૩૫ પરીક્ષા કેન્દ્ર પર ૭૦ ઓબ્ઝર્વર નિગરાણી રાખશે: બી.એડ, એમ.સી.એ., ડિપ્લોમા ઈન યોગા, પી.જી.ડી.સી.એ. સહિતમાં ૫૫૬૮ પરિક્ષાર્થી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓમાં લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ હવે ચોથા તબક્કાની પરીક્ષા શરૂ થશે. ૨૯મી એપ્રિલથી શરૂ થનાર ચોથા તબક્કાની પરીક્ષામાં બી.એડ. સેમ.૨, એમ.સી.એ., પી.જી.ડી.સી.એ. સહિતમાં ૫૫૬૮ પરિક્ષાર્થી નોંધાયા છે.
યુનિવર્સિટી દ્વારા ૨૯ એપ્રિલથી ચોથા તબક્કાની પરીક્ષામાં મોટાભાગે સેમેસ્ટર – ૪ અને ૬ ની પરીક્ષા લેવાશે. જેમાં બી.એડ. સેમ. ૨ માં સૌથી વધુ ૪૦૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત એમ.સી.એ. સેમ. ૨, ૪ અને ૬, પી.જી.ડી.સી.એ. સેમ. ૧ અને ૨, બી.એચ.ટી.એમ. સેમ. ૪, ૬ અને ૮, ડિપ્લોમા ઈન યોગા સેમ.૨ સહિતની પરીક્ષા આપશે. જેમાં ૫૫૬૮ પરિક્ષાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આગામી સોમવારથી પરીક્ષાનો ચોથો તબક્કો શરૂ થશે. ૩૫ પરીક્ષા કેન્દ્ર પર સવાર – સાંજની શિફ્ટમાં પરીક્ષા લેવાશે. જેમાં ૭૦ જેટલા ઓબ્ઝર્વર તૈનાત રહેશે.
જોકે આ વખતે યુનિવર્સિટીના ભવનોમાં ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યા નથી. જેથી કોલેજ સંચાલકો સવાલ કરી રહ્યા છે કે કોલેજોમાં ઓબ્ઝર્વર મુકાયા છે તો યુનિવર્સિટીના ભવનોમાં શા માટે નહીં ? અને જોકે જમ્બલિંગ સિસ્ટમ દાખલ થતાં જ કોપીકેસનું પ્રમાણ પણ ઘટ્યું છે.