રેલવે સ્ટેશન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ ટ્રેનને આપી લીલીઝંડી ટ્રેનને આવકારવાનાં કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો પણ જોડાયા
રાજકોટના જંકશન રેલ્વે સ્ટેશને મતદાર જાગૃતિના સંદેશા સાથે આવેલ ઓખા ગૌવહાટી એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત ડો.રાહુલ ગુપ્તા સહિતના મહાનુભાવો તેમજ
પ્રયાસ સંસ્થાના ૧૬ દિવ્યાંગ બાળકોએ મતદાનના બેનર સાથે આ ટ્રેનનું સ્વાગત કર્યુ હતું. ફિઝિકલ હેન્ડીકેપ્ટ સૌરભ ગઢવીએ ડ્રમ વગાડી ટ્રેનના મતદાર જાગૃતિના સંદેશને બિરદાવ્યો હતો. કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા ટ્રેનને મતદાર જાગૃતિના સંદેશા સાથેની ઝંડી આપી પ્રસ્થાન કરાવાઇ હતી.
આ પ્રસંગે એ.ડી.આર.એમ. એસ.એસ.યાદવ, સિનિયર ડી.સી.એમ. રવિન્દ્ વાસ્તવ, આસી.કોમર્સિયલ મેનેજર અસ્લમ શેખ,સ્ટેશન ડાયરેકટર મહેન્દ્રસિંહ, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલ, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય, સ્વીપાના પ્રીતી વ્યાસ, આર.જે.ઇશિતા, પ્રયાસ સંસ્થાના પૂજા પટેલ અને ભાસ્કર પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
ચૂંટણી આનંદ, ઉલ્લાસ અને સ્વતંત્રતાનો પર્વ: ડો. રાહુલ ગુપ્તા
અબતક સાથેની વાતચીતમાં કલેકટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં તા.૨૩ એપ્રીલના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. ત્યારે સીસ્ટમેટીંક વોટ, એજયુકેશન અને એનરોલમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઓખાથી ગૌહાટી જતી ટ્રેન મારફત મતદાન જાગૃતીનોસંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. આજરોજ આ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશને આવી પહોચતા તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. ટ્રેનનમાં વિવિધ સ્ટીકર મ્યુઝીક બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ચૂંટણી આનંદ, ઉલ્લાસ અને સ્વતંત્રતાનો પર્વ છે ત્યારે લોકો અવશ્કય પણે મતદાન કરીને દેશના આ તહેવારને દીપવે તેવા શુભ આશયથી હાલ મતદાર જાગૃતીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.