હાલ બજારમાં વેંચાઈ રહેલા રૂ.૨૦૦ સુધીના ૧૫૦ પ્રકારના મોકટેઈલો વચ્ચે પણ દાયકાઓ જૂની ઠેરીવાળી સોડાનો ક્રેઝ યથાવત
ઉનાળાની સીઝન શ‚ થતા ગરમી પડવાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આઈસ્ક્રીમ, આઈસગોલા વગેરે ઠંડા ખાણીપીણાની ચીજ વસ્તુઓની ભારે ડિમાન્ડ ઉભી થાય છે. આવી ઠંડી ચીજવસ્તુઓની સાથે સોડાથી માંડીને ઠંડા પીણાની પણ માંગ વધે છે જોકે, રંગીલા ગણાતા ગુજરાતવાસીઓએ બારે માસ સોડા, લીંબુ સોડા વગેરે જેવા પીણાઓને પાચક પીણા તરીકે દાયકાઓથીપીતા આવ્યા છે હાલમાં આયુર્વેદીક સોડા પણ બજારમાં મળે છે. જેથી સોડા સહિતના ઠંડાપીણાની માંગ બારેમાસ જોવા મળે છે. પરંતુ ઉનાળાની સીઝન શરૂ થતા ઠંડાપીણાની માંગ ખૂબજ વધી જવા પામે છે.
સોડાનું નામ પડતા જૂની પેઢીના લોકોને ઠેરીવાળી સોડા નજરે ચડવા લાગે છે. હાલના આધુનિક અને ઝડપી સમયમાં આ ઠેરીવાળી સોડા અદ્રશ્ય થવા લાગી છે. પરંતુ નોર્મલ ગેસ ધરાવતી આ ઠેરીવાળી સોડાઓનો એક આગવો ચાહક વર્ગ છે. ઠેરીવાળી સોડામાં ગેસ ભરવાની જેમ આગવી રીત છે તેવી જ રીતે ઠેરીવાળી સોડાને ફોડવાની પણ આગવી રીત છે. ઠેરીવાળી સોડા વેચનારા ખૂબજ ઓછા બચ્યા હોવા છતા તેની આવી બધી વિશેષતાઓને લઈને આજની નવી પેઢીમાં પણ ઠેરીવાળી સોડા પીવાનો ખાસ શોખ જોવા મળે છે.
ઠેરીવાળી સોડામાં ગેસ ભરવાની કામગીરી અધરી હોય અને તેમાં સમયાંતરે સોડાના કાચ ફૂટવાની સંભાવનાના કારણે દુર્ઘટના સર્જાતી રહેતી હાય બજારમાં કબીલાવાળી સોડા ઝડપભેર વેંચાવા લાગી હતી કબીલાવાળી સોડામાં વધારે ગેસ ભરી શકાતો હોય આ સ્ટ્રોન્ગ સોડા સોડાના ચાહકોમાં ઝડપથી લોકપ્રિય થવા લાગી હતી. કબીલાવાળી સાદી સોડાને મળેલી સફળતા બાદ તેમાં બ્લેક મસાલા વ્હાઈટ મસાલા, ઓરેન્જ, લેમન વગેરે જેવી ફલેવરની કબીલાવાળી સોડા બજારમાં વેંચાવા માટે આવવા લાગી હતી લોકો પણ અલગ સ્વાદના ટેસ્ટ માટે આ નવી ફલેવર વાળી સોડાને આનંદભેર માણવા લાગ્યા હતા. જેથી, કબીલાવાળી સોડામા આજે અનેક પ્રકારનાં ફલેવરવાળી સોડા બજારમાં વેંચાઈ રહી છે.
કબીલાવાળી સોડામાં બોટલ બદલવાની કડાકૂટ રહેતી હોય સમયાંતરે ફાઉન્ટન સોડાના મશીન બજારમા આવવા લાગ્યા છે. આવા ફાઉન્ટન સોડા મશીનમાં સાદી સોડાથી માંડીને વિવિધ ફલેવરની સોડા એક મશીનમાં બને છે. જેથી ઠંડા પીણા વેચનારા લોકોમાં આવા ફાઉન્ટન સોડા મશીનો લોકપ્રિય થવા લાગ્યા છે. ફાઉન્ટન સોડા મશીનોમાં પણ પાલજી, ગાંધી, વગેરે બ્રાન્ડેડ કંપનીની સોડા ટુંકાગાળામાં ભારે લોકપ્રિય થવા લાગી છે. આવી કંપનીની ફાઉન્ટન સોડા વિવિધ ફલેવરોને સ્વાદ શોખીનો બારેમાસ પીવાનું પસંદ કરતા હાય તેની બ્રાન્ચો ઝડપભેર વિસ્તરવા લાગી છે.
