સફાઈ કર્મચારીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું બંધ નહીં કરાય તો માસ સીએલ પર ઉતરી શહેરની સફાઈ કામગીરી ખોરવી નાખવાની ચિમકી: સૂત્રોચ્ચાર
કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહમાં ૪૦૦ી વધુ સફાઈ કામદારોને નોટિસ ફટકારવામાં આવી છે અને ૧૫ી વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેનાી સફાઈ કામદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે યતીન વાઘેલાની આગેવાનીમાં સફાઈ કામદારોએ કોર્પોરેશનમાં હલ્લાબોલ કર્યું હતું. અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના નામના છાંજીયા લીધા હતા. સફાઈ કર્મચારીઓને અપાતો માનસિક તા શારીરિક ત્રાસ બંધ કરવામાં નહીં આવે તો માસ સીએલ પર ઉતરી શહેરની સફાઈ કામગીરી ખોરવી નાખવાની ચિમકી સોનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
યતીન વાઘેલાની આગેવાનીમાં આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સફાઈ કામદારોનું એક મોટુ ટોળુ ધસી આવ્યું હતું. જેઓએ તાજેતરમાં તંત્ર દ્વારા સફાઈ કામદારોને આપવામાં આવેલી નોટિસ અને સસ્પેન્સન સામે ભારે રોષ વ્યકત કર્યો હતો. સાો સા જણાવ્યું હતું કે, સફાઈ કામદારોનું સેટઅપ ઓછુ છે છતાં તે પૂરું કરવા કયારેય પ્રક્રિયા હા ધરવામાં આવી ની. એક કર્મચારી પાસે ચાર-ચાર કર્મચારીનું કામ લેવામાં આવે છે. આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈ જવાબ દેવામાં આવતો ની. કર્મચારીઓને રવિવારની રજા દેવામાં આવતી હતી જે શનિવારની કરવામાં આવી છે. જે ફરી બદલવા રજૂઆત કરાઈ છે. સફાઈ કર્મચારીઓને માનસિક તા શારીરિક ત્રાસ આપવાનું ષડયંત્ર ચાલી રહયું છે. હાલ જે સેટઅપ છે તેમાં ૬૦ ટકા વધુ ી કામદારો છે. જેઓ દૂર દૂરી નોકરી કરવા આવે છે. જેઓને વહેલા છોડી મુકવા જોઈએ.
આ ઉપરાંત સફાઈ કામદારોની હાજરી દિવસમાં ચાર વખત ફેઈસ ડિટેકટરી લેવામાં આવે છે જે યોગ્ય ની. સફાઈ કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માંગણી કરવામાં આવી છે. આજે મહિલા સફાઈ કામદારોએ કોર્પોરેશન કચેરીમાં મ્યુનિ.કમિશનરના નામના છાંજીયા લીધા હતા. સાો સા એવી ચિમકી પણ આપી હતી કે, જો સફાઈ કામદારોને અપાતો માનસીક અને શારીરિક ત્રાસ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં માસ સીએલ પર ઉતરી સફાઈ કામગીરી ખોરવી નાખવામાં આવશે.