મોદીની ઉમેદવારી સમયે ભાજપ અને એનડીએના વરિષ્ટ દિગ્ગજોની પ્રેરક
ઉપસ્થિતિ: મોદીએ બાબા વિશ્વનાથના દર્શન કરી જીતના આશિર્વાદ મેળવ્યા
લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી પરાકાષ્ટા પર છે. ત્યારે છેલ્લા સાતમાં તબકકામાં ૧૯મીમેએ જયાં ચૂંટણી યોજનારી છે તેવી વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીએ આજે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતુ મોદીએ વિજય મુર્હુતમાં ભરેલા ઉમેદવારી પત્ર સમયેભાજપ અને એનડીએના વરિષ્ટ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીએ વારાણસીનાસુપ્રસિધ્ધ કાશી વિશ્ર્વનાથ મંદિરે જઈને વિશ્ર્વનાથ બાબાના આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા.
ઉમેદવારીપત્ર ભર્યા બાદ મોદીએ ગત ચૂંટણી કરતા વધારે જાતોની બહુમતીથી વિજયનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. વારાણસીના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વિજય મુર્હુતમાં પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતુ ઉમેદવારીપત્ર રજૂ કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે, અકાલીદળના વડા પ્રકાશસિંઘ બાદલ એઆઈડીએમકેના આગેવાનો, પૂર્વોત્તર રાજયોની સહયોગી પાર્ટીઓનાં આગેવાનો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીયમંત્રીઓ જે.પી. નઠ્ઠા, નિર્મલા સીતારમન, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારીપત્ર ભર્યા બાદ મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં વારાણસીના મતદારો ગત ચૂંટણીમાં આપલે ૩.૩૭ લાખ મતોની બહુમતી કરતા પણ વધારે મતોની બહુમતી આપીને તેમની સેવા કરવાની વધુ એક તક આપશે તેવો વિશ્વા વ્યકત કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઉમેદવારી પત્રક ભરતા પહેલા ગઇકાલે મેગા શોનું આયોજન કર્યું હતું અને ગંગાઆરતી કરીને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. ત્યાર બાદ વારાણસીની પ્રજાને સંબોધન કરતા મોદીએ કરેલા કામનું પાંચ વર્ષનું રિપોર્ટકાર્ડ મૂક્યું હતું. આ દરમિયાન મોદીએ કહ્યું કે, જો તમે લોકો મને મંજૂરી આપો તો હું ઉમેદવારી પત્રક ભરું? અહીં ભાવુક થઈને મોદીએ કહ્યું કે, ‘યહ ફકીર ભી કાશી કે ફક્કડપન મે રમ ગયા હૈ’
મોદીએ પોતાના અંદાજમાં સભા સંબોધન કરતા કહ્યું કે, મોદીએ કાશીમાં શું બદલ્યું? પણ હું એ કહેવા માગુ છું કે, કાશીએ મારામાં શું બદલ્યું? આ મારું સૌભાગ્ય છે કે, કાશીના જ્ઞાનનું વિશ્લેષણ અને તાર્કિક અનુભવ સાથે હું જોડાઈ શક્યો છું. કાશીની આધ્યાત્મિક આસ્થાથી કબીરદાસ, રવિદાસ, તુલસીદાસ અને મહાત્ત્મા બુદ્ધ જેવા લોકોને એક પ્રેરણા મળી હતી. આ પ્રેરણાએ મને પણ વૈશ્વિક સ્તર પર મુલ્યો સાથે ઊભા રહેવા માટેની ક્ષમતા પૂરી પાડી છે. કાશીમાંથી મળેલા પ્રેમથી ખૂબ અભિભૂત છું. કાશીએ મને નવી નવી વસ્તુઓ શીખવામાં ખૂબ મદદ કરી છે.
