વિદ્યાર્થીઓની હેલ્થને ધ્યાને રાખી એનએસયુઆઈના કાર્યકર્તાઓનું જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન
શહેરમાં તાપમાનનો પારો ઉંચકાયો હોય સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ તેમજ પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવા એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે. આજે રાજકોટની ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
એનએસયુઆઈની માંગ છે કે, સવારની શાળાઓ છે તેમાં ૧૧:૩૦ તમામ બાળકોને છોડવામાં આવે તેમજ તાત્કાલિકપણે તમામ શાળાઓને સુચના આપવામાં આવે કે શહેરમાં ઓરેન્જ એલર્ટ હોય તો વિદ્યાર્થીઓની હેલ્થને ધ્યાને રાખીને તાકીદે શાળાના સમયમાં ફેરફાર કરવા માટે માંગ કરાઈ છે. રાજકોટ શહેરના કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેને ધ્યાનમાં લઈને અમારી માંગ તાત્કાલિકપણે સ્વિકારવામાં આવે.
આ કાર્યક્રમમાં એનએસયુઆઈના આદિત્યસિંહ ગોહિલ, મુકુંદ ટાંક, હરપાલસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, નરેન્દ્ર સોલંકી, અર્ષિલભાઈ, કિશનભાઈ, રવિ જીતીયા, પાર્થ કાલરીયા, વિશુભા જાડેજા, અમિતભાઈ પટેલ, બોની પટેલ વગેરે એનએસયુઆઈ અને રાજકોટ યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.