સંભવિત ૧૬ થી ૨૦ એપ્રિલ વચ્ચે ભારત પાડોશી દેશ પર હુમલો કરી શકે તેવી માહિતીથી પાક.ના સત્તાધીશોની તાત્કાલિક બેઠક
ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોના માહોલ વચ્ચે પાકિસ્તાન ભારત તરફથી સંભવિત હુમલાનો અપ્રચાર કરી વિશ્ર્વમાં જે અફવાઓનો માહોલ ઉભો કર્યો છે. તેની સામે ભારતે પાકના જુઠાણાઓને વખોડી કાઢ્યું હતુ પાકિસ્તાનની વિદેશ મંત્રી શાહમોહમ્મદ કુરેશીએ ગઈકાલે જણાવ્યુ હતુ કે તેમના દેશના આધારભૂત સુત્રો અને ગુપ્તચરના અહેવાલોમાં ભારત સંભવિત એપ્રીલની ૧૬ થી ૨૦ દરમિયાન પાડોશી દેશ પર હુમલો કરવાની ફિરાકમાં છે જોકે નવી દિલ્હી સતાવાળાઓએ પાકિસ્તાનના આ જુઠ્ઠાણાને બે જવાબદાર અને સરહદીય વિસ્તારોમાં નકામો ભય ફેલાવવાનું કૃત્ય ગણાવીને યુધ્ધ મેનીયામાંથી બહાર આવવા જણાવ્યું હતુ.
મુલતાનમાં પત્રકાર પરિષદ યોજીને ગઈકાલે વિદેશમંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ જણાવ્યું હતુ કે અમને દેશના ગુપ્તચર વિભાગમાંથી નિર્દેશ અપાયો છે કે ભારત પાકિસ્તાન સામે બીજા સૈન્યની તૈયારી કરી રહ્યું છે. યુધ્ધ જેવી સ્થિતિની નિર્માણ ૧૬ થી ૨૦ દરમિયાન થાય પાકિસ્તાન સામે ભારતે કાશ્મીરના પલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનની સંડોવણીને લઈને આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાના પાકિસ્તાને આ જુઠાણા ફેલાવવાનું નકકી કર્યુ છે.
ભારતે કુરેશીના નિવેદનને હળાહળ જુઠાણુ જણાવીને આ કૃત્યથી પાકિસ્તાનની યુધ્ધ મેનીયાની સ્થિતિ જગજાહેર થઈ હોવાનું જણાવી ભારતે પાકિસ્તાનને બંને દેશો વચ્ચેની સંભવિત સ્થિતિને વધુ દૂસ્કર ગણાવી લોકોમાં ભય ફેલાવવાનું કૃત્ય ગણાવ્યું હતુ. શાહ મોહમ્મદ કુરેશીએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે ભારત સીમાપારનાં આતંકવાદ સામે પગલા લેવામાં જ‚રી કાર્યવાહી થતી નથી કુરેશીએ આ નિવેદનક બાલાકોટ પર સર્જીકલ સ્ટ્રાઈક થયાબાદ બરાબર એક મહિના બાદ જારી કર્યું છે. હું મારી જવાબદારી પૂર્વક કહું છુ હું જાણુ છું કે મારો એકએક શબ્દ આંતરરાષ્ટ્રીય માધ્યમોમા હેડલાઈન બની શકે છે. ભારતની યોજનાઓ પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવવા માંગું છું.
વડાપ્રધાન ઈમરાનખાન દેશની નિતિ વિશ્ર્વ સમક્ષ ચોખ્ખી રાખવાનાં મતમાં છે. નવીદિલ્હીની આ તૈયારીની યુએનએસની આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ સચિવ તહેમીનાએ આ માહિતી પહોચાડી છે. શાહે જણાવ્યું હતુ કે જો ભારત કોઈપણ પગલુ ભરશે તો દક્ષિર એશિયાની સ્થિતિ સારી નહી રહે તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયને વાકેફ કર્યા હતા. કે કુરેશીએ આ વાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ભારત પર એફ.૧૬ વિમાન તોડી પાડયાની ઘટના બાદ ઉભા થયેલા તનાવના વાતાવરણ વચ્ચે ઉચ્ચારી છે. ત્યારે ભારતે પાકિસ્તાનને આ જુઠાણાને નબળી માનસીકતા ગણાવી ને તેને વખોડી કાઢી હતી.
આઝાદી કાળથી જ ભારત પરત્વે ઈર્ષામાં સતત બળતુ રહેતુ પાકિસ્તાન વારંવાર ભારત સામેના સંઘર્ષમાં પરાસ્ત થતુ રહે છે. પરંતુ કુતરાની પુછડી જેમ વર્ષો સુધી દાટી રાખો તો પણ સીધી ન થાય તેમ પાકિસ્તાન તેની હરકતો છોડતો નથી હવે પુલવામાં આત્મઘાતી હુમલા અને તેના પરએકશનમાં બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈકથી ભયભીત થઈ ઉઠેલ પાકિસ્તાન ભારતથી થરથર કાંપી રહ્યું છે. અને ખોટી કાગારોળ કરી રહ્યું છે.