એલઓસી પર થતી ચીજ-વસ્તુઓના વેંચાણ પર મુકાયો પ્રતિબંધ: કેલીફોર્નિયાની બદામ
સહિત અનેક ચીજ-વસ્તુના વેંચાણથી થતો નફો આતંકી સંગઠનોને પહોંચાડવામાં આવતો હતો
પાકિસ્તાનને તમામ રીતે પછાડવા ભારત સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. કહેવામાં આવે તો પાક.ની નાપાક હરકતોને રોકવા તમામ ક્ષેત્રે ભારત ખુબજ મહત્વપૂર્ણ પગલા લઈ રહ્યું છે. કહેવામાં આવે છે કે, ભારતે પાકિસ્તાનને કુટનીતિમાં ખુબજ સારી રીતે પછડાટ આપી છે. હાલ પાકિસ્તાનની આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો ખૂબજ ગંભીર હાલત જોવા મળી રહી છે.
પાકિસ્તાન દ્વારા ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ એટલે કે, આઈએમએફને મદદ કરવા માટે બેલઆઉટ કરાર અંગે વાટાઘાટો કરી હતી. ત્યારે ભારત સહિતના અનેક દેશોએ આઈએમએફને તાકીદ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ રીતે પાક.ને આર્થિક મદદ કરવામાં ન આવે કારણ કે તેને જે આર્થિક ભંડોળ મળી રહ્યું છે તેનો ઉપયોગ વિકાસ માટે નહીં પણ આતંકવાદી પ્રવૃતિને અંજામ આપવા માટે કરી રહ્યાં છે.
ભારત દેશે ખુબજ કુનેહપૂર્વક પાકિસ્તાનને તમામ ક્ષેત્રે માત આપી છે જેની હાલ વાત કરવામાં આવે તો પૂર્ણત: આર્થિક રીતે પાકિસ્તાન પડી ભાંગ્યું છે. કોઈપણ દેશ આર્થિક રીતે તેને મદદ કરવા તૈયારી દાખવી નથી. ત્યારે આઈએમએફ દ્વારા જે વચન પાકિસ્તાનને આપવામાં આવ્યા હતા કે, તેઓ તેમને આર્થિક રીતે મદદ કરશે તેમાં પણ ભારત સહિતના અનેક દેશો તેને મદદ ન કરવા માટે તાકીદ પણ કરી છે.
પાકિસ્તાનને રૂપિયા મળતાની સાથે જ તે તેનો ઉપયોગ શસ્ત્ર તરીકે આતંકી પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે કરતું હોય છે. ત્યારે ભારત દેશ દ્વારા બોર્ડર પર ભારત દેશની અંદર અને ભારત બહારના દેશોમાં તેના ટેરર ફંડીંગને રોકવાની અને સાથો સાથ જે ચીજ-વસ્તુઓની આપ-લે કરવામાં આવતી હતી તેના પર પૂર્ણ વિરામ મુકી દીધો છે. ત્યારે બોર્ડર પર જે ચીજ-વસ્તુનું વેંચાણ થતું હતું તેને પણ બંધ કરી દેતા પાકિસ્તાનની સ્થિતિ પૂર્ણત: લથડી ગઈ હોય તેવું જોવામાં આવી રહ્યું છે.
ભારતની કુલ ૨૧ ચીજ-વસ્તુઓ એલઓસી પર તેનું વેંચાણ થતું હતું જેમાં લાલ મરચુ, કેરી, ડ્રાયફૂટ સહિતની અનેક ચીજ-વસ્તુઓનું જે વેંચાણ થતું જોવા મળતુ હતું તેના પર પૂર્ણ વિરામ મુકી દેવામાં આવ્યું છે ત્યારે આ વેંચાણમાં જોડાયેલા ૨૮૦ વેપારીઓને ખૂબજ તકલીફનો સામનો કરવો પડશે. વાત કરવામાં આવે તો ૨૦૦૮ બાદ આ વેપારમાં નફો ૬૯૦૦ કરોડ સુધી પહોંચ્યો હતો. ત્યારે આ તમામ વેપારીઓ ઓછુ બીલનું ઈન્વોઈસ બનાવી વધારાની મળતી રકમ ટેરર ફંડીંગ તરીકે તેનો ઉપયોગ કરતા હતા અને આ તમામ રૂપિયાઓ આતંકીઓને પણ પહોંચાડતા હતા. જે અંગેની વિગત મળતાની સાથે જ ભારત દેશે એલઓસી બોર્ડ પર આ તમામ ચીજ-વસ્તુઓના વેંચાણ પર પૂર્ણ વિરામ મુકી દીધું છે.
સુત્રોના જણાવ્યાનુસાર આ તમામ ૨૧ વસ્તુઓનો ગેરઉપયોગ થતો જોવા મળતો હતો જેમાં સ્મગલીંગ, ખોટા ચલણો અને કેફી પદાર્થની પણ આપ-લે કરવામાં આવતી હતી. ૨૦૦૮ થી ૨૦૧૭ સુધી કુલ ૪૪૦૦ કરોડનો વકરો કરવામાં આવ્યો હતો જયારે એ સમય દરમિયાન પુંચ વિસ્તારમાં ૨૫૪૨ કરોડનો વકરો થયો હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં સર્વપ્રથમ જમ્મુ-કાશ્મીરના ૬૪૬ વેપારીઓએ એલઓસીના બે ક્રોસીંગ પોઈન્ટ પર વેપાર કરવાની મંજૂરી મેળવી હતી જે માત્ર હવે ૨૮૦ જ વેપારીઓ રહ્યાં છે.
એવી જ રીતે નાપાક પાકિસ્તાનના વેપારીઓ કેલીફોર્નિયાની બદામનો પણ ગેરઉપયોગ એલઓસી પાર ટેરર ફંડીંગ માટે કરતા જોવા મળ્યા હતા. કહેવામાં આવે છે કે, કેલીફોર્નિયાની બદામમાં ખુબજ વધુ પોષણ રહેલુ હોય છે જે નફો મેળવવા માટે ક્રોસ એલઓસી પર તેનું વેંચાણ પણ કરવામાં આવે છે અને વધુની આવક તેમાંથી થતાં તે તમામ રૂપિયાઓ આતંકવાદીઓ, ભાગ્લાવાદીઓ કે જે જમ્મુ-કાશ્મીરમાં રહે છે.
તેને આપવામાં આવતા હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ટ્રાન્સપોર્ટ નેટવર્કને લઈ કેલીફોર્નિયાની બદામનું વેંચાણ સમયાંતરે એલઓસી પરના ટ્રેડીંગમાં જોવા મળતું હોય છે. વેપારીઓની મોડેસ ઓપરેડી વિશે વાત કરવામાં આવે તો પાકિસ્તાની વેપારીઓ જયારે કેલીફોર્નિયાની બદામનું ક્ધસાઈનમેન્ટ ઉતારે છે ત્યારબાદ તે બજાર ભાવ પર તેને વેંચી વધુનો નફો અંડર ઈન્વોઈસ થકી પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે જે એકસ્ટ્રા આવકનું જે નિર્માણ થતું હોય તે તમામ આતંકીઓને સુપરત કરવામાં આવે છે જેથી તમામ પ્રકારની આતંકી પ્રવૃતિઓને અંજામ આપી શકાય.