આજ-કાલ રાજકારણ એટલુ ખરાબ બન્યુ છે કે સામ-સામે ભાજપ-કોગ્રેસ વચ્ચે વાણીવિલાસનો દોર પુણઁ થઇ હવે હુમલાનો દોર શરુ થવા લાગ્યો છે. હાલમાજ બલદાણા ગામે હાદિઁક પટેલની જનઆક્રોશ સભામા કડીના તરુણ ગજ્જરે સભા સંબોધન સમયે હાદિઁક પટેલને લાફો ફટકાયોઁ હતો.
ત્યારે એન.સી.પીથી લોકસભા ચુટણી લડતા રેશ્મા પટેલ સાથે પણ ભાજપ કાયઁકતાઁઓ દ્વારા ઝપાઝપી થઇ હતી વળી ગઇકાલે અમદાવાદ બેઠક પરથી ચુટણી લડતા ગીતા પટેલની સભામા હાજર હાદિઁક પટેલનો વિરોધ્ધ થતા પાસ આગેવાનો તથા વિરોધ્ધીઓ સામસામે આવી ગયા હતા. માત્ર ત્રણ દિવસમા આવા અનેક બનાવો વચ્ચે ફરી ધ્રાગધ્રા શહેરમા પણ આવી એક ઘટના સામે આવી છે.
જેમા ધ્રાગધ્રા શહેરના કાપેલીધાર વિસ્તારમા ગત ૨૦એપ્રિલના રોજ સાંજના સમયે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભા પેટા ચુંટણીના કોંગી ઉમેદવાર દિનેશભાઇ પટેલ વતી તેઓના કાયઁકરો પ્રચાર કરવા ગયા તે સમયે કાપેલીધાર વિસ્તારમા રહેતા ભાજપના પુવઁ નગરપતિ સુરેશ ખોડીદાસ વાઘેલા દ્વારા પોતાના રહેણાંક મકાનવાળા વિસ્તારમા કોગ્રેસનો પ્રચાર કરવાની મનાઇ ફરમાવી હતી.
છતા અહીના સ્થાનિક કોંગી આગેવાનો સાથે પ્રચાર શરુ રાખતા આ બાબતનુ મનદુખ રાખી અહિ વિસ્તારના સ્થાનિક કોગ્રેસી આગેવાન પ્રચાર કયાઁ બાદ પોતાના ઘરે જતા પાછળથી ધ્રાગધ્રા નગરપાલિકાના પુવઁ પ્રમુખ સુરેશ ખોડીદાસ વાઘેલા, કાળુ નાગરભાઇ વાઘેલા, ભીમા કાળુભાઇ વાઘેલા, ભોલા કાળુભાઇ વાઘેલા, કાળુભાઇનો ભત્રીજો, મનીષા કાળુભાઇ વાઘેલા, લતા ભુરાભાઇ સહિતનાઓ દ્વારા કોગ્રેસી કાયઁકર પ્રકાશભાઇના રહેણાંક મકાન પર હુમલો કયોઁ હતો. જેમા મકાનમા રહેલા પ્રકાશભાઇ તથા તેઓના પત્નિ તથા ભાભી હિનાબેન પર આ તમામ સાતેય શખ્સો દ્વારા લાકડી, પાઇપ તથા ધોકા વડે હુમલો કરી ઇજાઁ પહોચાડી હતી. હુમલાખોરો પલાયન થઇ ગયા હતા