રાજુલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ ત્રિદિવસીય જીવન જીવવાની કળા વિષય પર વ્યાખ્યાનના આજના પ્રથમ દિવસે બીએપીએસના જનમંગલસ્વામી દ્વારા ખુબ જ સુંદર અને પોતાની આગવી શૈલીમાં લોકોને જીવન જીવવાની શીખ આપેલ તેમણે પોતાના વકતવ્ય દરમ્યાન લોકો પૈસા કમાવવા ગાંડા બન્યા છે. તેમણે જણાવેલ કે, પૈસાથી ટીવી સેટ, સોફાસેટ વસાવી શકાય છે પરંતુ આ બધુ કરવામાં પોતે અપસેટ થઈ જાય છે. પૈસાથી સગવડો જરૂર મળે છે પરંતુ સાચું સુખ મળતું નથી. સાચા સુખ માટે લોકોમાં સદગુણો જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સદગુણો હતા જેથી દુનિયાભરના લોકો તેમના દર્શને આવતા હતા.

IMG 20190408 215053636

પૂ.જનમંગલ સ્વામી દ્વારા દાખલાઓ સાથે જણાવેલ હતું કે, માઈકલ જેકશન કે તેની જેવા બીજા કેટલાય લોકો ૨-૪ કલાકમાં જ લાખો, કરોડો કમાતા હોવા છતાં તેઓ જીવનમાં અપસેટ હોવાથી પોતાની બંધુકથી આપઘાત કરવો પડયો હતો. આમ પૈસાથી સાચુ સુખ નથી મળતું સાચુ સુખ તો ભગવાનના ચરણોમાં અને હરી સ્મરણમાં જ મળે છે. જેથી કામધંધો કરવાની સાથે હરી સ્મરણ પણ કરવું જરૂરી છે. આ ત્રિદિવસીય વ્યાખ્યાનને શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં હરિભકતો જોડાયેલ હતા અને શ્રવણનો લાભ લીધેલ હતો. આશરે ૧૦૦૦થી વધુ પુરુષો અને મહિલાઓએ લાભ લીધેલ હતો. આ વ્યાખ્યાનના આયોજનમાં સાધુ ભકિત નયનદાસ (મહુવા) સાધુ વિનમ્રમુનિદાસ (મહુવા) સાધુ સરલમૂર્તિદાસ તથા રાજુલા સત્સંગ મંડળ દ્વારા સહયોગ કરવામાં આવેલ હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.