તમામ વર્ગના લોકોનો વિકાસ થાય તે દિશામાં ભારતીય જનતા પાર્ટી કાર્યરત: મોહનભાઈ કુંડારિયા
આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનતા કોઇ નહીં રોકી શકે: નરહરિભાઇ અમીન
રેસકોર્સ ખાતે બાલ ભવનમાં સરકારી યોજનાના લાભાર્થીઓનું સંમેલન યોજાયું આ સંમેલનમાં આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્ય મહેમાન પદે થી ઉદબોધન કરતા જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્વનો મુદ્દો એ રહેશે કે આ દેશ કોના હાથમાં સલામત રહેશે. વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું કે ૫૦ વર્ષના કોંગ્રેસના શાસનમાં દેશ ભગવાન ભરોસે હતો તેવી અનુભૂતિ થઇ કોંગ્રેસના શાસનમાં જુઠા વાયદાઓ, સુત્રોના આધારે જ પાંચ વર્ષ સત્તા ભોગવી પ્રજાને ભૂલી ગયા.
નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે જ તેમણે જણાવ્યું હતું કે હું દેશનો પ્રધાન સેવક છું પીડિત, શોષિત, ખેડુતો, ગામડાના લોકો માટેની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે હંમેશા વડાપ્રધાને ગરીબ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરી છે તેમજ છેવાડાના માનવીને પણ વિકાસ થાય તે દિશામાં પગલાં ભર્યા છે અને યોજનાઓ પણ બનાવી છે ૫૦ કરોડ લોકોને આ આયુષમાન ભારત યોજના બનાવવામાં આવી.૨૦૨૨ સુધીમાં તમામ ગરીબોને ઘરનું ઘર, શુદ્ધ પાણી, શૌચાલય બનાવી આપવા તેમ જ વીજળીની સુવિધા પણ આપવામાં આવશે.
ગરીબ પરિવારના કોલેજના વિદ્યાર્થીઓને મેડિકલ, એમ.બી.એ, એન્જિનિયરિંગની ફીમાં ૫૦ ટકા રાજ્ય સરકાર ભોગવશે તેમજ હોસ્ટેલના ખર્ચા પણ રાજ્ય સરકાર ભોગવશે ગરીબના બાળકો પણ ડોક્ટર,એન્જિનિયર બની શકે તે દિશામાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર હંમેશા પૂરતો પગલા ધ્યાનમાં લેશે થોડા દિવસ પહેલાની ગુજરાતની ઘટનાને યાદ કરતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે ખટારો પુલ પરથી નીચે ખાબકતા કેટલાય લોકોના મૃત્યુ થયા અને જાનમાં માતમ છવાઇ ગયો રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને રૂપિયા ૧૨૦૦ માં લગ્ન પ્રસંગે બસ ભાડે આપવાની યોજના બહાર પાડી આ ઉપરાંત નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જન-ધન યોજના,ઉજ્વલા યોજના, ઉજાલા યોજના, આયુષ્માન ભારત યોજના, મુદ્રા યોજના અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના વગેરે નો ઉલ્લેખ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કર્યો હતો.
મોહનભાઈ કુંડારીયા આ પ્રસંગે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીએ તમામ વર્ગના લોકોને લાભ મળે તે માટે અનેકવિધ યોજનાઓ ઘડી છે મોહનભાઈ કુંડારીયા વધુમાં જણાવ્યું કે, છેવાડાના માનવીનો પણ વિકાસ થાય ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોનું શોષણ ન થાય અને તમામ યોજનાઓનો ગરીબો કે મધ્યમ વર્ગના લોકો લાભ લઇ શકે તે દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા કાર્યરત રહેશે. નરહરિભાઈ અમીને જણાવ્યું કે ઉદ્બોધન કરતા જણાવ્યું કે જે રીતે ૨૦૧૪માં સ્પષ્ટ બહુમતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિજય થયો એ જ રીતે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં પણ સ્પષ્ટ બહુમતીથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ૫૦ વર્ષના શાસનમાં કોંગ્રેસે આર્થિક ખાડા જ કર્યા છે અને ૫૦ વર્ષના શાસન કરીને ક્યારેય ગરીબોની ચિંતા કરી નથી. આ કાર્યક્રમમાં લોકસભા ઇન્ચાર્જ ધનસુખભાઇ ભંડેરી,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શ્રીમતી બીનાબેન આચાર્ય મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, અશ્વિનભાઈ મોલિયા, રાજુભાઈ ધ્રુવ, ભીખાભાઇ વસોયા, કિશોરભાઈ રાઠોડ, મયુરભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી અને દેવાંગભાઈ માંકડ ઉદબોધન અને આભારવિધિ જૈમિનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી.