ચુંટણીકાર્ડ નહીં હોય તો પણ મતદાર યાદીમાં નામ હોય તો નકકી કરેલા ઓળખકાર્ડ દ્વારા મતદાન કરી શકાશે
લોકસભાની ચુંટણી માટે આગામી તા.૨૩મીના મતદાન થવાનું છે ત્યારે ચુંટણીતંત્રએ મતદાન કરતી વખતે મતદારે સાથે રાખવાના પુરાવા તરીકે ૧૨ જેટલા દસ્તાવેજોને માન્યતા આપી છે. જે મતદારોને મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે તેમણે તો મતદાન કરતી વખતે ઓળખ માટે મતદાર ઓળખકાર્ડ જ રજુ કરવાનું રહેશે.
જે મતદારોને મતદાર ઓળખકાર્ડ મળ્યું નથી અથવા તો રજુ કરી શકે એમ ન હોય તેવા મતદારો પોતાની ઓળખ માટે નકકી કરાયેલા ૧૨ પૈકી કોઈપણ દસ્તાવેજ રજુ કરવાનો રહે છે. જેમાં ૧.પાસપોર્ટ ૨.ડ્રાઈવીંગ લાયસન્સ ૩.કેન્દ્ર કે રાજય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લીક લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના ઓળખકાર્ડ ૪. બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક ૫.પાનકાર્ડ ૬.એન.પી.આર.હેઠળ રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ ૭.નરેગા જોબકાર્ડ ૮.શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ આરોગ્ય વિમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ ૯.ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ ૧૦.સંસદ સભ્ય, ધારાસભ્ય અથવા વિધાન પરીષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખકાર્ડ ૧૧.આધારકાર્ડનો સમાવેશ થાય છે.
ચુંટણીતંત્ર દ્વારા આપવામાં આવતી ફોટો મતદાર કાપલી મતદાન કરતી વખતે ઓળખના પુરાવા તરીકે માન્ય નથી તેમ જણાવાયું હતું.