મહાત્મા ગાંધી ચેરી. ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ સંચાલીત શાળા–કોલેજના વિઘાર્થીઓ માટે આયોજન: પ૦૦ થી વધુ છાત્રોની કૃતી પ્રદર્શન થશે: શિક્ષકગણ સાથે વિઘાર્થીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
શિક્ષણ ક્ષેત્રે છેલ્લા પર વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ૨૭ સંસ્થાઓ જેમા બાલ મંદીર, શાળા, એન્જીનીયરીંગ કોલેજ, કોમર્સ કોલેજ, આર્ટસ કોલેજ તથા બી.એડ. કોલેજમાં ૧૭૦૦૦ થી વધુ વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
વિઘાર્થીઓનાં સર્વાગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ આ ટ્રસ્ટ કહ્યું છે. વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિઘાર્થીઓમાં રહેલ સર્જનાત્મક શકિતઓને ઓળખી તેને પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ વખતે એક નવા આયામ તરફ આ ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે.
આગામી તા. ૨૦ અને ર૧ એપ્રિલ ૨૦૧૯ (શનિ અને રવિ) ના રોજ હસ્તકલા પ્રદર્શન અને વેચાણનું આયોજન સરદાર સ્મારક ટ્રસ્ટ, કિસાનપરા ચોક ખાતે કરવામાં આવેલ છે. જ્ઞાન-વિજ્ઞાન વિશેની વિઘાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિ વધતી જાય છે. વિઘાર્થીઓને હસ્તકલાની વિવિધ વસ્તુઓ વેચાણ પણ કરવામાં આવશે. આ વેચાણની જે કંઇ પણ આવક થશે તે વિઘાર્થીઓનાં શિક્ષણ હેતુ માટે વિઘાર્થીઓ દ્વારા જ ખર્ચ કરવામાં આવશે.
આવા કાર્યક્રમો દ્વારા વિઘાર્થીઓમાં મૈત્રી ભાવના, સાથે કામ કરવાની તાલીમ, પરસ્પર અનુકુળ બનવાની તૈયારી વિગેરે સામુહિક કાર્યક્રમોમાં ભાગ લેવાની પ્રેરણા અને ઉત્સાહ પ્રેરનાર બની રહે તે હેતુથી આ પ્રોજેકટનું સંપૂર્ણ આયોજન સંસ્થાના વિઘાર્થીઓ દ્વારા જ કરવામાં આવેલ છે. આ પ્રદર્શનની તૈયારી માટે શાળા-કોલેજના આચાર્ય તથા સ્ટાફ પરિવારના માર્ગદર્શન હેઠળ વિઘાર્થીઓ જહેમત ઉઠાવી રહેલ છે.
ડો. નિલુબેન લાલચંદાણી, ડો. બીનાબેન કારીઆ, ઝલાા કિરણ તથા વિઘાર્થીઓ રીબડીયા પ્રિયંકા, સોલંકી સેજલ, સરવૈયા વંદના, ચાવડા માનસી, મકવાણા ઉન્નતી, પરમાર આશા, ભટ્ટી ગાયત્રીબા તેમજ ઉઘોગ શિક્ષક હંસાબેન ડાંગર અને ગૃહ વિજ્ઞાનના શિક્ષક અલ્કાબેન તન્ના એ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.