ચોકીદારથી આતંકીઓમાં ડર પેસી ગયો છે કે એક ભૂલ પણ ભારે પડશે: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના અહમદનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, રિમોટથી ચાલતી સરકારમાં રોજ કૌભાંડ થતા હતા. હવે તમારે નક્કી કરવાનું છે કે, તમારે ઈમાનદાર ચોકીદાર જોઈએ છે કે ભ્રષ્ટાચારી નામદાર. મોદી આજે કેરળ અને કર્ણાટકમાં પણ ચૂંટણી સભા કરવાના છે.
આતંકીઓ હવે ડરવા લાગ્યા છે: મોદીએ કહ્યું કે, દુનિયાએ ભારતમાં છેલ્લા ૫ વર્ષમાં જનભાગીદારીથીચાલતી એક મજબૂત નિર્ણય લઈ શકે તેવી સરકાર જોઈ છે. તે પહેલાં ૧૦ વર્ષ સુધી રિમોટથી ચાલતી સરકારમાં રોજ કોઈક નવા કૌભાંડ થતા હતા. આજે દુનિયા ભારતને મહાશક્તિના સ્વરૂપમાં જોઈ રહી છે.
તમારે નક્કી કરવાનું છે કે, ઈમાનદાર ચોકીદાર ચાલશે કે ભ્રષ્ટાચારી નામદાર. હિન્દુસ્તાનના હીરો ચાલશે કે પાકિસ્તાનની ભલામણ કરતાં લોકો. આ ચોકીદાર તેમને પાતાળમાંથી પણ શોધી કાઢસે અને તેમને સજા આપશે. આ ચોકીદારથી આતંકીઓમાં ડર પેસી ગયો છે કે તેમની એક ભૂલ પણ તેમને ભારે પડશે.
એનસીપીની મહામિલાવટ અને એનડીએના બુલંદ ઈરાદા: કોંગ્રેસની એનસીપી સરકારમાં ક્યારેક મુંબઈમાં બ્લાસ્ટ થયા તો ક્યારેક પુણેમાં, ક્યારેક ટ્રેનમાં અને બસોમાં બ્લાસ્ટ થતા હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં આ બ્લાસ્ટ બંધ થઈગયા છે. આજે એક તરફ કોંગ્રેસ-એનસીપીના બોગસ વાયદાઓ છે અને બીજી બાજુ એનડીએના બુલંદ ઈરાદા છે. કોંગ્રેસ અને એનસીપી એવા લોકોની સાથે ઉભા છે જે કહી રહ્યા છે કે, જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરી દો અને ત્યાં અલગ વડાપ્રધાન હોવા જોઈએ. મને કોંગ્રેસ પાસે કોઈ આશા નથી કારણકે આ બધી તેમની જ પેદાશ છે. પરંતુ શરદ રાવ કેમ ચૂપ છે?