ગત પાંચ વર્ષમાં ટેકસથી લઈ જીડીપીનાં દરમાં ૨૦૦ પોઈન્ટનો જોવા મળ્યો વધારો
આશરે ૯૦ કરોડ ભારતીયો આવતીકાલ એટલે કે ૧૧ એપ્રીલથી લોકસભા ચુંટણીનો પ્રથમ તબકકા માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે તે પૂર્વે એનડીએ કે યુપીએની સતામાં કયાં અને કેટલા લેખા-જોખા છે તે એક અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર એનડીએ યુપીએ કરતા વધુ મજબુત હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો એનડીએ ૨૦૧૪થી ૨૦૧૯ જયારે મનમોહનસિંહની યુપીએ સરકારની બીજી ટર્મ કે જે ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી રહી હતી તેમાં કયાં અને કેટલા કામો કરવામાં આવ્યા અને દેશની આર્થિક સ્થિતિ ઉપર તેની શું અસર પડી તે સામે આવી રહ્યું છે.
જીડીપી:જીડીપીની વાત કરવામાં આવે તો યુપીએ તેની બીજી ટર્મમાં જીડીપી ઉપર ઘણી ખરી યોજનાઓ ઘડી હતી પરંતુ તેની નાણાકીય પોલીસી ઉપયોગી સાબિત ન થતાં યુપીએ વખત જીડીપીનો દર નજીવો રહ્યો હતો જયારે એનડીએ સરકાર પણ જીડીપીમાં વધારે કરવા માટે પૂર્ણત: પ્રયત્નશીલ રહી હતી પરંતુ નોટબંધી અને જીએસટીને લાવ્યા બાદ જીડીપી દરમાં અનેક અંશે ઘટાડો પણ જોવા મળ્યો હતો. ટુંકમાં કહી શકાય કે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ એટલે કે જીડીપીના દરમાં વધારો કરવા માટે એનડીએ હોય કે યુપીએ તે પૂર્ણત: સક્ષમ અને સફળ નિવડી ન હતી. ત્યારે આવનારા દિવસોમાં ઓર્ગેનાઈઝડ સેકટરના વિકાસ માટે અને ભારતીય અર્થતંત્રને મજબુત કરવા જે કોઈ પક્ષ સતામાં આવશે તે જીડીપીના દરને વધારવા માટેની કાર્યવાહી હાથ ધરશે. ટેકસથી લઈ જીડીપીના દરમાં ૨૦૦ અંકનો વધારો ગત પાંચ વર્ષમાં જોવા મળ્યો છે. જેમાં કરદાતાઓ દ્વારા તેમના રીટર્ન ફાઈલ કરવાના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે.
કેપીટલ એકસપેન્ડીચર:મોદી સરકારના પ્રથમ બે વર્ષમાં કેપીટલ એકસપેન્ડીચરનો વેગ વધુ રહ્યો હતો જે ગત વર્ષમાં ગતિ પર ઘટાડો પણ જોવા મળ્યો હતો ત્યારે કહેવામાં આવે છે કે, એનડીએ સરકાર એકસ્ટ્રા બજેટરી રીસોર્સ ઉપર વધુને વધુ ભાર મુકી રહ્યું છે ત્યારે યુપીએ સરકારના નાણાકીય વર્ષ ૨૦૧૪માં કેપીટલ એકસપેન્ડીચર ૩ ટ્રીલીયન રહ્યું હતું કે, જે એનડીએ સરકારમાં નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૬ ટ્રીલીયન રહેવાની સંભાવના છે.