આયુર્વેદની દ્રષ્ટીએ પણ સારા સ્વાસ્થ્ય માટે સમયાંતરે સોડા પીવી સારી મનાય છે. પેટના સામાન્ય તથા કબજીયાત જેવા દર્દોમાં સોડા અસરકારક મનાય છે. જેથી રાજકોટમાં આયુર્વેદીક મસાલાવાળી સોડા પણ પ્રખ્યાત છે. આવી આયુર્વેદીક સોડામાં લોકોને તેમના પેટના દુ:ખાવાના પ્રમાણ મુજબ મસાલો નાખીને આપવામા આવે છે. આ આયુર્વેદીક સોડા પીધા બાદ લોકોનાં પેટનાદર્દ દૂર થઈ જતા હોવાનો દાવો સોડા વેચનારાઓ દ્વારા કરવામાં આવે છે.
બજારમાં સોડાની સાથે અન્ય ફલેવરવાળા કોલ્ડ્રીંકસ સરબત, ફાલુદા, ફ્રુટ શેઈક અને જયુસ વગેરેની ગ્રાહકોમાં બારેમાસ માંગ રહે છે. જેથી, રાજકોટ શહેરમાં રાજમંદિર જેવા અનેક કોલ્ડ્રીંકસ વેચનારા દુકાનદારોની દુકાનો બારેમાસ ધમધમતી રહે છે. તેમાં પણ ઉનાળાની સીઝનમાં આ કોલ્ડ્રીંકસ વેંચનારાઓની દુકાનોમાં લીંબુ સોડા, લીંબુ સરબત, અન્ય ફલેવર વાળા સરબતો વગેરેની ભારે માંગ નીકળે છે. જેથી, રાજકોટ સહિત ગુજરાતભરમાં આવા કોલ્ડ્રીંકસ વેચનારા અનેક દુકાનદારોના વ્યવસાયમાં બારેમાસ તેજી જોવા મળે છે.
બજારમાં મળતી સોડાની વિવિધ ફલેવરો બાદ મોકટેઈલ કોલ્ડ્રીંકસનો ક્રેઝ આવ્યો છે. મોકટેઈલ કોલ્ડ્રીંકસ બનાવનારા દુકાનદારો ૪૦ ‚ા.થી લઈને ૨૦૦ ‚ા. સુધીની વિવિધ ૨૦૦ પ્રકારના મોકટેઈલ કોલ્ડ્રીંકસ બનાવે છે. તેમાં પણ એક ગ્લાસમાં ત્રણ ફલેવરનાં અલગ અલગ ત્રણ લેયરવાળા મોકટેઈલ અને બ્રેઈન સ્ટ્રોક નામે ઓળખાતા મોકટેઈલ યુવા વર્ગના સ્વાદ શોખીનોમાં ભારે લોકપ્રિયતા મેળવી છે.
નેચરલ અને નોર્મલ ગેસ ધરાવતી ઠેરી વાળી સોડા એવરગ્રીન: ઉમંગ ગૌસ્વામી
ઠેરી વાળી સોડા વેચતા મંગ ગૌસ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૧૦ વર્ષથી અમારી લારી કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે ઉભી રહે છે. પહેલા મારા પિતા બીઝનેસ કરતા હવે તેઓ પોતે સંભાળે છે. ઠેરીવાળી સોડાની વિષેષતા એટલી કે તે નેચરલ અને નોર્મલ ગેસ હોવાથી લોકોને ભાવે છે. સાથે મસાલો તેઓ જાતે જ બનાવી ને વાપરતા હોય તેથી લોકોને પસંદ આવે છે. અને આ સોડા બોટલ ભાગ્યે જ જોવા મળતી હોય માટે લોકો એનો ટેસ્ટ કરવા આવે છે. આ સોડા ભરતી વખતે જોખમ પણ રહે છે. બોટલ ફૂટે પણ ખરા તો ધ્યાન રાખીને ગેસ ભરવો પડે છે. તો ઠેરીવાળી સોડા એજ વિશેષતા છે કારણ કે તેની વાત જ અલગ છે.
ફાઉન્ટન મશીન સોડાના કારણે અમારો વ્યવસાય ૫૦ ટકા ઘટી ગયો છે: હિતેષભાઈ સાંગાણી
કાવેરી સોડાના નામે કબીલાવાળી સોડા બનાવતા ઘરતી બોટલીંગના સંચાલક હિતેષભાઈ સાંગાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમો સાદી સોડા મસાલા મેંગો લેમન સ્પ્રાઈટ વગેરે જેવી ૮ ફલેવર્સની સોડા બનાવીએ એ અને ૧૪ વર્ષથી સોડાનો વેપાર કરીએ છીએ સાથે કાવેરીનું નામ રાખવા અમે કોલેટી મેઈનટેઈન સાફ સફાઈમાં પૂરતું ધ્યાન રાખીએ છીએ સરકારી ધારા ધોરણ મુજબ બનાવીએ છીએ પાણી ચેકઅપ આધુનીક પ્લાન્ટ ફાઉન્ટન સોડા આવ્યા પછી અમારા વેપારમાં ઘાટો થતા બીઝનેશ ૫૦% થઈ ગયો છે. ઉનાળામાં ૪ મહિના અમારો બીઝનેશ ખૂબ ચાલે છે. સીઝનમાં ૪૦૦ ગાલાનો રોજનો બીઝનેશ મળી રહે છે.
ફાઉન્ટન સોડા મશીન દ્વારા ૨૨ ફલેવરોવાળી સોડા વેંચી છીએ: વિજયભાઈ પુજારા
પાલજી સોડાના સંચાલક વિજય પુજારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પૂરા ગુજરાતમાં સોડાનું મહત્વ છે. તેમાં સૌરાષ્ટ્રવાસીઓમાં સોડાપીવાનું મહત્વ વધારે છે. સોડા કલ્ચર છે.અહીનું સોડા પીવાના ઘણા બહાના છે. પેટમાંદુ:ખાવો કે પેટમા ગેસ તકલીફ હોય ત્યારે લોકો પીવે છે. સાથે સાથે લોકો બહાર ફરવા નીકળે ત્યારે મનોરંજન ખાતર પણ સોડા ખૂબ પીવાય છે. તેની મજા અલગજ છે. અમે પાલજી સોડામાં ૨૨ ફલેવરની સોડા બનાવીએ છીએ તેમાં સૌથી ફેવરીટ અમારી જીરા લાઈન જીંજર સોડા પ્રખ્યાત છે. સોડા રેગ્યુલર પીવાથી કોઈ નુકશાન નથી થતુ સ્વાસમાં પણ કાર્બન ડાયોકસાઈડ લઈએ છીએ તેજ કાર્બન ડાયોકસાઈડ સોડામાં છે. અને સમય પ્રમાણે દરેક બીઝનેશમાં પરિવર્તન કરવું જ પડે છે. તો મશીનથી બનતી સોડા પાવર ફૂલ હોય છે. આર.ઓ. વોટર યુઝ થાય છે. કોલેટી પૂરેપૂરી મેઈન્ટેન કરીએ છીએ એટલે જ પાલજીનું નામ છે.
