટમાં ૪.૫ ઈંચ (૧૧.૪ સેન્ટીમીટર) જાડુ ખાસ પ્રકારની કાર્બન કંપોઝિટ શીલ્ડ તૈયાર કરવામાં આવશે. જે સૂર્યનું ૧,૩૭૭ ડિગ્રી જેટલુ તાપમાન પણ સહન કરી શકશે. આ સ્પેસક્રાફટ સૂર્યની સપાટીથી ૬૩ લાખ કીમી દુરથી અભ્યાસ કરશે. સંશોધન સાત વર્ષ સુધી ચાલશે. સંશોધન માટે તૈયાર કરાયેલુ અવકાશયાન નાની કાર જેવડુ રહેશે. ટ્રાવેલીંગની ઝડપ ૪,૩૦,૦૦૦ એમપીએચની રહેશે. સંશોધનથી સોલાર સ્ટોર્મથી અવકાશ, પૃથ્વી અને અન્ય ગ્રહો ઉપર થતી અસરો અંગે જાણવાની મદદ મળશે. માહિતી મુજબ નાસાનું એરક્રાફટ આયર્ન અને નીકલ ધાતુના લઘુગ્રહ પર ઉતરણ કરશે જે મંગળ અને ગુ‚ની વચ્ચે પરિક્રમા કરે છે ત્યાંથી સૂર્ય ઉપરની ઘટનાઓ અવલોકન થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.