ઉતિર્ણ વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે
પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સમાજના પછાત તેમજ છેવાડાના વિસ્તારો માટે ચલાવાઈ રહેલા વિવિધ ૧૨ જેટલા સેવાકીય પ્રોજેકટ અંતર્ગત ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન પ્રબોધીની શૈક્ષણીક પ્રોજેકટ ચલાવવામાં આવે છે.
ઉપરોકત પ્રોજેકટ અંતર્ગત ધો.૭માં સરકારી કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ કે જેમણે સાતમાં ધોરણમાં પ્રથમ સેમીસ્ટારમાં ૮૫% કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે.તેવા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા ૨૭ એપ્રીલ શનિવારના રોજ લેવામાં આવશે. પરીક્ષા ચાણકય વિદ્યામંદિર, કરણપરા મેઈનરોડ, રાજકોટ ખાતે લેવાશે.
પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પસંદ કરી તેઓને ધો.૮માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી ધો.૧૨ સુધક્ષનો તમામ શૈક્ષણીક ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે. જેમાં સ્કુલ ફી, પુસ્તકો, નોટબુકસ, માર્ગદશીકાઓ, પેન્સીલ, રબ્બર, બોલપેન, યુનિફોર્મ તથા સાયકલનો પણ સમાવેશ થાય છે. તેમજ લાભાર્થી વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટના બિલ્ડીંગમાં ગ્રુપ ટયુશનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત તેમના આરોગ્યની કાળજી પણ ટ્રસ્ટ દ્વારા લેવાય છે.સાથોસાથ ટ્રસ્ટીઓ અને જ્ઞાનપ્રબોધીની કમિટીના વ્યકિતગત માર્ગદર્શન દ્વારા ઉચ્ચ કારકીર્દીના ઘડતર માટે સહાય‚પ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ ધો.૧૦ તથા ધો. ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં પણ રાજકોટ કેન્દ્રમાં ૧ થી ૧૦મા સ્થાન પ્રાપ્ત કરી ચૂકયા છે.વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નં. ૦૨૮૧-૨૭૦૪૫૪૫ અથવા ટ્રસ્ટના કાર્યાલય કિલ્લોલ ૧ મયુરનગર, મહાપાલીકા પુર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ૩૬૦૦૦૩ ખાતે રૂબ સંપર્ક સાધવા જણાવાયું છે.