વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આમ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી છે. પરંતુ આજે ચુકાદો આવવાની શક્યતાને પગલે આરોપી નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
વર્ષ 2002થી 2004 દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્હાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે નાસતા ફરતાં નારાયણ સાંઈને પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો હતો. બાદમાં 13 કરોડની લાંચનો કેસ સહિત સાક્ષીઓ પર હુમલાના કેસ નોંધાયા હતાં.
નારાયણ સાંઈ પર દુષ્કર્મ કેસનો આજે સંભવતઃ ચુકાદો આવી શકે તેમ છે. જેથી નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. અને કોર્ટ પરિસરમાં ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે.