મહિલા ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાનો પણ પેનલમાં સમાવેશ
સુપ્રીમ કોર્ટ દ્વારા ગઈકાલે લેવાયેલા ત્વરીત નિર્ણય અને ક્રાંતિકારી પગલામાં નિવૃત ન્યાયમૂર્તિ એ.કે.પટ્ટનાયકને મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સામે લગાવવામાં આવેલા જાતિય સતામણીના કેસમાં સીબીઆઈ સહિતની તપાસનીશ એજન્સીઓને તટસ્થ વ્યક્તિ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. બચાવ પક્ષના વકીલ દ્વારા આ કેસમાં સંડોવાયેલા સુપ્રીમ કોર્ટના બરતરફ કર્મચારીઓની ટોળકીની તપાસ અને ન્યાયતંત્ર સામે સક્રિય થયા હોવાના સંદેહના પગલે આ નિર્ણય લીધો છે.
દેશના મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈ સામે કોર્ટના પૂર્વ મહિલા કર્મચારીએ કરેલા જુઠા આક્ષેપોને ખરા સાબીત કરી ન્યાય તંત્ર પર દબાણ ઉભુ કરવા કેટલાક ત્રાહિત તત્ત્વો આક્ષેપો કરવાના બદલે ગંભીર બનેલી કોર્ટ તપાસનીશ એજન્સીને મદદરૂપ થવા સુપ્રીમ કોર્ટના નિવૃત થયેલ મુખ્ય ન્યાયમુર્તિ એ.કે.પટ્ટનાયકની ખાસ નિમણૂંક કરી હતી. પૂર્વ ન્યાયમૂર્તિ આ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈ, આઈબી અને પોલીસને મદદરૂપ થશે.
બચાવ પક્ષના વકીલે એવી આશંકા વ્યકત કરી છે કે, ભ્રષ્ટાચારીઓની આખી ટોળકી ન્યાયતંત્રની પ્રક્રિયાનો વિરોધ ઉભો કરવા સક્રિય છે. કોર્ટે કહ્યું કે, આ કેસમાં પૂર્વ કર્મચારીઓ રજાણી ટોળકી, વચેટીયા અને ફિકસરો સાથે મળી ગયા છે. તેમ ન્યાય તંત્રની વિશ્વનીયતા ઉપર જોખમ ઉભુ કરનારા તત્ત્વો સામે આક્ષેપોને હરગીજ નજર અંદાજ નહીં કરાય.
મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈના હાથમાં અનેક મહત્વના ચુકાદાઓ સુનાવણી પર આવી ગયા છે. ત્યારે તેમની આર્થિક પ્રલોભન કે કોઈ સંજોગોમાં દબાણ હોવાથી આવા તત્ત્વોએ મહિલા કર્મચારીના જાતિય ઉત્પીડનના કેસને હાથો બનાવી સમગ્ર ન્યાય તંત્રને બાનમાં લેવાના કાવતરાની આશા ઉભી થઈ છે. કોર્ટ દ્વારા આક્ષેપોની તટસ્થ તપાસ માટે ખાસ સમીતીની રચના કરવામાં આવી છે. આ તપાસ અને ન્યાયમુર્તિ અરૂણ મિશ્રા, દિપક ગુપ્તાની સમીતીની કામગીરીને કોઈ અડચણ ઉભી ન થાય તે માટે કોર્ટે એ.કે.પટ્ટનાયકને ભ્રષ્ટાચારના મુળ સુધી પહોંચવા સ્વાયત રીતે તપાસ કરવા પૂર્ણ સત્તા આપી નિયુકત કર્યા છે.
બચાવ પક્ષના વકીલ ઉત્સવ બૈન્સ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું છે કે, ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સામે કરાયેલા કાવતરામાં આક્ષેપ કરનાર પૂર્વ કર્મચારીઓના ટોળાને ન્યાય વિરોધી બનાવી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની કારકિર્દી અને સમગ્ર ન્યાય તંત્રની ઘોર ખોદવા મહાભયંકર ષડયંત્રની રચના કરવામાં આવી રહી છે.
કોર્ટે આ નિમણૂંકની અગત્યતા સમજાવતા કહ્યું કે, પ્રતિવાદીઓએ કોર્ટમાં જુઠાણાનો સહારો લઈ મુખ્ય ન્યાયમુર્તિ સામે ખોટા આક્ષેપોના મનસુબા સાથે સોગંદનામુ દાખલ કર્યું છે. ન્યાયમુર્તિ રંજન ગોગોઈ ગમે તે રીતે કાયદાના સકંજામાં આવે તેવું કાવતરુ ઘડાઈ રહ્યું છે. ન્યાયતંત્રમાં સારી કામગીરી કરનાર વકીલો અને ન્યાયમુર્તિઓને બદનામ કરવાના કાવતરા લાંબા સમયથી ચાલે છે. ન્યાયમુર્તિ કુરીયન જોશેફ સહિતના ન્યાયમુર્તિઓને આવા અનુભવોમાંથી પસાર થવું પડયું હતું. રંજન ગોગોઈના કેસમાં તપાસ કરી રહેલી એજન્સીઓને મદદરૂપ થવા એ.કે.પટ્ટનાયકની નિમણૂંક કરી છે. આ ઉપરાંત પેનલમાં મહિલા ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.