બોમ્બ બ્લાસ્ટ બાદ નક્સલીઓએ ચિઠ્ઠી મુકી જનતાને ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી

લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલા જ ઝારખંડના પલામૂમાં નક્સલીઓએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યલાયને બોમ્બથી ઉડાવી દીધું છે. નક્સલીઓએ ભાજપ કાર્યાલય પાસે ફાયરિંગ પણ કર્યું હતું. ભાજપનું આ કાર્યાલય પોલીસ સ્ટેશનથી નજીક હતું. નક્સલીઓએ ઘટનાસ્થળે એક ચિઠ્ઠી પણ મુકી હતી.જેમાં નક્સલીઓએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.

નકસ્લીઓએ મૂકેલી આ ચિઠ્ઠીમાં ચૂંટણી પ્રત્યે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ચિઠ્ઠીમાં નક્સલીઓએ વડાપ્રધાન મોદીની તુલના દેડકા સાથે કરી છે. ચિઠ્ઠીમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દરેક નેતાઓને જનતાના દુ:ખ-દર્દ, ભૂખમરા, બેરોજગારી જેવા પ્રશ્નોનું ભાન થાય છે.

આ ચિઠ્ઠીમાં રાફેલ ડીલ કૌભાંડ, વિજય માલ્યા, નીરવ મોદી અને નોટબંધીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પહાડો અને મૂળ રહેવાસીઓને સ્થળાંતરિત કરીને કુદરતી સંસાધનો તથા ખનીજ સંપત્તિઓને કોર્પોરેટ ઘરોને સોંપી દેવાનો આરોપ પણ લગાવ્યો છે.

બિહારની નીતિશ સરકાર પર પણ આ ચિઠ્ઠી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મુઝફ્ફર બાળગૃહનો પણ આ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસનો ઉલ્લેખ કરતા ચિઠ્ઠીમાં લખ્યું છે કે, સરકારે વનવાસિયો, આદિવાસિઓને વિસ્તારોમાં વિસ્થાપિત કરીને કુદરતી તથા ખનીજ સંપત્તિઓને લૂંટવા માટે કોર્પોરેટરને સોંપી
દીધા છે.

હરિહરગંજ વિસ્તાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. પલામૂમાં ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન યોજાશે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના વિષ્ણુ દયાળ રામે આશરે ૨.૫૦ લાખથી વધારે મતોથી આરજેડીના ઉમેદવાર મનોજ કુમારને હરાવ્યા હતા, વિષ્ણુ દયાળ રામને ૪.૭૬ લાખ અને મનોજ કુમારને ૨.૧૨ લાખ વોટ મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.