લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન શરૂ થયું છે. દેશના 11 રાજ્યો સહિત એક કેન્દ્રસાસિત પ્રદેશની એમ 95 સીટ માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.
બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 લોકસભા સીટ પર મતદાન થશે. જે લોકસભા સીટ પર બીજા તબક્કામાં મતદાન થનાર છે તેમાં સૌથી વધુ તમિલનાડુની 38 અને કર્ણાટકની 14 સીટ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની 8, બિહારની 5, મહારાષ્ટ્રની 10, ઓરિસ્સાની 5, આસામની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, જમ્મુ અને કાશઅમીરની 2, મણિપુરની 1 અને પોંડીચેરીની 1 લોકસભા સીટ પર ગુરુવારે વોટિંગ થશે. આ ફેઝમાં યૂપીથી હેમા માલિની, રાજ બબ્બ અને એસપી સિંહ બઘેલ, જ્યારે તમિલનાડુમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના દીકરા કાર્તિ, કનિમોઝી, કર્ણાટકથી વીરપ્પા મોઈલી જેવા કેટલાય વીવીઆઈપી ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થશે.