વિહિપ, બજરંગદળ અને અન્ય ધાર્મિક સંગઠનોનું સંયુકત આયોજન: ચુંટણીપર્વ અંતર્ગત મતદાન જાગૃતિ ફલોટસ જોડાશે: આયોજકો ‘અબતક’ના આંગણે
હિન્દુઓના આરાઘ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોજન્મના સેવક, મહાબલી બજરંગબલી એવા હનુમાનજી મહારાજનો જન્મદિવસ ચૈત્ર સુદ પુનમના દિવસે સમગ્ર દેશમાં ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. ગોંડલમાં આવતીકાલે તા.૧૯ને શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા તમામ હિન્દુ સંગઠનો દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક વિશાળ શોભાયાત્રા ગોંડલના મુખ્ય વિસ્તારમાં નીકળશે. વિવિધ ફલોટસ અને કેશરી ઝંડી સાથે આશરે ૭૦૦થી વધુ બાઈક સાથે બજરંગી યુવાનો જોડાશે અને મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવશે. આ શોભાયાત્રાનું સમાપન દેવપરા ખાતે આવેલ તરકોશી હનુમાનજી મંદિર ખાતે થશે.
જેમાં ગોંડલ ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય પુ.ડો.રવીદર્શનજી મહારાજ, રામજી મંદિરના લઘુ મહંત પુ.જયરામદાસબાપુ, સ્વામિનારાયણ મંદિર નાની બજારના પુ.સરજુ સ્વામી, કષ્ટભંજન મંદિરના પુ. હરિસ્વામી, વડવાળી જગ્યાના પુ. સીતારામબાપુ, મામાદેવ મંદિરના પુ. ચંદુબાપુ, અમર દેવાંગીધામના પુ. મુનાબાપુ, અન્નક્ષેત્રવાળા પુ. ચંદુબાપુ અગ્રાવત, નૃસિંહ મંદિરના પુ.અતુલબાપુ, લાલદાસબાપુ અન્નક્ષેત્રના પુ.રામદાસબાપુ, રામજી મંદિરના પુ.કિશનદાસબાપુ, ભુરાબાવા ચોરાના પુ. બાલકદાસબાપુ, ખેતરવાળા મેલડી માતાજી મંદિરના પુ. રમેશાનંદગીરીબાપુ વગેરે સંતોની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં ગોંડલ શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા જુદા-જુદા હિન્દુ સંગઠનના હોદેદારો હિરેનભાઈ ડાભી, ડો.નિર્મળસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, ભુપતભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ પંડયા, મહેશજી કોલી, રશ્મિનભાઈ અગ્રાવત, હર્ષદભાઈ રામોલીયા, રાજુભાઈ મકવાણા, ગોપાલભાઈ ભુવા, બકુલભાઈ વ્યાસ, વૈભવભાઈ ગણાત્રા, હિતેશભાઈ શિંગાળા, પ્રતિકભાઈ રાઠોડ, ચિંતનભાઈ ગેડિયા, વિપુલભાઈ જાદવ, કૌશિકભાઈ નેનુજી તથા સહયોગી સંસ્થા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. શોભાયાત્રાની ભવ્ય સફળતા માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.