નાગરિક બેન્કની રૈયા રોડ શાખાનું ગ્રાહક મિલન યોજાયુ
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની રૈયા રોડ શાખાનું ગ્રાહક મિલન બેન્કની હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે યોજાયેલ હતું અને તેમાં બહોળી સંખ્યામાં ગ્રાહકો-સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાખાનાં ખાતેદારોમાં વિવિધ કેટેગરીમાં અમિતભાઇ ત્રિવેદી, વિનુભાઇ ચાવડા, અમિતભાઇ નડીયાપરા, મનહરલાલ ઠાકર, પંકજભાઇ સોઢા, જીતભાઇ હિંડોચા, વિનુભાઇ પરમાર, આકાશભાઇ પારેખ, શાંતાબેન લોઢીયા, શશીકાંતભાઇ વોરા, હસમુખભાઇ ખાખી, પંકજભાઇ બુદ્ધદેવ, કિર્તીબેન ગોટેચા, વિરેન્દ્રભાઇ શાહ, અમૃતાબેન ડાભીને મહાનુભાવોનાં હસ્તે સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા.
બેન્કનાં ચેરમેન નલિનભાઇ વસાએ શાખાનાં સપના દિનની મંગલકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ‘અહીં આપે જોયું કે વિવિધ કેટેગરીનાં ગ્રાહકોનું સન્માન તેમનાં જ સન પર જઇ પદાધિકારીઓેએ ર્ક્યું. આ વાત નાની છે પરંતુ વિચાર મોટો છે. આ બેન્ક પોલીસી ડ્રીવન બેન્ક છે. બેન્કમાં દરેક માટે પોલીસી લાગુ પડે છે અને તેમાં દર્શાવ્યા મુજબ જ કાર્ય થાય છે. આપ જે બેન્ક સો સંકળાયેલા છો તે કેવી રીતે કાર્ય કરે છે, ભવન કેવું છે, તેની ખાસીયત જાણી આપ આનંદિત શો. આ ભવન સંપુર્ણપણે ગ્રીન બિલ્ડીંગ છે અને સ્વીચલેસ છે. આપણે સતત એ જ વિચાર કરીએ છીએ કે સમાજને વધુને વધુ કેમ ઉપયોગી બની શકીએ અને તે માટેના અનોખા કાર્યો કરીએ છીએ. બાળકોના બેન્ક ખાતા ખોલવાની સુવિધા છે. તેમને ચેકમાં સહી કરી ઉપાડ કરી શકે છે. આ સુવિધાી બાળકો બેન્કિંગ ગતિવિધિી પરિચિત શે. બેન્ક દ્વારા મહિલાઓને ધિરાણમાં નિયત વ્યાજદર કરતાં ૧ ટકા વિશેષ છૂટ આપવામાં આવે છે. બેન્ક દ્વારા ‘મન્ડે-નો કાર ડે’ દર સોમવારે બેન્કનાં સંચાલક મંડળના સદસ્યો-કર્મચારીઓ બેન્કની કે પોતાની કારનો વપરાશ કરતાં ની. વિવિધ પ્રવૃતિઓી
કી ખરા ર્અમાં ‘નાના માણસોની મોટી બેન્ક’ ચરિર્તા કરીએ છીએ.’
જીવણભાઇ પટેલે સામાજિક ઉત્તરદાયિત્વની વાત કરતાં જણાવ્યું હતું કે, ‘આપણી બેન્ક ફક્ત બેન્કિંગ જ નહિ પરંતુ સમાજ સેવાના અનેક કાર્યો કરે છે. અનેક જાહેર સુખાકારીનાં કાર્યોમાં બેન્કે યોગદાન આપ્યુ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં એન્જીનીયરીંગનાં ભણતરની એકપણ કોલેજ નહોતી ત્યારે આપણી બેન્કે પહેલ કરી, માતબર દાન આપી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ શરૂકરાવી. રાજકોટનાં રેસકોર્ષ-૨ ખાતે નિર્માણધીન અટલ સરોવરનાં નિર્માણમાં રૂ. ૫૧ લાખનું માતબર દાન આપ્યું. છેલ્લા ૨૩ વર્ષથી બાળકો માટે નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પ ચાલે છે. વિનોદ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, ‘આપણી બેન્ક સેવાભાવ સાથે કાર્ય કરે છે. ફક્ત ૫૯ સભાસદો અને રૂ. ૪૮૯૦/-ની શેર મૂડીથી શરૂ થયેલી બેન્કમાં અત્યારે ૨,૮૬,૨૫૬ સભાસદો છે. બેન્કનું એટીએમ કમ શોપીંગ કાર્ડ દેશભરનાં એટીએમ અને પીઓએસમાં સરળતાથી વપરાશ કરી શકાય છે. આપણી બેન્ક એન.ઇ.એફ.ટી.-આર.ટી.જી. એસ., સીટીએસમાં ડાયરેક્ટ મેમ્બરશીપ ધરાવે છે. મોબાઇલ બેન્કિંગ સુવિધાનો લાભ અસંખ્ય ખાતેદારો લે છે. આ તકે બાલાજી એસોસીએટ્સના અમિતભાઇ નડીયાપરાનું ચેરમેન-વાઇસ ચેરમેન-પ્રભારી ડિરેકટર અને કમીટી મેમ્બર્સ વિશેષ સન્માન ર્ક્યું હતું.
આ સમારોહમાં નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, હંસરાજભાઇ ગજેરા, અર્જુનભાઇ શિંગાળા, રાજશ્રીબેન જાની, કિર્તીદાબેન જાદવ, વિનોદ કુમાર શર્મા, રૈયા રોડ શાખા વિકાસ સમિતિમાંથી લલિતભાઇ વડેરીયા, પ્રશાંતભાઇ વાણી, જ્યોતિબેન ભટ્ટ, જયંતભાઇ ધોળકીયા, હસુભાઇ ચંદારાણા, ડો. એન. ડી. શિલુ, અતુલભાઇ પંડિત, ઉપરાંત અ‚ણભાઇ નિર્મલ, વિભાભાઇ મિયાત્રા, અરવિંદભાઇ સોજીત્રા, વિજયભાઇ કારીયા, વલ્લભભાઇ આંબલીયા, ટી. સી. વ્યાસ, ગિરીશભાઇ ભુત, રજનીકાંત રાયચુરા, મનીશભાઇ શેઠ, ખુમેશભાઇ ગોસાઇ, જયેશભાઇ છાટપાર, ભાવેશભાઇ રાજદેવ, તેજસભાઇ વ્યાસ, પ્રશાંતભાઇ રૂપારેલીયા, નયનભાઇ ટાંક, પ્રશાંતભાઇ અઘેડા, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા.