આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વે ઢોક્રા આર્ટના પુરાવાઓ હડપ્પા અને મોંહેજો દારો સંસ્કૃતિમાં પણ જોવા મળે છે
છતીસગઢના કોંડાગામમાં સચવાયેલી છે વિશ્ર્વની સૌથી જુની ઢોક્રા આર્ટ કલા. ઢોક્રા એક મેટલ આર્ટ છે. બસ્તર નામના એક ગામડામાં રહેતા મોટાભાગના લોકો આ કલા સાથે જોડાયેલા છે. આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વે ઢોક્રા આર્ટના પુરાવાઓ હડપ્પા અને મોહેંજો દારો સંસ્કૃતિમાં પણ જોવા મળે છે. આ આર્ટફોર્મ તૈયાર કરવાની બે રીત છે. મેટલ કાસ્ટિંગ અને મીણની મદદથી બેલ મેટલની મદદથી મૂર્તિઓ બનાવવામાં આવે છે. કાળા રંગની કલાત્મક મૂર્તિઓ તો બધાએ જોઈ હશે પણ તે શેમાંથી તૈયાર થાય છે એ ખ્યાલ છે ? જોઈએ એક રીપોર્ટ
બ્રાંસ, નિકલ અને ઝિંકના મિશ્રણની સામગ્રીથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. હોલો કાસ્ટિંગ મેથડની મદદથી છતીસગઢના કલાકારો કલાત્મક મૂર્તિઓ તૈયાર કરે છે. ઢોક્રા આર્ટ આજે દુનિયાભરમાં જાણીતું છે. લંડન, પેરિસ અને ન્યુયોર્કના સંગ્રહાલયમોમાં આ પ્રકારની અનેક મૂર્તિઓ સ્થાન પામી છે. દરેક આર્ટની સાથે એક કહાની જોડાયેલી હોય છે. અહીંના કલાકારો માટીની મદદથી પણ મૂર્તિઓ બનાવે છે. માટીથી ઓઠું તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ મીણની મદદથી ડિઝાઈન અને પેટન્ટ તૈયાર થાય છે ત્યારબાદ તેના પર વધુ એક માટીનું લેયર તૈયાર થાય છે. પછી તેને સુકવવા માટે મુકાય છે.
આ પ્રક્રિયા થયા બાદ જે રીતે ઈંટ પકવવામાં આવે છે તેમ મૂર્તિઓ પણ ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગરમ વરાળ મળી રહે એ રીતે મુકવામાં આવે છે. ગરમીને કારણે મીણ પીગળી જાય છે અને જે તે આકાર ધારણ કરી લે છે. બસ્તર ગામમાં આ રીતે મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. ઢોક્રા આર્ટની દરેક વસ્તુઓ એકદમ યુનિક હોય છે. જોકે, તેને બનાવવું ખુબ કઠિન હોય છે. ઢક્રા આર્ટફોર્મની કોઈ પ્રતિમા તૈયાર થતા ઓછામાં ઓછા ૬ થી ૮ મહિનાનો સમય લાગે છે.