મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન અને રાજકોટ રેલ્વે ડિવિઝનને વિજળી બચાવવા બદલ એનર્જી એફિશીયન્સી શિલ્ડ
વર્ષ ૨૦૧૮ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરાયુ
પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ૬૪માં રેલ્વે સપ્તાહની ઉજવણી આજરોજ જગજીવન રામ રેલ્વે ઈન્સ્ટિટયુટ રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ કોઠી કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં ૬૪ કર્મચારીઓને સિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા તથા એનર્જી ઈફીસીયન્સી સિલ્ડ રાજકોટ ડિવિઝન તથા મુંબઈ ડિવીઝન વચ્ચે એનાયત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝન ડી.આર.એમ. પી.બી.નિનાવે ઉપસ્થિત ર્હ્યાં. વર્ષ ૨૦૧૮-૧૯માં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી તથા સમારોહમાં સંગીત તથા ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ૬૪માં રેલ્વે સપ્તાહની ઉજવણીમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ડી.આર.એમ. પી.બી.નિનાવેએ જણાવ્યું હતું કે, આજે ૬૪માં રેલ્વે સપ્તાહનું રાજકોટ મંડળ પર આયોજન કરવામાં આવ્યું છે. આ રેલ્વે સપ્તાહ એટલા માટે ઉજવવામાં આવે છે કે, અમારા રેલ્વે કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવે તથા વર્ષ દરમિયાન થયેલી કામગીરી તથા ભવિષ્યમાં જે કાર્ય કરવા જવાના છીએ તેના વિશે ચર્ચાઓ કરવામાં આવે. આજે ૬૪ કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે તથા ૯ સિલ્ડ આપવામાં આવશે તથા અમારા ૯ કર્મચારીને જનરલ મેનેજરે પુરસ્કૃત કર્યા છે.તેમને બોલાવીને પુરષ્કૃત કરવામાં આવશે તથા અમને નેશનલ એનર્જી ઈફીસીયન્સી સિલ્ડ મુખ્યાલય દ્વારા આપવામાં આવ્યું છે તે અધિકારીઓને પણ સન્માનીત કરવામાં આવશે. ભવિષ્યમાં અમારા પ્રોજેકટ, ડબલીંગ પ્રોજેકટ, રેલવે ટ્રેક પ્રોજેકટ તથા અનેક બીજા કાર્યો જેમ કે પીટ લાઈન કાર્પ, ફેટ એકઝામીનેશન ફેસેલીટીંગ, એકસીલેટર લગાવું વગેરે કાર્યોની અહીંયા સમીક્ષા કરવામાં આવશે.