ડિવિડન્ડ અને ડિસ ઈન્વેસ્ટમેન્ટ:એનડીએ સરકાર દ્વારા અને નરેન્દ્ર મોદીની સુઝ-બુઝથી ડિવિડન્ડ અને ડિસ ઈન્વેસ્ટમેન્ટને લઈ તેમનો નિર્દેશ ખુબ જ સ્પષ્ટ રહ્યો હતો. સરકાર ડિવિડન્ડ રીસીપટ ઉપર વધુને વધુ મદાર રાખી રહી છે. આ પોલીસી યુપીએ સરકાર વખતે ઘોષિત કરવામાં આવી હતી પરંતુ તેમાં તે સફળ ન નિવડતા એનડીએ સરકાર દ્વારા આ પોલીસીને ખુબ ચોકસાઈ અને સુઝ બુઝ પૂર્વક ઉપયોગમાં લેવામાં આવી છે ત્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સરપ્લસ ટ્રાન્સફર પોલીસીને પણ એનડીએ સરકારે ખુબ જ બારીકાઈથી જોઈ રહ્યું છે જેથી કહી શકાય કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે જે ઈનટ્રીમ ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું તે ૧૦,૦૦૦ કરોડનું હતું જયારે નાણાકીય વર્ષ ૧૯ માટે ઈનટ્રીમ ડિવિડન્ડ ૨૮,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું હતું. જયારે ડિસ ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે એનડીએ દ્વારા શેર બાયબેક અને કેન્દ્રના પીએસયુમાંથી ૭૪૭૨ કરોડ રૂપિયા લેવાયા હતા. જયારે યુપીએની બીજી ટર્મમાં ૬૫,૬૯૮ કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા એટલે કયાંકને કયાંક ડિસ ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે યુપીએ કરતા એનડીએનું પલડુ ભારી જોવા મળી રહ્યું છે.
સબસીડી:૨૦૧૭-૧૮ના રીવાઈઝડ એસ્ટીમેન્ટના આધારે ફુડ સબસીડીમાં ૧ લાખ કરોડથી ઘટીને ૪૦ હજાર કરોડ રહેવા પામ્યું હતું. જયારે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૧૮માં રીવાઈઝડ એસ્ટીમેન્ટ અનુસાર ૧.૪ લાખ કરોડની સબસીડી મળી હતી જયારે તે ૭૨ કરોડ મળવા પાત્રનો અંદાજો રહ્યો હતો. જયારે નાણાકીય વર્ષ ૧૯માં ૧.૯૬ લાખ કરોડ રહ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર એફસીઆઈ દ્વારા લેવામાં આવેલા આ નાણા સરકાર દ્વારા મોડુ ચુકવણું માટે માનવામાં આવી છે.
ફૂગાવો:એનડીએ સરકારમાં ખરીફ પાકનાં ઉત્પાદન માટે એક રેકોર્ડ સર્જાયો છે જેમાં ફુડ પ્રાઈઝમાં ૨૦૧૭-૧૮માં ખુબ જ વધુ ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે યુપીએ સરકારની વાત કરવામાં આવે તો ભારતીય ઈતિહાસમાં ૨૦૦૯ની સાલમાં દક્ષિણ પશ્ર્ચિમી ચોમાસાનાં કારણે ૨૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે કહી શકાય કે યુપીએ સરકાર અછતમાંથી તેઓએ તેમનું ગાડુ ચલાવવાનું હતું જયારે એનડીએ એકસેસીસ એટલે કે વધુ પ્રમાણમાં ચીજ-વસ્તુઓમાં તેઓએ તેમનું ગાડુ ચલાવવાનું રહ્યું છે તેમ એલારા કેપીટલ દ્વારા માહિતી મળી છે. ફુડ ઈનફલેશન જે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલી ફુડ મેનેજમેન્ટ પોલીસી અન્વયે ફુડ પ્રોડકશનમાં વધારો ત્યારબાદ આયાત કે જે નાણાકીય વર્ષ-૧૮માં ફુડ ઈનફલેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
મીનીમમ સપોર્ટ પ્રાઈઝ:૨૦૧૮ના ખરીફ પાકમાં જે ૨૪ ટકાનો વધારો જે મીનીમમ સપોર્ટ પ્રાઈઝમાં જોવા મળ્યો હતો તેનાથી ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવમાં અનેકવિધ પ્રકારે તફાવત જોવા મળી રહ્યો હતો. એનડીએ સરકારમાં દિન-પ્રતિદિન એમએસપીના દર હોલસેલ ભાવે ખુબ જ ઘટતા જોવા મળ્યા હતા ત્યારે હોલસેલ માર્કેટ ઉપર એમએસપીની અસર ખુબ જ વધુ જોવા મળી રહી છે.
