ગુજરાતે આજે એક ભારત શ્રેષ્ઠ ભારત અને રાષ્ટ્રપ્રથમને મહત્વ આપી વર્ગ-વિગ્રહ, જાતિવાદ, વંશવાદને જાકારો આપ્યો છે
ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજે ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરીષદ સંબોધી હતી. વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે લોકસભાની ચૂંટણીઓના મતદાનનો ત્રીજો તબક્કો પૂર્ણ થયેલ છે, ત્યારે સૌ મતદારોમાં સવારથી જ ઉમંગ-ઉત્સાહ સાથે નરેન્દ્રભાઇ મોદી માટે શ્રધ્ધા અને તેમના નેતૃત્વ માટેની ઝંખના જોવા મળી હતી. લોકશાહીનાં મહાપર્વ પર વિકાસ અને સુશાસનને ધ્યાને રાખી અમૂલ્ય મતદાન અધિકારનો ઉપયોગ કરનાર સર્વે મતદારોનો અભિનંદન સહ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર ભાજપાનાં સૌ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, ચૂંટણી પ્રચાર-પ્રસાર, બૂથ સુધીનો મેનેજમેન્ટ જાળવનાર તમામ લોકોનો આભારી છું.
વાઘાણીએ ભાજપા સરકારના મુદ્દાઓ તેમજ વિવિધ યોજનાઓને પ્રજાજનો સુધી પહોંચાડવા બદલ સૌ મિડીયાના મિત્રો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે રાજ્ય અને દેશના નાગરિકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે એન.જી.ઓ.ના અભૂતપૂર્વ યોગદાન બદલ અભિનંદન પાઠવું છું. સમગ્ર ગુજરાતના ચૂંટણીતંત્ર દ્વારા મતદારોમાં મતદાન માટેની જાગૃતિ કેળવવા ખૂબ મોટા પાયે પ્રયાસો થયા તે ખૂબ જ સરાહનીય છે. સાથે સાથે આ ચૂંટણીપર્વમાં સંકળાયેલ સરકારી કર્મચારીઓ તથા પોલીસ કર્મીઓને નિષ્ઠાપૂર્વક ફરજો બજાવવા બદલ ધન્યવાદ પાઠવું છું.
વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે આજે એક ભારત શ્રેષ્ઠ ભારત અને રાષ્ટ્રપ્રથમને મહત્વ આપી વર્ગ-વિગ્રહ, જાતિવાદ, વંશવાદને જાકારો આપ્યો છે. ગુજરાતની પ્રજાએ હરહંમેશથી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્રવાદ અને દેશપ્રથમની નીતિઓને સમર્થન આપ્યું છે ત્યારે કોંગ્રેસ આ ચૂંટણીઓ હારી ચૂકી છે તે દેશ અને ગુજરાતની જનતા સ્પષ્ટ રીતે જોઇ રહી છે.આજે કોંગ્રેસ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતાના કારણે ડઘાઇ ગઇ છે. વડાપ્રધાન લાઇનમાં ઉભા રહીને આજે મતદાન કરીને તેમની લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રધ્ધાનો પરીચય દુનિયાને આપ્યો છે.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની શાણી, સમજુ પ્રજાએ શાંતિપૂર્ણ રીતે અને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો છે. ગુજરાત અને દેશની જનતાએ જુઠ્ઠાણાં, વેરઝેર, વંશવાદ, જાતિવાદથી પર રહીને દેશપ્રેમની ભાવના સાથે રાષ્ટ્રવાદને અપનાવ્યો છે અને લોક સમર્થન આપ્યું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું સતત માર્ગદર્શન અમને મળતું રહ્યું છે અને એમની વ્યુહરચનાના કારણે ભાજપા ફરીથી દેશની સેવા કરવા આગળ વધી રહી છે. લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુરનું સતત માર્ગદર્શન પુરૂં પાડ્યું તે બદલ તેમનો પણ ખૂબ આભાર પ્રગટ કર્યો હતો. કેન્દ્રીય નેતૃત્વ સહિત કેન્દ્રીય સંગઠનના હોદ્દેદારો, ભાજપાના પ્રદેશ હોદેદારઓ, જીલ્લા-મહાનગરના હોદેદારઓ, મંડલ-શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જઓ, બુથ તેમજ પેજ પ્રમુખોનો આભાર જીતુભાઇ વાઘાણીએ માન્યો હતો.