મહાપાલિકાએ પણ પુરતો સહયોગ આપ્યો: દર રવિવારે વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન ચલાવવાનો નિર્ધાર
મહાપાલિકાના કમિશનર બંછાનિધિ દ્વારા રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો પર કચરો ફેંકવા તેમજ પ્રદુષિત કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. રાજકોટ શહેરનો જળાશય જેવા કે, ન્યારી ડેમ સાઈટ પર કચરો ફેંકવા તેમજ પ્રદુષિત કરવા પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં આવતા મુલાકાતીઓ, પ્રવાસીઓ, સહેલાણીઓ દ્વારા કચરો ફેંકેલો હોય કે નાળીયેર પધરાવેલ હોય કે ખંડિત મૂર્તિઓ પધરાવવામાં આવતી હોય જેથી આ જળાશયોને પ્રદુષિત થાય છે, તેને અટકાવવા માટે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા અને સ્મેશ બેડમિન્ટન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી ન્યારી ડેમ સાઈટ પર સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ હતી.
બેડમિન્ટનગ્રુપના હરસુખભાઈ રાજપરા અને તેમના સભ્યોએ ન્યારી ડેમની મુલાકાત લીધેલ હતી. ત્યારે તેમને અને તેમના સભ્યોએ સફાઈ કરવાનો નિર્ણય કરી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની મુલાકાત કરી ન્યારી ડેમ સાઈટ સફાઈ અભિયાન કરવાની ઈચ્છા વ્યક્ત કરેલ અને સાથે રાજકોટ મહાનગરપાલિકા તરફથી આ બાબતે સંપૂર્ણ સહયોગ આપવા જણાવેલ, તેથી મ્યુનિ. કમિશનર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ સાથે તેમની જરૂરી તમામ સહકાર જણાવેલ હતું.
ન્યારી ડેમ સાઈટ સ્વચ્છતા અભિયાનમાં સ્મેશ બેડમિન્ટન ગ્રુપ તેમજ અન્ય સભ્યો થઇ અંદાજીત કુલ ૭૦ જેટલા લોકો રવિવારની જાહેર રજામાં સ્વેચ્છાએ હાજર રહી ન્યારી ડેમ સાઈટ પર પ્લાસ્ટિક કચરો અને ખંડિત મૂર્તિઓ કલેક્ટ કરેલ હતી. આ અભિયાનમાં યુવા ભાઈ-બહેનો પણ જોડાયેલ હતા.
ન્યારી ડેમ સ્વચ્છતા અભિયાન મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અને માર્ગદર્શન હેઠળથી મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ક્વીક રિસ્પોન્સ ટીમ, ૮ સફાઈ કામદાર, ૨ સુપરવાઈઝર, ૧ સેનેટરી ઇન્સ્પેકટર, ૨ સેનેટરી સબ ઇન્સ્પેકટર, ૧૦૦ માસ્ક, ૧૦૦ ગ્લોઝ્ડ, ૧૦ તેમજ કચરો ભેગો કરવા જરૂરિયાત મુજબ ૧૦૦ બેગ અને ૨ વાહનો, એક કાર્ગો અને એક ટીપર ફાળવીને સહયોગ આપવામાં આવ્યો હતો.
સ્મેશ બેડમિન્ટન ગ્રુપ માંથી મુખ્યત્વે હરસુખભાઈ રાજપરા, ભાવિનભાઈ, નંદન, વિજય, કૈલેરા, વિમલ, ચંદ્રેશ, અમિત, મનીષ, હિતેશ, જયેશ વગેરે દ્વારા જહેમત ઉઠાવી આ સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ હતો.