રાજયભરમાં ધો.૧૦ અને ધો.૧૨નાં ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા: પરિણામની ઉત્સુકતાનો અંત આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.૧૦નું પરીણામ ૨૮મી મેએ અને ધો.૧૨નું પરીણામ ૩૧મી મેએ જાહેર થશે. પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ માટે ૧૬૦૭ કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત ૭ માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા શ‚ થઈ હતી. પરીણામની તારીખો જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ સાથે થોડી ગભરાહટ પણ પ્રવર્તી રહી છે.
બીજી બાજુ વાત કરીએ તો રાજયમાં બોર્ડની પરીક્ષા બાદ હવે પરીણામને લઈ શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ધો.૧૦ અને ધો.૧૨માં કુલ ૧૩૫ જેટલા વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી હતી. પરીક્ષાની કામગીરીમાં કુલ ૮૫ હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા. આ બંને પરીક્ષાઓમાં કુલ ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. હવે પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. આગામી મે માસનાં અંતમાં ધો.૧૦ અને ધો.૧૨નાં પરીણામો જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ધો.૧૦નું પરીણામ ૨૮મી મેએ અને ધો.૧૨નું પરીણામ ૩૧મી મેએ જાહેર કરવામાં આવશે. પરીણામની તારીખો જાહેર થતાં વિદ્યાર્થીઓમાં પરીણામની ઉત્સુકતાનો અંત આવ્યો છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થોડી ગભરાહત પણ જોવા મળે છે. જોકે જેના પેપર સરસ ગયા છે તે લોકો બિન્દાસ છે.