ભાજપ દ્વારા નરેન્દ્રબાપુની આગેવાનીમાં બક્ષીપંચ સમાજનું સંમેલન યોજાયું
ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર બાપુની આગેવાની હેઠળ રાજકોટ શહેર બક્ષીપંચ સમાજનું સંમેલન મળ્યું હતું તેમાં મોહનભાઇ કુંડારિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના થી લોકોના જીવન સ્તરમાં સુધારો થયો છે અને નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ થી બધા સમાજના લોકોને સાથે લઈને ચાલવુ તેમજ તેનો વિકાસ થાય એ ભારતીય જનતા પાર્ટીનો ધ્યેય છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આ વખતે મજબૂત સરકાર બનાવીને દેશના વિકાસને ઝડપી બનાવે છે અને લોકોના સપનાઓ સાકાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી તો કોંગ્રેસ એ પરિવારવાદમાં માનતી ભ્રષ્ટ પાર્ટી છે અને લોકોને ખોટા વંચનો આપીને ભ્રમિત કરી રહી છે.
આ સંમેલનમાં લોકસભાના ઇન્ચાર્જ ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે સરકારે બક્ષીપંચ સમાજના વિકાસ માટે નોનક્રીમીલેયર રકમ ર લાખથી આજે ૮ લાખ કરી દીધીશે અને કેન્દ્ર સરકારે ૧૦૨માં બંધારણીય સુધારાથી સંવૈધાનીક દરજ્જો આપ્યો ત્યારે કોંગ્રેસે આ સમાજનો ઉપયોગ વોટબેંક તરીકે કર્યો છે અને સમાજ સાથે અન્યાય કર્યો છે. નરેન્દ્રબાપુએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે બક્ષીપંચના લોકોને શૈક્ષણિક અને આર્થિક લાભ થાય તે માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક કાર્યો કર્યા છે અને યોજનાઓ બનાવી છે.
બક્ષીપંચ સમાજને તેના અધિકારો આપવાનું કાર્ય પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. પ્રતાપભાઈ બેલડીયા, રસિકભાઈ બદ્રકિયા, ભીખુભાઈ ડાભી, રામભાઈ એલ જામંગ, વિનુભાઈ પીઠડીયા, શાંતિભાઈ પરમાર, નામેરીભાઈ સોલંકી, અજીતસિંહ ડોડીયા, વશરામભાઈ લધધીર, નવીનભાઈ મોચી, જે .કે સરવૈયા, દેવુભાઈ વાંઝા, મોહનભાઈ વાડોલીયા, નીતિનભાઈ બુંદેલા, મનસુખભાઈ ટાંક, ભુપતભાઈ ડોડીયા, અવધેશ બાપુ, દિનેશભાઈ ટોળીયા, ધર્મેન્દ્રભાઈ ભગત, શાંતિભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહિયા હતા.