મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણીને અનુલક્ષી મીડિયા સેન્ટર ખુલ્લું મુકાયું: મીડિયાના દરેક ક્ષેત્રના મિત્રો રાજુભાઈ સાથે આત્મીયતા પૂર્ણ સંબંધ ધરાવે છે: વિજયભાઈ રૂપાણી

શ્રી રામ નવમી અને આંબેડકર જયંતીનાં શુભ દિવસ નિમિત્તે લોકસભા ચૂંટણીને અનુલક્ષી ભારતીય જનતા પક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં કરવામાં આવેલા પાંચ વર્ષનાં વિકાસ અને  લોક કલ્યાણકારી કાર્યોનાં પ્રચાર-પ્રસાર અર્થે રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમ નજીક વિવેકાનંદ રોડ ખાતે તૈયાર કરવામાં આવેલા આધુનિક મીડિયા સેન્ટરનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.2 7

આ તકે સૌરાષ્ટ્ર  મીડિયા સેન્ટરનાં ઈન્ચાર્જ રાજુભાઈ ધ્રુવ સાથે રાજકોટ લોકસભા બેઠકનાં ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી,  શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, મેયર શ્રીમતી  બીનાબેન આચાર્ય, મહિલા મોરચાનાં પ્રભારી શ્રીમતી  અંજલીબેન રૂપાણી, ભીખાભાઈ વસોયા, દિલેશભાઈ શાહ, તેજસભાઈ ગોરસીયા, રવિ રાઠોડ, વનરાજ સોસા, શ્યામ ત્રિવેદી, પૂર્વક ડાભી, માધવભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું ફુલહાર દ્વારા સ્વાગત દિલેશભાઈ શાહે કર્યું હતું.3 6

લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં મીડિયા ક્ધવીનર ની જવાબદારી સંભાળી રહેલા પ્રવક્તા રાજુભાઈ ધ્રુવની જવાબદારી માં  લોકસભા ચૂંટણીમાં ભાજપનાં લોક-વિકાસ  કલ્યાણકારી કાર્યોનાં પ્રચાર-પ્રસાર અર્થે મીડિયા સેન્ટર ખુલ્લું મુકાયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયા સેન્ટરનાં દરેક વિભાગની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, મીડિયા સેન્ટર એ ભાજપનાં પ્રચારની ધોરી નસ જેવું છે.4 10

અહીંથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભાજપ સરકારે મેળવેલી સિદ્ધિઓ જન-જન સુધી પહોચાડી શકાય છે. મીડિયાનાં માધ્યમથી ઘણી લોકસેવા ના કર્યો માં સફળતા મેળવી શકાય છે. પડદા પાછળ કાર્ય કરતુ મીડિયા સેન્ટર ચૂંટણી સમયે  વાસ્તવમાં મહત્વ નું કેન્દ્ર  બની જાય છે. રાજકોટ મહાનગર સૌરાષ્ટ્ર નું કેન્દ્ર બિંદુ – મીડિયાનું હબ છે.પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક  મીડિયાનાં દરેક મિત્રો રાજુભાઈ સાથે આત્મીયતા ધરાવે છે.

આ ખુલ્લા મૂકાયેલા ભાજપ મીડિયા સેન્ટરથી આગામી દિવસોમાં રાજુભાઈ ધ્રુવ લોકો સુધી કમળ સંદેશ પહુચાડવાનું સફળ કાર્ય કરશે એવો મને વિશ્વાસ છે તેવું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજુભાઈ ધ્રુવની જવાબદારી  અને દેખરેખમાં નિમાણર્ પામેલા આધુનિક મીડિયા સેન્ટરની પ્રશંસા કરીને મીડિયા સેન્ટરના સભ્યોને લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા કઈ રીતે પ્રચાર-પ્રસાર કરવો તેનો વિજય મંત્ર આપ્યો હતો.Untitled 1 25

લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ લોકસભા બેઠકો પર મીડિયા ક્ધવીનર ની જવાબદારી સાંભળી રહેલા ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે મીડિયા સેન્ટરે પધારેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મીડિયાનાં મિત્રો સાથે સમગ્ર ચૂંટણી ચિત્રને સ્પષ્ટ કરતા ભારતીય જનતા પક્ષ ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો પર ફરી એક વખત વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમનાં ખાસ અનુરોધથી મીડિયા સેન્ટરનું ઉદ્દઘાટન કરવા સમગ્ર દિવસ ની અતિ વ્યસ્તતાઓ અને એક એક ક્ષણ નો ભાજપ ના પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરતા  ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માન્યો હતો.

રાજુભાઈ ધ્રુવની દેખરેખમાં ખુલ્લા મૂકવામાં આવેલા ભાજપ મીડિયા સેન્ટર આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેમજ અહીંથી જ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનાં પ્રચાર-પ્રસાર અર્થે આવનારા સ્ટાર પ્રચારકો, અગ્રણી નેતાઓનાં કાર્યક્રમો માં મીડિયા ની વ્યસ્થા અંગે નું સંકલન  કરવામાં આવશે તથા પ્રિન્ટ અને ઈલેટ્રોનિક મીડિયા  પર પણ ભાજપનાં લોક કલ્યાણકારી કાર્યોનો પૂરજોશથી પ્રચાર-પ્રચાર કરવામાં આવશે તેમજ લોકસભાની તમામ બેઠકો ફરી એક વખત કબ્જે કરવાની રણનીતિ ઘડવામાં આવશે અને ભાજપનાં પ્રચાર-પ્રસારમાં મીડિયા સેન્ટર સારી ભૂમિકા ભજવશે તેની ખાતરી રાજુભાઈ ધ્રુવે આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.