આજે વહેલી સવારે તમામ ચુંટણી સ્ટાફને જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યો હતો. વહેલી સવારે ચુંટણી સ્ટાફનું અંતિમ રેન્ડમાઇઝેશન કરીને તમામને મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવી હતી. આ સાથે ઇવીએમ વીવીપેટની પણ બુથ ફાળવણી કરવામાં આવી હતી.
ત્યારબાદ બપોરે ૧૨.૧૫ કલાકે તમામ ચૂંટણી સ્ટાફને ભોજન કરાવીને ઇવીએમ- વીવીપેટ સાથે મતદાન મથકે જવા રવાના કરી દેવામાં આવ્યા હતા. તમામ રીસીવીંગ- ડીસ્પેન્ચીંગ સેન્ટરો ખાતે ચુંટણી સ્ટાફની ભારે ભીડ જોવા મળી હતી. બપોરે ચુંટણી સ્ટાફને ઝોન ઓફીસર અને રૂટ સુપરવાઇઝર સાથે પોત-પોતાના મતદાન મથકે જવા બસમાં રવાના કરાયા હતા. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ઉપર ચુંટણી સ્ટાફ કબજો સંભાળી લેવાના છે.