હાઈવે:એનડીએ સરકાર માટે રોડ કનેકટીવીટી તે એક પ્રમુખ મુદ્દો રહ્યો છે. ૨૦૧૭-૧૮માં ૧,૨૦,૫૪૩ કિલોમીટરનો નેશનલ હાઈવે નેટવર્ક એકસપાન્ડ એટલે કે વિસ્તૃત કરવામાં આવ્યો હતો કે જે ૨૦૧૩-૧૪માં ૯૨,૮૫૧ કિલોમીટરનો રહ્યો હતો ત્યારે ૨૦૧૩-૧૪માં પ્રતિ દિવસ હાઈવે કંટ્રક્સન માત્ર ૧૨ કિલોમીટરનો જ રહ્યો હતો. જયારે એનડીએ સરકારમાં ૨૦૧૭-૧૮માં પ્રતિ દિવસ ૨૭ કિલોમીટરના હાઈવેનું કામ કરવામાં આવતું હતું ત્યારે નાણાકીય વર્ષ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો જીડીપી ઉપર ૦.૪૨ ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો જે નાણાકીય વર્ષ ૨૦૧૪માં ૦.૨૫ ટકા રહ્યો હતો.
ગ્રામ્ય મુદાઓ:એનડીએ સરકારમાં ‚રલ ડેવલોપમેન્ટ મીનીસ્ટ્રી ખુબ જ વેગ પકડયો છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, સ્વચ્છ ભારત, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કે જે મુખ્ય યોજનાઓ કેન્દ્ર સરકારની રહી છે જેનાથી ગ્રામ્ય વિસ્તારોને સતાવતા અનેકવિધ મુદાઓ પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યો છે. હાલના તબકકાની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં ૫૬ ટકા ગામડાઓ રોડ સાથે કનેકટ કરવામાં આવ્યા હતા જયારે હાલ ૮૨ ટકા ગામડાઓને રોડ સાથે જોડી દેવામાં આવ્યા છે ત્યારે એનડીએ સરકાર માટે આ એક વિશેષ અને મહત્વપૂર્ણ જીત પણ માનવામાં આવી રહી છે.
કાલે પ્રથમ તબક્કામાં ૨૦ રાજયોની ૯૧ બેઠક માટે મતદાન
પ્રથમ તબકકાનું મતદાન આવતીકાલ એટલે કે ૧૧ એપ્રીલથી શરૂ થશે. જેમાં રાજયોની ૯૧ લોકસભા બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મંગળવાર મોડી સાંજથી આ રાજયોમાં ચુંટણી પ્રચાર અટકી ગયો છે. ૧૭મી લોકસભા માટે દેશમાં ૭ તબકકામાં મતદાન થવાનું છે. જેમાં પ્રથમ તબકકામાં ૧૨૭૯ ઉમેદવાર મેદાનમાં છે. આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને સિકિકમમાં પણ વિધાનસભા ચુંટણી માટે મતદાન થશે. જેમાં કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી નાગપુરથી ચુંટણી લડી રહ્યા છે. જયારે જનરલ વી.કે.સિંગ, અસાઉદીન ઓવેશી, અજીતસિંહ સહિતના નામાંકિત રાજકારણીઓનું ભવિષ્ય આવતીકાલે ઈવીએમમાં સીલ થશે ત્યારે આ વખતની ૨૦૧૯ની લોકસભાની ચુંટણી ખુબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બની રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. કારણકે આ વખતની લોકસભાની ચુંટણી ગઠબંધનના ગણિત ઉપર યોજાવાની હોય તેવું પણ લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ ગઠબંધન કરે તે પૂર્વે ભાજપ પક્ષ દ્વારા તેના સાથીદારો સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું એટલે કયાંકને કયાંક ભાજપ ગઠબંધનના ગણિતમાં અવ્વલ નંબરે રહ્યું છે જયારે કોંગ્રેસને ગ્રેસીંગમાં પણ ફાફા પડી રહ્યા છે.