કેન્દ્રીય ગ્રાન્ટથી ચાલતી ૧૫૮ ઉચ્ચત્તર શૈક્ષણિક સંસ્થાઓમાં આગામી શૈક્ષણિક સત્રથી બેઠકો વધારવાનો નિર્ણય
દેશમાં આર્થિક પછાત સવર્ણોનાં ઉત્કર્ષ અને વિકાસની દિશામાં મોદી સરકારે તાજેતરમાં ૧૦% અનામતની જોગવાઈ કરી હતી. આ દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલુ ભરીને કેન્દ્રની વિવિધ ઉચ્ચ શૈક્ષણીક સંસ્તાઓમાં આર્થિક પછાત સ્વર્ણો માટે બેલાખ નવી બેઠકો ઉભી કરવા ૪૩૦૦ કરોડ રૂની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેબીનેટની બેઠકમાં કેન્દ્રીય શૈક્ષણીક સંસ્થાઓમાં આર્થિક પછાત સવર્ણ વિદ્યાર્થીઓ માટે બે લાખ નવી બેઠકોનો વધશરો કરવાનો નિર્ણય લેયવામાં આવ્યો હતો. મોદીએ દેશમાં ચરમસીમાએ પહોચેલા ચૂંટણી માહોલમાં માસ્ટર સ્ટ્રોક લગાવી દીધો છે.
કેન્દ્રીય કેબીનેટ મંત્રાલયે સોમવારે આર્થિક પછાત સ્વર્ણો માટે ૧૦%ની અનામતની જોગવાઈના અમલના ભાગ‚પે સરકારના ૧૫૮ ઉચ્ચતર શૈક્ષણીક સંસ્થાઓમાં બે લાખ વધારાની જગ્યાઓ માટે ૪૩૦૦ કરોડ રૂપીયાની જોગવાઈ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે દાયકાઓમાં પહેલીવાર આર્થિક પછાત સવર્ણોના ઉત્કર્ષ માટે ૧૦% અનામત પ્રથાની જોગવાઈની પહેલ કરી હતી અનામત કોટાને જરાપણ હાથ અડાડયા વગર અને ઓબીસી કવોટામાં ફેરફાર કર્યા વગર વર્ષોથી સામાજીક ધોરણે સવર્ણ હોવા છતા આર્થિક નબળી પરિસ્થિતિના કારણે સરકારી નોકરીઓ અને અભ્યાસમાં અન્યાય સહન કરી રહેલા સવર્ણો માટે કંઈક કરવાની પ્રતિબધ્ધતાના અમલ માટે વડા પ્રધાન નરેન્દ્રમોદી સરકારે થોડા સમય પહેલા દેશના આર્થિક પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૧૦% અનામતની જોગવાઈનો નિર્ણય લીધો હતો.
ગઈકાલે નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં મળેલ કેબીનેટની બેઠકમાં આર્થિક પછાત સવર્ણો વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય શૈક્ષણીક સંસ્થાઓમાં ૧૦% અનામતની જાગેવાય મુજબ સરળતાથક્ષ પ્રવેશ મળી જાય અને હયાત ઓબીસી કવોટામાં કોઈપણ જાતનો કાપ મૂકયા વગર સવર્ણો વિદ્યાર્થીને ૧૦% મળે તેનાથી દેશની કેન્દ્રીય ગ્રાંટથી ચાલતા ૧૫૮ જેટલી મોટી શૈક્ષણીક સંસ્થાઓમાં ૨,૧૪,૭૬૬ વધારાની બેઠકો ઉભરી કરવામા આવશે.
૧,૮૩,૯૮૩ વધારાની બેઠકો વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણીક સત્ર અને ૯૫,૭૮૩ બેઠકો ૨૦૨૦-૨૧ સુધીમાં ઉભી કરવામાં આવશે. આ માટે સરકારે જરૂરી ૪૩૦૦ કરોડ રૂપીયાની ફાળવણી કરવાની કેન્દ્ર સરકારમાં બહાલી આપી છે. રાજયસભામાં ૯ જાન્યુઆરી આર્થિક પછાત સવર્ણોની ૧૦% અનામતની બિલ પાસ કરવામાં આવ્યું હતુ ચૂંટણી પછી અમલી થનાર આ યોજનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે દાયકાઓઓ જુના સવર્ણોનો અન્યાયનો મામલો એક ઝાટકે ઉકેલી લીધો છે.