નવું શીખવામાં ખૂબ મદદ મળી છે ત્યારે હું બાબા વિશ્વનાથ અને મા ગંગાને નમન કરું છું. પાંચ વર્ષ પહેલા જ્યારે વારાણસીમાં પગ મૂક્યો હતો ત્યારે કહ્યું હતું કે, મા ગંગાએ મને બોલાવ્યો છે. બનારસના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને મા ગંગાએ પણ આશીર્વાદ આપ્યા છે. હું દેશહિત સિવાય બીજા કોઈનું હિત નહીં વિચારું. એ પછી પુલાવામાનું સંકટ હોય કે, ઉરીની ઘટના. કે મારા જીવનની કોઈ ક્ષણ. મારા જીવનનો એક જ મંત્ર છે જેને લઈને હું જીવી શક્યો છું. દેશ પહેલા. રાષ્ટ્ર પ્રથમ
અહીં સંકટમોચન અને ગુજરાતમાં સોમનાથ તથા અયોધ્યામાં આતંકી હુમલાઓ થયેલા હતા. અહીં આરતી કરી રહેલા લોકોના મૃત્યું અંગે વિચાર કરીને મન શોકમગ્ન બની જાય છે. એ સમયની સરકાર હુમલા બાદ ચર્ચા સિવાય કંઈ કરતી ન હતી. પણ અમે દેખાડ્યું કે, નવું ભારત કરી બતાવે છે પણ સહન કરતું નથી. આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવે છે. આજ પ્રયત્નોનું પરિણામ છે કે, પાંચ વર્ષમાં ભારતમાં કોઈ શહેર કે કોઈ પવિત્ર જગ્યા પર કે કોઈ મંદિર પર કોઈ આતંકીહુમલો થયો નથી. આટલો મોટો કુંભમેળો શાંતિ અને સુખમય રીતે સંપન્ન થયો છે.
કાશીના કોતવાલથી ઓળખાતા ભગવાન કાળભૈરવનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, કાળભૈરવ કાશીના કોતવાલના છે. તેમની પ્રેરણાથી આ ચોકીદાર ભારતને એક નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મહેનત કરે છે. જ્યારે નીતિ ચોખી હોય છે ત્યારે નિયતી પણ સાથ આપે છે. હવે આતંકવાદ જમ્મુ કાશ્મીરના એક મર્યાદિત પ્રદેશ સુધી રહ્યો છે. પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનો બાદ એ જ વિસ્તારના હવે ૪૨ આતંકી અડ્ડાઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. આ કામ કરવાની રીત છે. આ સિવાય આસપાસ શું માહોલ બની રહ્યો છે અને શું ચેલેન્ડ છે તેના પર પણ ધ્યાન આપવું જરુરી છે.
શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ થયા. પ્રેમ અને શાંતિ માટે પ્રાર્થના કરતા લોકોને પણ આતંકીઓએ નિશાન બનાવ્યા છે. આતંકવાદના પડકારને એક ક્ષણ માટે પણ ગંભીર ન ગણવો એક અન્યાય સમાન છે. તમારા પાસે ગાડી હોય, બંગલો હોય પણ સાંજે જીવતા પાછા ન આવો તો શું કામનું એ બધું? સંપન્ન અને સમર્થ ભારત માટે વિકાસની સાથોસાથ સુરક્ષા પણ મહત્ત્વની છે. મારું કર્મ છે કે, હું પાંચ વર્ષનો હિસાબ આપું. લોકો ૭૦ વર્ષોનો હિસાબ નથી આપતા એ તેમન મરજી છે. હું મારો હિસાબ તમારા ચરણોમાં રાખું છું. તમે આશીર્વાદ આપો.
કાશીમાં બાબા વિશ્વનાથ સાક્ષાત છે. તેમની મરજી વગર અહીં કંઈ થતું નથી. આપણે એક એવી દિશા તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં સાયન્સ પણ હોય અને આધ્યાત્મિકતા પણ હોય. ટેલેન્ટ હોય અને ટુરિઝમ પણ હોય. મોર્ડેનાઈઝેશન વીથઆઉટ વેસ્ટર્નાઈઝેશન. આ કાશીને એક અલૌકિક રુપ આપવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. પહેલી વખત જ્યારે એરપોર્ટથી સિટીમાં આવ્યો ત્યારે તે રસ્તો જોઈને ખૂબ દુ:ખ થયું.
જે ગંગાનું લોકો આચમન કરી રહ્યા છે તે ગંગા આટલી ગંદી શા માટે છે? જ્યારે ૧૭ મે ૨૦૧૪ના રોજ એક સંકલ્પ લીધો હતો ત્યારે એમ થતું હતું કે શું આ સંકલ્પમાં સફળ થઈશ? આજે હું કહી શકું છું કે આપણા બધાના સહયોગથી અને બાબાના આશીર્વાદથી બદલયેલા કાશીનો સમગ્ર દેશ અનુભવ કરી રહ્યો છે. બાબતપુરથી જે રસ્તો શહેરની અંદર આવે છે તેને એક નવી ઓળખ મેળવી લીધી છે.