અમારી આયુર્વેદીક સોડા પીવાથી ગમે તેવું પેટ દર્દ દૂર થઈ જાય છે: મહેશભાઈ ચાવડા
રાજકોટમાં આયુર્વેદીક સોડા વેંચનારા આનંદ સોડાના સંચાલક મહેશભાઈ ચાવડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે ૩૦ વર્ષથી સોડા વેંચી છીએ ખાસ તો અમારી સોડામાં એવી વિશેષતા છે કે પેટમાં દર્દ હોય વધારે ખવાઈ ગયું હોય ગેસ વાયુ પીત માટે અમારી પરફેકટ સોડા છે. જેનું રીઝલ્ટ પાંચ મીનીટમાં આવે જ છે. પહેલાના જમાનામાં સોડામા માત્ર મીઠુ-તીખા-સંચરજ નાખવામા આવતું પરંતુ અમે તેમાં સંશોધન કરીને નવા આયુર્વેદીક મશાલા ઉમેરતા ગયા જેથી પીધા પછી માત્ર દશ મીનીટમાં જ પરિણામ આવે છે. સોડાને સ્ટ્રોંગ બનાવવા ૧૮૦ની માત્રામાં ગેસ ભરીએ છીએ આયુર્વેદીક મસાલા અમે પોતે બનાવીએ છીએ જેથી ભેળસેળ ના હોય અને રીઝલ્ટ તરત મળે છે. અમે માત્ર ચાર પ્રકારની સોડા બનાવીએ છીએ સાદી સોડા, લીંબુસોડા, આદુ લીંબુ-હજમાહજમ સોડા અત્યારે ફાઉન્ટન સોડા મળે છે. જેમાં નેચરલ કોઈ વસ્તુ હોતી નથી તો સ્વભાવીક નુકશાન કારક હોય.
આયુર્વેદીક સોડાથી વર્ષો જુનુ પેટનું દર્દ દૂર થતા નિયમિત પીવા આવું છું; જગદીશભાઈ ટાંક
રૈયાગામથી સોડા પીવા રેગ્યુલર આવે છે. જગદીશભાઈ ખાસતો દર્દીઓને લઈને સોડા પીવા આવે છે. આનંદની સોડા પીવાથી પેટ સાફ થઈ જાય છે. રીઝલ્ટ ૧૦૦% મલે છે. મારે ૨ વર્ષથી પેટ દર્દની દવા ચાલુ હતી પણ અહીની સોડા પીવાથી ફાયદો થયો છે.
અમારી સોડા, સરબત, જયુસ, ફાલુદા વગેરેની બારેમાસ માંગ રહે છે: કરણ જાદવ
શહેરના યાજ્ઞિકોડ પર આવેલી રાજમંદિર કોલ્ડડ્રીંકસ સંભાળતા કરણ જાદવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૭ વર્ષથી દુકાન ચલાવીએ છીએ ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઈ છે. લોકો ગરમીમાં ઠંડક મેળવવા ઠંડા પીણા પીવા આવે છે. તેમાં સોડા બહુ પ્રચલીત છે. અમે ૧૫૦ પ્રકારની ફલેવર્સમાં સોડા બનાવીએ છીએ પરંતુ હાલ ગરમીમાં લોકો લીંબુ સોડા, લીંબુ સરબત વધારે પીવાય છે. સાથેલોકો ફ્રુટમાંથી બનતા ફેસ જયુસ વધારે પીવે છે. લીંબુમાંથી વિટામીન સી મળે છે. તેથી લોકો ઉનાળામાં વધારે પીવે છે. રાજમંદિરમાં લોકો એટલે આવે છે. કે અમે ચોખાઈ સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ સાથે વગેરેમાંથી બનતા પીણા ફસ બનાવીએ છીએ એટલે લોકો રાજમંદિરનો આગ્રહ રાખે છે.
અમારી ૧૫૦ જેટલી સોડા, મોકટેઈલ પીવા લોકો દૂર-દૂરથી નિયમિત આવે છે: તેજસ ગોહીલ
શહેરમાં ટવીલાઈટ કોલ્ડ્રીંકસના નામે દુકાન ધરાવતા તેજસ ગોહિલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમારી વિશેષતા છેકે મલ્ટી કલર સોડા બનાવીએ છીએ એક ગ્લાસમાં ત્રણ કલરની સોડા પ્રખ્યાત છે અમે ૧૫૦ જેટલી વેરાયટી સોડા બનાવીએ છીએ અને તેના રૂ.૪૦ થી ૨૦૦ સુધીના ભાવ છે જેમાં સ્કુબા ડાઈવીંગ છે એલીગેટર, બબલ બોમ , કેપ્ટન અમેરીકા, હોપ્સ્પોટ છે. ઉપરાંત ઘણી જાતના સોટ બનાવીએ છીએ તો લોકો રાત્રે ફરવા નીકળે અને અમારી સોડા પીવાનું પસંદ કરે છે.અમારી વેરાયટી બધી નવી જ છે. જે રાજકોટમાં અમરા સિવાય કયાંય મળતી નથી તો લોકો દૂરથી પણ પીવા આવે છે.