હૈદરી ચોકમાં કોંગ્રેસની જંગી જાહેર સભા, પ્રચંડ લોક સમર્થન: લલીતભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નાદ
૨૦૧૫માં ૭,૩૩૨ મતોની લીડથી વિજય પ્રાપ્ત કર્યો હતો હવે ૨૦૧૯માં ૧૧,૦૦૦ની લીડ આપીશું: વશરામ સાગઠીયા
ભાજપ સરકાર પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે : મકબુલ દાઉદાણી, ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા
રાજકોટ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસપક્ષના લોકલાડીલા, શિક્ષિત અનેનિષ્ઠાવાન ઉમેદવાર લલિતભાઈ કગથરાના ચુંટણી પ્રચાર અર્થે વોર્ડ નં.૧૫માં જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું આ જાહેરસભામાં કોંગ્રેસપક્ષના લોકલાડીલા ઉમેદવાર લલીતભાઈ કગથરાને જીતાડવા કોંગ્રેસપક્ષના પ્રદેશ આગેવાનો, કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકરો આ ચુંટણીમાં ખુબ જ ખંતથી નિષ્ઠાપૂર્વક મહેનત કરી રહ્યા છે અને હૈદરી ચોકમાં કોંગ્રેસની જાહેર સભામાં કોંગ્રેસપક્ષના શહેર પ્રમુખશ્રીએ જણાવ્યું છે કે આ કેન્દ્રમાં બેઠેલી ભાજપની સરકારે છેલ્લા ૫ વર્ષમાં કશું જ કર્યું નથી અને પોતે જ બોલેલા વચનો પાડીશક્યા નથી તેમજ પ્રજા હેરાન પરેશાન થઇ છે, અને સુવિધાના નામે મીંડું મળ્યું છે.તેવા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષનાનેતા વશરામભાઈસાગઠીયાએજણાવ્યું હતું કે અમે વર્ષ ૨૦૧૫માં ૭,૩૩૨ ની લીડ થી જીત્યા હતા અને હવે ૨૦૧૯માં ૧૧,૦૦૦ મતોની લીડ આપી લલીતભાઈ કગથરાને વિજયી બનાવીશું તેમજ આ સંકલ્પ વિસ્તારવાસીઓએ અને કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો અને કોંગ્રેસ જિંદાબાદ અનેલલીતભાઈ તુમ આગેબાઢો હમ તુમ્હારે સાથ હૈ તેમજવિજય ઘોષના નારા લાગ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસમય વાતવરણ થઇ ગયું હતું.
આ તકે કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, અને માંસુબેન હેરભાએ જીતનિશ્ચિત કરવાની અપીલ કરી હતી અને ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર પ્રજાનેપાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે અને પ્રજાને છેલ્લા ૫ વર્ષમાં હેરાનપરેશાન કર્યા છે તેમજ આજદિન સુધી કોઈ નક્કર પગલા લીધા નથી અને ફક્તને ફક્ત મસમોટી જાહેરાતો કરીને મતદારોને આકર્ષવા માત્ર પ્રલોભનો જ આપ્યા છે.
આ તકે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી અને કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગાએ કહ્યું હતું કે કોંગ્રેસપક્ષએ લોકોનીચિંતાકરતો પક્ષ છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને પ્રજાલક્ષી મેનીફેસ્ટો તૈયાર કર્યો છે અને શ્રી રાહુલ ગાંધી જે બોલ્યા છે તે કર્યું છે અને તે લોકો પણ જાણે જ છે અને પ્રજા પણ આ નપાણી ભાજપ સરકારને હવે સારી રીતે ઓળખી ગઈ છે અને હવે ભાજપને જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે.
વધુમાં ભાજપ પક્ષમાંથી મોહનભાઈને ઉભા રાખ્યા છે તે માત્ર ૮ ધોરણ પાસ છે અને અમરા કોંગ્રેસપક્ષના ઉમેદવાર ગ્રેજ્યુએટ છે અને સારી રીતે હિન્દીમાં અને અંગ્રેજીમાં બોલી-લખી શકે છે. તેથી લોકો આવા અંગુઠા છાપ ઉમેદવારને મત નહી દે તેમજ કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાને ખોબલે ખોબલે જીતાડશે તેવી ખતરી દર્શાવી છે.
આ જાહેરસભામાં કોંગ્રેસના શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશમહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, મિતુલભાઈ દોંગા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, માઈનોરીટી ડીપાર્ટમેન્ટ ચેરમેન યુનુસભાઈ જુનેજા, વોર્ડ પ્રમુખ શ્રી વાસુભાઈ ભંભાણી, મુકેશભાઈ ગોસ્વામી, પ્રવીણભાઈ સોરાણી, રામભાઈ હેરભા, ભીખુભાઈ રાઉમા, નીતિનભાઈ વ્યાસ, શિક્ષણ સમિતિ સદસ્ય શરદભાઈ તલસાણીયા, ફકીરાભાઈ, આરીફભાઈ, ઈર્શાદભાઈ લાસારી, રમજાનભાઈ, રમેશભાઈ દૈયા, અરવીંદ મુછડિયા, નરેશભાઈ પરમાર, પોલાભાઈ રાઠોડ, વાલજીભાઈ બથવાર, રમેશ વઘેરા, સતુભા જાડેજા, વગેરેઆગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના લોકલાડીલા, શિક્ષિત ઉમેદવાર લલીતભાઈ કગથરાને ઠેરઠેર બહોળો જનસમર્થન મળી રહ્યું છે તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.