રપ૦૦૦થી વધુ આંખની સર્જરી કરી ચુકેલા સર્જન ડો. જતીન પટેલની સેવા મળશે: વિશાળ ઓપ્ટિકલ મોલ સાથો સાથ ગર્ભ સંસ્કાર અને યોગ કેન્દ્ર પણ શરુ થશે લેટેસ્ટ ટેકનોલોજી અને મશીન ઉ૫લબ્ધ
શહેરમાં શનિવારથી એક એવી આંખની હોસ્૫િટલ શરુ થવા જઇ રહી છે કે જે ખરા અર્થમાં આંખની હોસ્પિટલ નહિ પણ આંખની સારવારનું મંદીર બની રહેશે. છેલ્લા રપ વર્ષથી આંખની સારવારમાં જેમનું નામ આદર સાથે લેવામાં આવે છે અને જેમને અત્યારે સુધીમાં રપ૦૦૦ થી પણ વધારે આંખની સર્જરી કરી છે તે ડો. જતીન પટેલ અને તેમના પરિવાર દ્વારા આંખના નંબરથી માંડી સારવાર માટેનું વન સ્ટોપ સોલ્યુશન સ્વરુપે આંખની નવી હોસ્પિટલ I FOR EYEહોસ્પિટલ અને સૌરાષ્ટ્રનો સૌથી વિશાલ ઓપ્ટિલ મોલ ૧૫૦ ફુટ રીંગ રોડ નક્ષત્ર બિલ્ડીંગની સામે શરુ થવા જઇ રહ્યો છે.
આ અંગે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિશેષ માહીતી આપતા ડો. જતીન પટેલે જણાવ્યું હતું કે I FOR EYEમાત્ર આંખની હોસ્પિટલ નહિ પણ અમારા માટે આંખની સારવારનું મંદીર છે. અહીં દિવસની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે કારણ કે જયારે સારવારમાં સ્પિરિચ્યુલ ટચ સામેલ થાય છે ત્યારે દર્દીની સારવાર અને રીકવરી વધુ ઝડપી થતી હોઇ છે.
હોસ્પિટલની વિશેષતા અંગે બોલતા ડો. જતીન પટેલે જણાવ્યું હતું કે અહીં તમામ લેટેસ્ટ ટેકનોલોજી અને મશીન ઉપલબ્ધ બનાવાયા છે. જેમાં આંખના લગતા ઓપરેશેન જેવા કે ઝામર, મોતિયો, લેસરથી નંબર ઉતારવા તેમજ આંખની સારવાર માટે અત્યંત જરુરી આંખના સાચા નંબર અને સાચા ગ્લાસનાં ચશ્માનું સોલ્યુશન એક જ બિલ્ડીંગમાં જઇ જશે. ડો. જતીન પટેલે જણાવ્યું હતું કે લગભગ ૨૫૦૦૦ થી વધારે સર્જરી અને મોટી સંખ્યામાં કેમ્પ કર્યા છે. અને હવે આ હોસ્પિટલ દ્વારા આંખના દર્દીઓને સૌથી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે શહેરમાં પ્રથમ વખત મોસ્ટ એડવાન્સ ટેકનોલોજીની ભેટ વહાઇટ સ્ટાર સિગ્રેચર ફેંકો મશીન કે જે મર્સીડીસ કલાસનું ફેંકો મશીન ગણવામાં આવે છે તે અહીં ઉપલબ્ધ બનાવાયું છે જેના દ્વારા સર્જરીને વધુ સરળ, પાવનફુલ અને પ્રિસાઇસ કરી શકાય છે. ડાયાબીટીસ અને હ્રદયરોગના દર્દીઓને અનુરુપ ૧.૮ એમ.એમ. પીનહોલ સર્જરી પણ કરી શકાશે. આ હોસ્પિટલમાં શ્રેષ્ઠ ઓપેરેશન થિયેટર ગાઇડ લાઇન પ્રમાણે બનાવામાં આવ્યો છે. અહીં લેસર મશીન દ્વારા માત્ર ૧૦ મીનીટમાં જ નંબર ઉતારવાના ઓપરેશન પણ કરવામાં આવશે.
પર જ સ્પેકટકયુલર ના વૈશાલી પટેલ જણાવે છે કે રાજકોટમાં અમે સૌરાષ્ટ્રના સૌથી વિશાલ ઓપ્ટિક મોલમાં લાર્જ અને પ્રિમીયર રેન્જની ફ્રેમ, સન ગ્લાસ અને લેન્સીસ ઉપલબ્ધ બનાવાયા છે. દેશ દુનિયામાં મોટાભાગની બ્રાન્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કસ્ટમરોને વન સ્ટોપ શ્રેષ્ઠ ચોઇસ પણ મળી રહે.
અહીં માત્ર આંખની હોસ્૫િટલ કે ઓપ્ટિકલ મોલ જ નહિ પણ સાથો સાથ આ બિલ્ડીંગમાં આજ પરિવાર દ્વારા ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને સહજ ઘ્યાન યોગ કેન્દ્ર પણ શરુ કરવામાં આવી રહ્યા છે. હેલી મધર કેર નામથી શરુ થનારું ગર્ભ સંસ્કાર કેન્દ્ર વિશેડો. દર્શના પટેલ જણાવે છે કે માતાની ગોદ વિશ્ર્વની સૌથી મોટી યુનિવર્સિટી છે. જયાં બાળકને જીવનના ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થાય છે. બાળક જન્મ લે છે તે પહેલા જ તેને ગરબા સંસ્કાર કરીને અહીં માતાને પણ સ્માર્ટ પ્રેગ્રન્સી, ચાઇલ્ડ અને પેરેન્ટસના રિલેકશન અને ગરબા વખતે જ હોલિસ્ટિક અને સ્પિરિચ્યુલ શિક્ષણથી પણ માતાને ઘડવામાં આવશે ભારતમાં અને વિદેશમાં આ કોન્સેપટ હવે ઝડપી વિકસી રહ્યો છે. અને રાજકોટમાં આ કેન્દ્ર અમે શરુ કરી રહ્યા છીએ. સાથો સાથ પરિવારના મોભી અને ગુરુ સમાન ઘનશ્યામ ગુરુજી અને હેમમાં દ્વારા સહજ ઘ્યાન યોગ કેન્દ્ર પણ શરુ કરવામાં આવી રહ્યું છે. ઘનશ્યામભાઇ ગુરુજી જણાવે છે કે આ કેન્દ્રમાં પણ આત્માની અનુભુતિનો અહેસાસ થતો જોવા મળશે વરસ્થળો ઘ્યાન યોગની શિબિરો ચલાવતા ઘનશ્યામભાઇ કહે છે કે જીવનમાં આઘ્યાત્મિક પણ જરુરી છે.
અ ઉતરાંત કુવાડવા હાઇવે નજીક વામકુક્ષી નામનો ૧૦૦ વીઘામાં પથરાયેલો રિયલ એસ્ટેટનો પ્રોજેકટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. વામકૃક્ષી હેડ હિતેશ પટેલ જણાવે છે કે પ્રાકૃતિક સૌદર્યની વચ્ચે બનવાયેલા આ પ્રોજેકટમાં પણ એક એક ઇંટ પ્રાર્થના કરીને મુકવામાં આવી છે. જાણે એક સુંદર ગામડું ઉભું થયું હોઇ તેવો અહેસાસ અહીં કરવામાં આવ્યો છે. અહી પણ તમામ અમેનીટીઝ આપવામાં આવી છે.