રાહુલને સુપ્રીમની ટકોર બાદ મોદીનો પલટવાર કહ્યું કોંગ્રેસ જેવો જુનો પક્ષ પણ જુઠ્ઠાણાઓની હદ પાર કરી રહ્યો છે
રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સુપ્રીમ કોર્ટે પણ માન્યું હોવાનું નિવેદન કરનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાયદાકીય વિવાદમાં ફસાયા છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી પાસે જવાબ માગ્યો છે કે ચોકીદાર જ ચોર છે તેવું સુપ્રિમ કોર્ટે કયારે કહ્યું હતુ? એ અંગેની સ્પષ્ટ તા.૨૨મી સુધીમાં કરવા તાકીદ કરાય છે. ૨૩મીએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે.
રાહુલ ગાંધીએ અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ જણાવ્યું હતુ કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ચોકીદાર જ ચોર છે. રાહુલ ગાંધીના આ નિવેદન સામે ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ને રાહુલગાંધી સામે કોર્ટની અવગણના અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
રાહુલ ગાંધી પોતાના નિવેદનમાં બરાબર ફસાયા હોય તેમ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને પોતાના નિવેદનની સ્પષ્ટતા કરવાનો એક અઠવાડીયાનો સમય આપ્યો છે. સાંસદ મિનાક્ષી લેખીનીની અરજીની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ ગુપ્તા અને સંજીવ ખન્નાએ રાહુલ ગાંધીના આક્ષેપોઅંગે જણાવ્યું હતુ કે આ પ્રશ્ર્ને કાયદાનો છે. રાફેલ સોદામાં દસ્તાવેજી પૂરાવાઓની સાથે જ કેસ આગળ વધી રહ્યો છે.
રાહુલ ગાંધીના એ નિવેદન કે જેમાં જણાવ્યું હતુ કે હવે સુપ્રીમ કોર્ટ પણ સ્વીકાર્યું છે કે ચોકીદારે ચોરી કરી છે. રાફેલ સોદામાં બે વ્યકિત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. એકતો નરેન્દ્ર મોદી અને બીજા છે અનિલ અંબાણી ચોકીદારે દેશના ૩૦ હજાર કરોડ રૂપીયા લઈને અનિલ અંબાણીને આપી દીધા છે. આ નિવેદન હવે રાહુલ ગાંધી માટે ગળાના હાટકા સમાન બની ગયું હોય તેમ કોર્ટે આ મુદે રાહુલ ગાંધીને સ્પષ્ટતા કરવાનું જણાવ્યું છે.
ભાજપના મિનાક્ષી લેખી વતી હાજર રહેલા ધારાશાસ્ત્રી મુકુલ રોહતંગીએ કોંગ્રેસના અધ્યક્ષે આપેલુ નિવેદન અદાલતમાં વાંચી સંભળાવ્યું હતુ અને આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીએ જણાવ્યુંં છે કે કોર્ટે જ સ્વીકાર્યું છે કે ચોકીદાર ચોર છે. તેની સામે મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતુ કે તમે સાચા છો અમે આવી વાત કહી નથી ખંડપીઠે વધુમાં જણાવ્યું હતુ કે અમે આ અંગે સ્પષ્ટ છીએ કે આવી કોઈ સ્થિતિ ઉદભવી નથી રાહુલ ગાંધીએ પોતાના નિવેદન અંગે કોર્ટ સામે સ્પષ્ટતા અને આ અંગે કોર્ટમાં જ‚રી આધા પૂરાવાઓ સાથે રાહુલ ગાંધીએ પોતાના નિવેદન અંગે કોર્ટ સામે સ્પષ્ટતા અને આ અંગે કોર્ટમાં જ‚રી આધાર પુરાવાઓ સાથે રાહુલ ગાંધીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવી પડશે.
રાહુલ ગાંધીને અદાલતે પોતાનો પક્ષ રજૂ કરવાની તારીખ ૨૨મી એપ્રીલ સુપ્રીમ કોર્ટે નકકી કરી છે આ અંગે આગળની સુનાવણી ૨૨મીએ કરવામા આવશે. અને સાથોસાથ એવું પણ જણાવ્યું હતુ કે રાજકીય પક્ષો અને નેતાઓએ પોતાની જવાબદારી સમજીને કોર્ટના આદેશોને નિવેદનોની પ્રતિક્રિયા સમજી વિચારીને આપવી જોઈએ કોર્ટએ પણ નોંધ્યું છે કે રાજકીય નેતાઓ અને પક્ષો માધ્યમો સામે નિવેદનો કરવામાં જો સંયમ રાખતા હોય તો આવી પરિસ્થિતિ ઉભી ન થાય.
