ચૂંટણીએ ૧૦ લાખ ધ્રૃણા ફેલાવતા ફેસબુક ખાતાને બંધ કરાવ્યા
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબકકાને આડે માત્ર ગણતરીના જ દિવસો વધ્યા છે ત્યારે સોશ્યલ મીડિયાના વાયરલને વાયરસ બનતુ અટકાવવા ફેસબુકે માથાના દુ:ખાવા સમાન ફેક વિગતોને બંધ કરવા માટેની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગ‚પે ધ્રૃણા ફેલાવતા ૧૦ લાખ ફેસબુક એકાઉન્ટને બંધ કરી દેવાયા છે. ફેસબુકે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નીંગ જેવી ટેકનીક ટુલ્સના માધ્યમથી એક જ દિવસમાં ગેરલાયક સામગ્રી ધરાવતા એક મીલીયનથી પણ વધુ ફેસબુક ખાતાને એક જ દિવસમાં જડબેસલાક બંધ કર્યા છે.
લોકશાહીના મહાપર્વ માટે વિશ્વભરની નજર ભારત ઉપર છે અને ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારે સોશ્યલ મીડિયાનું બુમરેગ ‘બોમ્બ’ ન બને માટે ફેસબુકના મેનેજીંગ ડિરેકટર અજીત મોહને કહ્યું હતું કે, ભારતના ચૂંટણી પર્વની અખંડીતતા જાળવી રાખવા અમે કટીબદ્ધ છીએ અમે. સંસ્થાઓ સરકારી મંડળી અને સ્થાનિક નિષ્ણાંતોની પણ મદદ લઈ તમામ પ્રકારે મોનિટરીંગ કરી રહ્યાં છીએ.
આ પૂર્વે ફેસબુકે કહ્યું હતું કે, તેઓ ફેસબુક ઉપર અપલોડ કરવામાં આવતી દરેક વિગતોની ચકાસણી કરી રહ્યાં છે. ૧૮ મહિનાથી તેઓ ભારતની ચૂંટણીને લઈ કાર્યરત છે અને વૈશ્વિક અને સ્થાનિક ધોરણે ભારતમાં પણ વિવિધ ટીમ દ્વારા ફેસબુક ઉપરના વિવાદાસ્પદ તેમજ ગેરયોગ્ય જણાતા ખાતાને બંધ કરવા માટેની કસરત કરવામાં આવી રહી છે. આ પૂર્વ ફેસબુક રાજનૈતિક જાહેર ખબરોમાં પારદર્શકતા લાવવા માટે તેનુ ટુલ લોન્ચ કર્યું હતું.
આ ઉપરાંત ચૂંટણીના ઉમેદવારો તેમજ રાજકીય નેતાઓ સાથે લોકો કઈ રીતે કનેકટ થઈ શકે તેના માટે પણ નવા ફીચર્સ જોડવામાં આવ્યા હતા. જેમાં ‘કેન્ડી ડેટ કનેકટ’એ વિવિધ ઉમેદવારો વિશે જાણી મતદારો તેને સાચા લાગતા ઉમેદવારોને ચૂંટી શકે માટે તૈયાર કરાયું હતું.
અન્ય એક ફીચર ‘શેર યોર વોટ’ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેસબુક કહ્યું હતું કે, આર્ટીફીશીયલ ઈન્ટેલેજન્સીના માધ્યમમાં વિવાદાસ્પદ ફેસબુક એકાઉન્ટોને શોધવામાં તેમજ તેને હટાવવામાં મદદ મળી અને ફેસબુક યુઝરોને સરળતા રહે માટે ૨૪ નવી ભાષાઓનો સપોર્ટ મળી રહેશે. જેમાં માત્ર ૧૬ ભાષાઓનો ભારતીય યુઝરો માટે ઉપયોગી બનશે. ગત સપ્તાહમાં ફેસબુકે તેની નીતિ વિરોધના ક્ધટેન્ટ ધરાવતા ૭૦૦થી વધુ ફેસબુક પેજને બંધ કર્યા હતા. ત્યારે હવે ફેક વિગતો માટે ફેસબુકે પોતાની બુક બંધ કરી દીધી છે.