એસસી/એસટીને બઢતી સામે સુપ્રીમની રોક
લોકસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે સુપ્રિમ કોર્ટે સોમવારે અનુસુચિત જાતિ – જનજાતિ અને આદિવાસીઓ માટે સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે અનામતનો અમલ પર ‘રુંક જાવ’ નો આદેશ આપ્યો હતો. ન્યાયમૂર્તિ એસ.એસ. બોબડે અને અબ્દુલ નજીરે આ અંગે ‘સ્ટે’ નો અમલ ચાલે રાખવા જણાવી આ મુદ્દે અભ્યાસ કરવાની જરુર હોવાનું સુપ્રિમ કોર્ટે સોમવારે સરકારી નોકરીઓમાં અનુસુચિત જાતિ જનજાતિ અને આદિવાસીઓની બઢતીમાં અનામત પ્રથા અંગે કેન્દ્ર રને રાજયસરકાર યોજનાઓનો અમલી કરણ માટે સમયસર કાર્યવાહી કરી શકી ન હોવાથી આ પ્રથામાં પુન: સમીક્ષા અને અભ્યાસની જરુરતને ઘ્યાને લઇ ખંડપીઠે કેન્દ્ર અને રાજય સરકાર સામે થયેલી ૮૪ જેટલી અરજીઓની સુનાવણી માં જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં અનુસુચિત જાતિ જનજાતિ અને કર્મચારીઓની બઢતીમાં અનામતની જોગવાઇમાં સંપૂર્ણ અભ્યાસ અને સમીક્ષા સુધી તેની પર લગાવાયેલા પ્રતિબંધ યથાવત રાખવા હુકમ કર્યો હતો. એસ.એ. બોબડે અને અબ્દુલ નજીરે ચુકાદો આપ્યો હતો.
પાંચ જજોની બંધારણ બેઠકે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બઢતીઓમાં અનામત પ્રથા દાખલ કરી શકાય પરંતુ સમાજમાં ક્રિમીલેયર વિસંગતતા અને ન્યાયના સિઘ્ધાંતને ઘ્યાને લઇને અન્ય પછાત વર્ગના લોકોએ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગના કવોટામાં સમાવેશ કરવાની માંગ કરી છે ત્યારે નાગરાજ કેસમાં ૨૦૧૬માં કર્મચારીઓની બઢતીના મામલે અનામત પ્રથાનો અમલ શરુ કર્યા પહેલા નવેસરથી સમાજના વિવિધ પછાતવર્ગની આર્થિક સ્થિતિની સમીક્ષા કરીને સંપૂર્ણ વિગતો મેળવવો કોર્ટને મુનાસીબ માન્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં બઢતીમાં અનામત જરુરી હોય તો પણ નાગરાજના કેસના ચુકાદા મુજબ બદલાયેલી વસ્તીન પરિસ્થિતિ અને અનુસુચિત જાતિ અને જનજાતિ ના કવોટાની બદલાયેલી સ્થિતિ સહીતના મુદ્દાઓ ઘ્યાને લેવાતું હવે જરુરી બન્યું છે. જરનેલસીંગના કિસ્સામાં દિલ્હી હાઇકોર્ટે નવેમ્બર મહીનામાં કેન્દ્ર સરકાર એપેક્ષ કોર્ટના ચુકાદા અને કેન્દ્ર સરકારને બઢતીમાં અને સરકારી નોકરીઓમાં અનામત પ્રથાના સંપૂર્ણ અમલ માટે તાકિદ કરી હતી.
ત્રણ મહિનામાં વર્ષો જુની આ ગુંચનો ઉકેલ ન પણ આવે એ માન્યું હતું. કોર્ટે અગાઉ મહારાષ્ટ્ર, ત્રિપુરા અને અન્ય રાજયોને યથાવત સ્થિતિ જાળવવા જણાવીને કહ્યું હતું કે આ મામલે તત્વરીત ઉકેલ શકય નથી ૧પમી ઓકટોમ્બરે થનારી અંતિમ સુનાવણી સુધી સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓ બઢતીનો અનામતની જોગવાઇઓ માટે હાલ રુક જાવનો આદેશ આપ્યો છે.