ખંડપીઠે એવું પણ જણાવ્યું છે કે કોર્ટના વલણ અંગેના વિરોધાભાસી વલણ અને રાહુલ ગાંધીએ કરેલું નિવેદન સુપ્રીમ કોર્ટે કહ્યું કે નરેન્દ્ર મોદી કે જે ચોકીદાર બન્યા છે તે ચોર છે. સુપ્રીમકોર્ટના આદેશનું આવું ‚પ આપવાના નિવેદન સામે બચાવ માટે રાહુલ ગાંધીને હવે મુશ્કેલી પડશે કોર્ટે સોમવારે જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટે મિનાક્ષી લેખીને આ અંગે રાહુલ ગાંધી સામે કાયદેસરની કાર્યવાહી માટે વધુ સોગંદનામું રજૂ કરવાનું જણાવ્યું છે. મિનાક્ષી લેખીએ રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતુ કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના ૧૦ એપ્રીલના ચુકાદા અંગે વિકૃત નિવેદન કર્યું છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
કોર્ટની અપમાનના અંગેના ૧૯૭૧ના કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી અંગે એર્ટની જનરલ કે વેણુગોપાલ એ રાફેલ મુદે મિનાક્ષી લેખીની અરજી અંગે આગળની કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. મિનાક્ષી લેખીએ કહ્યું હતુ કે સુપ્રીમકોર્ટે આ મુદે ભ્રષ્ટાચાર અંગેનો એકપણ શબ્દ કે વડાપ્રધાનની સામેલગીરીનો દિશા નિદર્સેશ સુધ્ધા કર્યો નથી. વડાપ્રધાન આ અંગે જવાબદાર ઠેરવવાનો હરફ સુધ્ધા ઉચ્ચારાયો નથી અને રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટના આદેશોને મનઘડત રીતે તોડી મરોડીને જ નિવેદન કયુ; છે તે કોર્ટનુ અક્ષમ્ય અનાદર ગણવું જોઈએ
તેમણે જણાવ્યું હતુ કે રાહુલનું નિવેદન માત્ર વડાપ્રધાન સામે આક્ષેપો પૂરતુ મર્યાદિત નથી તે લોકોને ગેરમાર્ગે દોરના‚ છે. જે લોકો વડાપ્રધાનદના કામથી સંતુષ્ઠ છે. તેમની નજરમાં એક વિકઅત કાવત‚ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ કરેલ નિવેદન ચોકીદાર જ ચોર છે હવે રાહુલ માટે જ મુશ્કેલીનો વિષય બની ગયો છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી વેળા જણાવ્યું હતુ કે અમે એવું કોઈ જ નિવેદન નથી કર્યું અમે રાહુલ ગાંધીને આ અંગે સ્પષ્ટતા કરવા આદેશ આપીએ છીએ કે જવાબ રજૂ કરી દેશમાં લોકસભાની ચૂંટણીના એક તબકકા બાદ બીજાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે રાહુલ ગાંધી પર સુપ્રિમ કોર્ટની આ ખડગીને લઈને કાયદાકીય રીતે રાહુલ અને કોંગ્રેસ અત્યારે બચાવની સ્થિતિમાં મુકાય ગયા છે.
વડાપ્રધાન મોદી એ રાહૂલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ખફગી અંગે જણાવ્યું હતુ કે આ એક ચિંતાનો વિષય છે કે દેશનો સૌથી જુના પક્ષ આ હદ સુધી જુઠ્ઠાણુ ચલાવી શકે છે. મોદીએ જણાવ્યું હતુ કે રાહુલ ગાંધી રાફેલ મુદો ખોટી રીતે ચગાવી રહ્યા છે. ભૂતકાળમાં તેમના સ્વર્ગસ્થ પિતા રાજીવગાંધીનું નામ ઉછળ્યું હતુ તેવી રીતે રાફેલનો આ સોદો સ્પષ્ટ અને તેની સચ્ચાઈ લોકો સમક્ષ આવી ગઈ છે. તેમ છતા તેને રાજકીય હથીયાર તરીકે ઉપયોગમાં લેવાય છે.
રાહુલના નિવેદન અંગે જણાવ્યું હતુ કે હુ માનું છું કે એ કોઈ મુદો જ નથી એ જુઠ્ઠાણાની મને કોઈ, ચિંતા નથી પરંતુ ચિંતા એક જ વાતની છે કે ૧૦૦ વર્ષ જુનો પક્ષ જુઠ્ઠાણાનો સહારો લઈ કઈ હદ સુધી પહોચી ગયો છે. સુપ્રીમ કોર્યે આ મુદે જે વલણ અખત્યાર કર્યો છે તે કોઈ નાની વાત નથી. વડાપ્રધાને રાફેલ મુદે રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈના નિવેદન અંગે વડાપ્રધાને જણાવ્યુંં હતુ કે આ જુઠ્ઠાણુ છે તેનાથી સચ્ચાઈ ને કંઈ ફરક પડતો નથી.
રાફેલનો સોદો આંતરરાષ્ટ્રીય સ્તરની બાબત છે. તેમા કંઈ છુપાવવા જેવું નથી બધુ સ્પષ્ટ છે. આ સોદામાં સચ્ચાઈ કેવી રીતે સામે આવી તેવા પ્રશ્ર્નના જવાબમાં નરેન્દ્ર મોદી એ જણાવ્યું હ તુકે સત્ય હંમેશા બહાર આવ્યું છે. તેમણે કહ્યું હતુ કે કેગ અને સંસદીય સમિતિએ સચ્ચાઈ બહાર લાવી જ દીધી હતી પરંતુ મીડીયા હિંમત કરતુ નથી
ચોકીદાર ચોર હૈ ના નિવેદનને લઈને સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી બચાવની સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે આ મુદે રાહુલ અને કોંગ્રેસ સામે આક્રમક રીતે મેદાનમાં આવી ગયા છે. તેમણે જણાવ્યું હતુ કે રાફેલ સોદાના આક્ષેપો અને જુઠ્ઠા પ્રચાર પ્રજા સામે સત્ય થઈને આવી ગયો છે. મને મારા પર થયેલા જુઠ્ઠા આક્ષેપોની ચિંતા નથી પણ ચિંતા એ વાતની છે કે કોંગ્રેસ જેવો જુનો પક્ષ જુઠ્ઠાણાને કઈ હદ સુધી લઈ જાય છે.