કોંગ્રેસના અથાગ પ્રયત્નો છતા યુપીએને માત્ર ૧૧૫ બેઠકો મળવાની, ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના ગઠ્ઠબંધનને ફાયદા સાથે ૨૭ બેઠકો મળવાનો ટાઈમ્સ નાવ-વીએમઆરના ચૂંટણી પહેલાના સર્વેનું તારણ
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલા તાજેતરમાં આવેલા સર્વેમાં દેશમાં ફરીથી મોદી સરકાર રચાઈ તેવી સંભાવના વ્યકત કરાય છે. આ ચૂંટણીમાં લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી એનડીએને ૨૭૯ બેઠકો મળવાનો વર્તારો અપાયો છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૮૩ અને તેના સહયોગી પક્ષોને ૫૩ બેઠકો મળી હતી જેથી, એનડીએને મળેલી ૨૨૬ બેઠકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાગ્રહણ કરી હતી. આ ચૂંટણીમાં એનડીએની બેઠકો ઓછી થવાની સંભાવના વ્યકત થઈ છે. પરંતુ, એનડીએ પાતળી બહુમતી સાથે ફરી સત્તા મેળવશે અને દેશમાં ફરીથી મોદી સરકાર રચાશે તેવો મત આ સર્વેમાં વ્યકત કરાયો છે.
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અને ૧૧મી એપ્રીલે યોજાનારી ચૂંટણીના પહેલા તબકકા પહેલા ટાઈમ્સ નાવ અને વીએમઆર દ્વારા મતદારોના થયેલા સર્વેની વિગતો જાહેર કરાવી છે. ૨૨ માર્ચથી ૪ એપ્રીલ ૨૦૧૯ વચ્ચે થયેલા આ સર્વેમાં દેશભરનાં ૧૪,૩૦૦ મતદારોને આવરી લેવાયા હતા. આ સર્વેની જાહેર કરાયેલી વિગતો મુજબ લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ભાજપની આગેવાની વાળા એનડીએ મોરચાને ૨૭૯ બેઠકો મળવાની, કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ મોરચાને ૧૪૯ બેઠકો મળવાની જયારે, અન્યોને ૧૧૫ બેઠકો મળવાની સંભાવના આ સર્વેમાં વ્યકત કરવામાં આવી છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એનડીએને ૩૩૬ બેઠકો યુપીએને ૫૯ બેઠકો જયારે અન્યને ૧૪૮ બેઠકો મળી હતી.
આ સર્વેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને ટકકર આપવા ગઠ્ઠબંધન કરનારા સપા-બસપાને ફાયદો થવાની શકયતા વ્યક્ત થઈ છે. ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી સપા બસપા ગઠ્ઠબંધનને ૨૭ બેઠકો એનડીએને ૫૦ બેઠકો જયારે કોંગ્રેસને ૩ બેઠકો મળશે તેવું આ સર્વેમાં જણાવાયું છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ૨૧ બેઠકો મેળવીને ભારે સફળતા મેળવી હતી. તાજેતરમાં યોજાયેલી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજય વિધાનસભાની ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મ્હાત આપીને ત્રણેય રાજયોમાં સત્તા મેળવી હતી. આ રાજયોમાંના મધ્યપ્રદેશની ૨૯ બેઠકોમાંથી ભાજપને ૨૦ બેઠકો, જયારે રાજસ્થાનની ૨૫ બેઠકોમાથી ભાજપને ૧૮ બેઠકો મળવાની સંભાવના વ્યકત થઈ છે. જેથી આ બંને રાજયોમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં આ ચૂંટણીમાં ભાજપને ફાયદો થવાનું અને કોંગ્રેસને મધ્યપ્રદેશમાં ૯ બેઠકો જયારે રાજસ્થાનમાં ૭ બેઠકો મળવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
કોંગ્રેસ શાસીત છત્તીસગઢ રાજયની ૧૧ બેઠકોમાંથી યુપીએને ૮ બેઠકો જયારે એનડીએને ૩ બેઠકો મળવાની સંભાવના વ્યકત કરાય છે. હિન્દી પટ્ટના રાજયો ઉપરાંત ઓડીસા, મહારાષ્ટ્ર અને પશ્ર્ચિમ બંગાળમાં એનડીએને ફાયદો થવાની સંભાવના વ્યકત કરાય છે. જે મુજબ ઓડીસામાં એનડીએને ૧૨ બેઠકો જયારે સત્તાધારી પાર્ટી જનતાદળ બીજુને ૮ બેઠકો મળવાની મહારાષ્ટ્રમાં ૩૮ બેઠકો મળવાની શકયતા સેવવામાં આવી છે. તુણમુલના નેજા હેઠળ પશ્ર્ચિમ બંગાળમાં શાસન કરી રહેલી મમતાદીદીને પછાડવા ભાજપે કરેલી મહેનત રંગ લાવતી હોય તેમ અહીની ૪૦ બેઠકોમાંથી એનડીએને ૯ બેઠકો જયારે તુણમુલને ૩૧ બેઠકો મળવાનીક સંભાવના વ્યકત કરવામાં આવી છે.
