નોર્થ કોરીયામાં આર્થિક પ્રતિબંધ ખતમ કરવા મુદ્દે કિંમ જોંગની રશિયાનાં પ્રેસીડેન્ટ સાથે બેઠક
નોર્થ કોરીયાનાં સરમુખત્યાર કિંમ જોંગ ઉન અને રશિયાનાં પ્રેસીડેન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે વ્લાદિવોસ્તોકમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બંને દેશોનાં નેતાઓ આ સમિટનાં પરીણામોને લઈ ખુબ જ આશાસ્પદ છે. આ સમિટ બાદ કોરીયન પેન્નિનસુલ્લાને પુન: જીવીત કરી શકાશે તેવી પણ સંભાવના હાલ સેવાઈ રહી છે. કિંમનાં ૮ વર્ષનાં કાર્યકાળમાં પ્રથમ વખત એવું બન્યું છે જયારે પુતિન અને કિંમ જોંગ ઉન એકબીજાની સામે આવ્યા હોય.
રશિયાનાં પ્રેસીડેન્ટ વ્લાદિમીર પુતિને જણાવતાં કહ્યું હતું કે, બંને દેશોનાં દ્વિપક્ષીય સંબંધોથી અનેકવિધ ક્ષેત્રમાં સફળતા મળશે. સાથોસાથ દ્વિપક્ષીય સંબંધોને પણ વેગ મળશે. આ બેઠકમાં રશિયન દેશ કેવી રીતે નોર્થ કોરીયાને મદદ‚પ થાય તે અંગેની પણ ચર્ચા કરાઈ હતી. કિંમ જોંગ ઉને વ્હાદિમીર પુતિનનાં વ્યસ્ત શેડયુલમાંથી પણ આ સમીટ માટે સમય કાઢવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
નોર્થ કોરીયા અને રશિયા વચ્ચે સમીટ દરમિયાન પ્રેસીડેન્ટ પુતિને નોર્થ કોરીયાનાં ન્યુકલીયર વેપન્ટ પ્રોગ્રામ ગતિરોધ અટકાવવા માટેની પણ ઓફર કરી હતી. કિંમની રશિયા સમિટ અમેરિકાનાં પ્રેસીડન્ટ ડ્રોનાલ્ડ ટ્રમ્પ સાથે વિયેતનામની નિષ્ફળ સમીટ બાદ યોજાઈ રહી છે.
કિમ રશિયાનાં ખાસન શહેરમાં પહોંચતા જ કહ્યું હતું કે, રશિયાનાં મુલાકાતની હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. કિંમ જોમ અમેરિકાનાં પ્રતિબંધોને લગતી ચર્ચા કરવાનાં હેતુથી રશિયા પહોંચ્યા છે જયારે બીજી તરફ રશિયા, નોર્થ કોરીયા બોર્ડર એકસેસથી તેનાં દુર્લભ ઘાતુ સહિત ખનીજ સંશાધનો સુધી વ્યાપક પહોંચ ઈચ્છે છે. કિંમ જોમ રશિયા પહોંચતા જ તેઓ પોતાની પ્રાઈવેટ ટ્રેનમાં વહેલી સવારે જ પ્યોંગયાનથી નિકળ્યા હતા જેમનું સ્વાગત ખાસન શહેરમાં થયું હતું.