મોટા મૌવા ગ્રામ પંચાયત સભ્ય ભરતસિંહ જાડેજા, જય કિશનસિંહ ઝાલા NSUI શહેર અને જિલ્લા પ્રમુખ, કરણ લાવડીયા શહેર જિલ્લા ઉપપ્રમુખ, હર્ષદિપસિંહ જાડેજા શહેર મહામંત્રી, હાર્દિકસિંહ ઝાલા NSUI આત્મીય કોલેજ પ્રમુખ, હાર્દિક બોરીચા NSUI મારવાડી કોલેજ પ્રમુખ, અજયસિંહ રાયજાદા NSUI શહેર મંત્રી, હર્ષિત જાની, રાજદીપસિંહ ચુડાસમા ભાજપમાં જોડાયા

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભારતીય જનતા પક્ષ યુવા મોરચા દ્વારા યુવાશક્તિ-રાષ્ટ્રશક્તિ યુવા સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમ માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ માટે યુવાધન એ ટ્રમ્પકાર્ડ સાબિત થઈ શકે છે અને ભારતીય જનતા પક્ષ પણ યુવાનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.30

આ સંમેલનમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પક્ષના યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ ઉપરાંત યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને સેનેટ મેમ્બર તેમજ મોટા મૌવા ગ્રામ પંચાયત સભ્ય ભરતસિંહ જાડેજા, જય કિશનસિંહ ઝાલા એન.એસ.યુ.આઇ શહેર અને જિલ્લા પ્રમુખ, કરણ લાવડીયા શહેર જિલ્લા ઉપપ્રમુખ, હર્ષદિપસિંહ જાડેજા શહેર મહામંત્રી, હાર્દિકસિંહ ઝાલા એન.એસ.યુ.આઇ આત્મીય કોલેજ પ્રમુખ, હાર્દિક બોરીચા એન.એસ.યુ.આઇ મારવાડી કોલેજ પ્રમુખ, અજયસિંહ રાયજાદા એન.એસ.યુ.આઇ શહેર મંત્રી, હર્ષિત જાની યુથ કોંગ્રેસ, રાજદીપસિંહ ચુડાસમા યુથ કોંગ્રેસ શહેર મંત્રી સહિત ૩૫ યુવા કાર્યકર્તાઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી,લોકસભાના પ્રભારી નરહરિભાઈ અમીન, લોકસભા બેઠકના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, મેયર બિનાબેન આચાર્ય, રાજુભાઇ ધ્રુવ તેમજ ભાનુબેન બાબરિયા, ભીખાભાઇ વસોયા, નેહલભાઈ શુક્લ, પ્રદીપભાઇ ડવ, મેહુલભાઈ રૂપાણી, દેવાંગભાઈ માકડ, જીતુભાઈ કોઠારી તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહિયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ૭૦ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની મુલાકાત લીધી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના એકદિવસીય રાજકોટના પ્રવાસ દરમિયાન વિધાનસભા ૭૦ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની મુલાકાત તેમણે લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભાજપના કાર્યકર્તાઓ એ કરેલી મહેનતને બિરદાવી પણ હતી અને તેમની સાથે નિખાલસતાપૂર્વક સંવાદ પણ કર્યો હતો.

આ ઉપરાંત વિજયભાઈ રૂપાણીએ કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા અનેકવિધ વિકાસકાર્યો વિશે ચર્ચા પણ કરી હતી. આ કાર્યક્રમ દરમ્યાન રાજકોટ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લોકસભા ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી,મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર ડો. જૈમિન ઉપાધ્યાય, ભીખાભાઇ વસોયા, જીતુભાઈ કોઠારી, રક્ષાબેન બોડીયા, કેતનભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.