બિહારની ૪૦ બેઠકોમાંથી એનડીએને ૨૯ બેઠકો જયારે યુપીએને માત્ર ૧૧ બેઠકો મળવાની શકયતા જોવાઈ રહી છે. કોંગ્રેસ અને જેડીએસે શાસીતે કર્ણાટકમાં પણ એનડીએને ફાયદો થતો હોય તેમ ૧૬ બેઠકો જયારે કોંગ્રેસ જેડીએસને માત્ર ૧૨ બેઠકો મળવાની સંભાવન સેવાય રહી છે. આંધપ્રદેશ અને તેલગાંણામાં એનડીએ અને યુપીએનો આ ચૂંટણી ગજ નહીવત વાગવાની સંભાવના વ્યકત કરાય છે.
આંધ્રપ્રદેશની ૨૫ બેઠકોમાંથી જગમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ ૨૦ બેઠકો જયારે સતાધારી ટીડીપી કોંગ્રેસના ગઠ્ઠબંધનને માત્ર ૫ બેઠકો મળવાનો સર્વેમાં બહાર આવ્યું છે. તેવી જ રીતે તેલગાણાંની ૧૭ બેઠકોમાંથી મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની ટીઆરએસને ૧૪ બેઠકો મળવાની તેવી જ રીતે કેરળની ૨૦ બેઠકોમાંથી સત્તાધારી ડાબેરી પક્ષોને ૨ બેઠકો જયારે યુપીએને ૧૭ બેઠકો મળવાની સંભાવના આ સર્વેમાં વ્યકત કરાયી છે.
તમિલનાડુની ૩૯ બેઠકોમાંથી ડીએમકેની આગેવાની વાળા યુપીએ મોરચાને ૩૩ બેઠકો જયારે સત્તાધારી એઆઈડીએમકેની આગેવાની વાળા એનડીએ મોરચાને ૬ બેઠકો મળવાની સંભાવના વ્યકત થઈ છે. આસામમાં એનડીએને ૮ બેઠકો જયારે યુપીએને ૪ બેઠકો પંજાબમાં યુપીએને ૧૧ બેઠકો જયારે એનડીએને ૨ બેઠકો, હરીયાણામાં એનડીએને ૮ બેઠકો જયારે યુપીએને ૨ બેઠકો, હિમાચલ પ્રદેશમાં એનડીએને ૩ બેઠકો જયારે યુપીએને ૧ બેઠક ઉતરાખંડની તમામ પાંચેય બેઠકો એનડીએને મળવાની શકયતા આ સર્વેમાં વ્યકત થઈ છે. તેજ રીતે, દિલ્હીની તમામ ૭ બેઠકો પર એનડીએ વિજયી બનવાની જયારે જમ્મુ કાશ્મીરમાં એનડીએને ૨ બેઠકો જયારે નેશનલ કોન્ફરન્સને ૪ બેઠકો મળવાની સંભાવના સર્વેમાં વ્યકત કરવામાં આવી છે