સુપ્રીમની આકરી ઝાટકણી બાદ ચૂંટણી પંચ સફાળુ જાગ્યું, યોગી, આઝમખાન પર ૭૨ કલાક, જયારે પર ૪૮ કલાક ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે દેશમાં પ્રવર્તી રહેલા ચૂંટણી માહોલમાં આચાર સંહિતાના ભંગ કરી રાજકીય નેતાઓની બેફામ નિવેદન અંગે ચૂંટણી પંચને રીતસરનો ઉધડો લીધો હતો. સુપ્રીમે જણાવ્યું હતુ કે આચારસંહિતાના ભંગ અને નેતાઓની બે જવાબદાર નિવેદન બાજી સામે ચૂંટણી પંચ નબળા પૂરવાર થઈ રહ્યું છે.
નેતાઓના ભાષણમાં નફરત ભર્યા નિવેદનો અને ધર્મના નામે મત માંગવાના કૃત્યો આચાર સંહિતાનું હનન કરે છે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપાના માયાવતી, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને સપાના નેતા આજમખાન સામે પ્રતિબંધ મૂકવાની હરપત મનસુખાણીની અરજીનાં અમલ માટે સુપ્રીમ કોર્ટે તાકીદ કરી ચૂંટણી પંચને તાકીદ કરી છે કે દેશમાં જાતી ધર્મ અને નફરતનું રાજકારણ ખેલનારા રાજકારણીઓને ચૂંટણી પ્રચારથી દૂર રાખવાનો સમય હવે પાકી ગયો છે.
ચૂંટણી પંચના પ્રવકતા અમિતશર્માએ કોર્ટને જણાવ્યું હતુ કે આચારસંહિતા ભંગ અને પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ ધર્મ અને જાતી આધારીત ભાષણો સામે કાર્યવાહી કરવાની ચૂંટણી પંચને અપાયેલી સત્તામાં આચારસંહિતા ભંગ મામલે પંચ જવાબદારો સામે નોટીસો ઈસ્યુ કરી જે મુદે નોટીસ પાઠવાઈ હોય તેનો જવાબ માંગે છે. ચૂંટણી પંચ વતી અમિત શર્મા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ દિપક ગુપ્તા અને સંજીવ ખન્ના સામે ઉપસ્થિત થયા ત્યારે પંચને માયાવતીની મુસ્લિમ મતદારોને આદિત્યનાથના બજરંગ બલી અને અલીના નિવેદન વિ‚ધ્ધમાં મતદાન કરવાની અપીલ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા પંચને જણાવ્યું હતુ કે પંચ ને આવા મુદાઓ ઉંઠાવનાર નેતાઓ સામે દમ વગરની કાર્યવાહી કેમ થાય છે.
ખંડપીઠે પંચને જણાવ્યું હતુ કે જો કોઈ વ્યકિત નોટીસનો અમલ ન કરે તો કાર્યવાહી કરો છો ત્યારે શર્માએ જણાવ્યું હતુ કે અમારી પાસે ઉમેદવાર કે પક્ષના રજીસ્ટ્રેશની નોંધણી રદ કરવાનો કોઈ અત્રધકાર નથી પંચમાત્ર પોલીસ ફરિયાદ કરી શકે જો વ્યકિત વારંવાર નોટીસ ઈસ્યુ કરવા છતા જો આચારસંહિતાનો ભંગ કરતો હોય તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરી શકે છે. ચૂંટણી પંચે કોર્ટને સમજાવ્યું હતુ કે માયાવતી અને આદિત્યનાથએ જવાબ આપ્યા નથી. તેથી તેમની સામે કાર્યવાહી થશે.
પંચે જણાવ્યું હતુ કે નેતાઓનાં ભડકાઉ ભાષણ અને કોઈ નિશ્ર્ચિત વ્યકિતને મત આપવાના ઉદેશોવાળા નિવેદનના ગુનામાં તાત્કાલીક પગલા લેવાની પંચ પાસે કોઈ સત્તા નથી. સુપ્રિમ કોર્ટે તેના આદેશ મુજબ લોક પ્રતિનિધિ ધારાની કલમ ૧૨૩ (૩) અને ૧૨૫ અન્વયે ઉમેદવાર સામે ધર્મ અને જાતીનાં આધારે લોકોને મત માટે દબાણ કરનાર કે ભડકાઉ ભાષણ કરનાર નેતા કે કાર્યકર સામે કાયદેસરની કાર્યવાહી અને ઉમેદવારી રદ કરવાની જોગવાઈ કરે તો પંચ કાર્યવાહી કરી શકે.
સુપ્રિમ કોર્ટે સંજય હેગડેને ઉમેદવારની માન્યતા રદ થવાના સંજોગો અને ચૂંટણી પંચની સતાની પરિભાષા સમજાવવા જણાવ્યું હતુ પ્રચાર દરમ્યાન આચારસંહિતા ભંગના બનાવોની સમીક્ષામાં ૨૦૧૯ના ચૂંટણી પ્રચાર દરમ્યાન ત્રણ બનાવો સામે આવ્યા છે. યોગી આદિત્યનાથના મોદીજીકી સેનાના નિવેદન અંગે ચૂંટણી પંચે આવી ભુલનું પુનરાવર્તન ન થાય તેની તાકીદ કરી હતી દક્ષિણ ભારતમાં ટીઆરએસનાં કે ચંદ્રશેખર રાવ સામે વીએચપીનાં એમ રાજારામ સામે કરેલી ફરિયાદ સામે નોટીસ ઈસ્યુ કરી છે.
સુપ્રિમ કોર્યે ગઈકાલે સોમવારે ચૂંટણી પંચ ને નેતાઓના ભડકાઉ ભાષણ અને આચાર સંહિતા ભંગના મમલે એકશન લેવામાં થતી ઢીલ સામે તડાપીઠ વરસાવી હતી. ચૂંટણી પંચના પ્રવકતા અમિત શર્માએ કોર્ટની આ તાકીદ સામે જવાબ રજૂ કર્યો હતો કે ભડકાઉ ભાષણો ધર્મ અને જાતી આધારીત મુદાઓને લઈ મત માંગનારા નેતાઓ સામે ચૂંટણી પંચ માત્ર ને માત્ર નોટીસ ઈસ્યુ કરવાની અને વાંધાજનક નિવેદનો સામે નોટીસ કરવા સિવાય કોઈ સતા નથી જો નેતાઓ નોટીસનો જવાબ ન આપે અને પંચ તાકીદને ગણકાર્યા વગર જો વારંવાર એકને એક ભૂલનું પુનરાવર્તન ન કરે તો તેની સામે કાર્યવાહી કરી શકાય.
રાજકીય નેતાઓ અભદ્ર વાણીવિલાસઅને ભડકાઉ ભાષણો દ્વારા ખૂલ્લેઆમ થતા આચાર સંહિતાના ભંગ મુદે સુપ્રીમ કોર્ટની આકરી ઝાટકણી બાદ ચૂંટણી પંચ કુંભકર્ણ નિંદ્રામાંથી સફાળુ જાગ્યું હતુ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સપાના નેતા આઝમખાન સામે ૭૨ કલાકનો જયારે બસપા સુપ્રીમો માયાવતી અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીક સામે ૪૮ કલાક ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ દરમ્યાન આ ચારેય નેતાઓ ચૂંટણી પ્રચાર ભાષણ રોડ શો કે સોશ્યલ મીડીયા દ્વારા પણ રાજકીય પ્રચાર નહી કરી શકે.