સુરત જિલ્લા ચુંટણી અધિકારીને વાઘાણીના નિવેદન અંગે રિપોર્ટ આપવા ચૂંટણીપંચની તાકિદ
ચુંટણી દરમિયાન રાજકીય નેતાઓ દ્વારા વિવિધ કેમ્પેઈનો અને સંબોધનો કરવામાં આવતા હોય છે ત્યારે વિપક્ષો કે અન્ય રાજનેતાઓ વિશે કોઈપણ અયોગ્ય શબ્દપ્રયોગ કરવાથી તેઓ વિવાદમાં ફસાતા હોય છે ત્યારે ભાજપના પ્રેસીડેન્ટ જીતુ વાઘાણી પણ કોંગ્રેસ વિશે ઘસાતું બોલતા વિવાદના વંટોળમાં ફસાયા છે અને તેની સામે ચુંટણીપંચે તપાસના આદેશો પણ આપ્યા છે. ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિપક્ષને ટાર્ગેટ બનાવતા અરાજકતા અને અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો.
સુરત લોકસભાની બેઠકના ભાજપી ઉમેદવાર દર્શન જરદોશ માટે રવિવારે ચુંટણી પ્રચાર દરમિયાન વાઘાણીએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ નફરત અને અરાજકતા બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેણે દાવો કર્યો હતો કે તેને શહેરમાં અથવા અન્ય રાજયમાં જીતવાની કોઈ તક નથી. શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુંટણી યોજવાની મંજુરી આપો અને લોકોને તેને યોગ્ય લાગતા ઉમેદવારોને મત આપવા દયો. વધુમાં તેણે કહ્યું કે જો કોંગ્રેસ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેને અમે સુરતની બહાર ફેંકી દેશું.
હું સુરતના લોકોને કહેવા માંગીશ કે કોંગ્રેસના ઈરાદા સારા નથી. તેઓ લોકોને ત્રાસ આપવા માંગે છે માટે ઈવીએમ પર કમળના ચિહનને દબાવી ભાજપને બહુમતી સાથે જીતાડવા જીતુ વાઘાણીએ અપીલ કરી હતી. તદઉપરાંત વાઘાણીએ હિટ આપતા કહ્યું હતું કે, તેણે ૧૯૯૩માં સુરત બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલ કોંગ્રેસ સરકારના મહંમદ સુરતી તરફ ઈશારો કર્યો હતો. વલસાડમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાઘાણીએ કહ્યું કે તેણે મહંમદ સુરતી સતા દરમિયાન પણ કહ્યું હતું કે, શું મહંમદ સુરતી દેશભકત છે ? અને કોંગ્રેસ હંમેશા લઘુમતી સમાજ તરફ આંગણી ચીંધી છે. હું કોંગ્રેસને કહેવા માંગીશ કે લઘુમતી સમાજ પણ દેશભકિત છે પરંતુ ભારત વિશે અવળુ બોલનાર કે અયોગ્ય કરનારને ભાજપ સહન કરશે નહીં. ભારત વિવિધ ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય છે પરંતુ જ્ઞાતીવાદ, જાતીવાદને સદન કરવામાં નહીં આવે.
રાજયમાં ૨૬ સીટો માટે મતદાનના પ્રથમ તબકકાની શરૂઆત ૨૩મી એપ્રીલે તો પરીણામો ૨૩મી મેએ થનાર છે ત્યારે કોંગ્રેસ વિશે ઘસાતું બોલનાર જીતી વાઘાણી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ચુંટણીપંચની નજરે ચડયા છે.