ઈતિહાદ એરવેઝની સાથે ટાટા સન્સ અને અદાણી ગ્રુપ પણ જેટનીફલાઈટોને સંભાળશે
હાલ જેટ એરવેઝ ખુબ જ મોટુ આર્થિક સંકળામણ અનુભવી રહ્યું છે ત્યારે એ પ્રશ્ર્ન પણ ઉદભવિત થયો છે કે, જેટ એરવેઝની આવનારા સમયમાં કેવી હાલત થશે એ વાત પૂર્વે હાલ હવાઈ મુસાફરી પહેલાના સમયમાં એક લકઝરી માનવામાં આવી હતી પરંતુ તે હવે જરૂરીયાત બની ગઈ છે અને જયારે જેટ એરવેઝની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૦ વર્ષમાં હવાઈ મુસાફરી કરતા યાત્રિકોમાં જેટ એરવેઝમાં મુસાફરી કરવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે અનેકવિધ જેટ એરવેઝની ફલાઈટ ગ્રાઉન્ડેડ થતાં મુસાફરોમાં ઉહાપો મચી ગયો હતો પરંતુ જે સુધી બહાર આવ્યો નથી.
સરકારના ઈશારે જેટ એરવેઝને ધમધમતી રાખવા માટે બેંકો અને ઉધોગો મેદાને આવ્યા છે જેમાં જેટ એરવેઝને ફરી બેઠુ કરવા માટે તેનું નિયંત્રણ, વ્યવસ્થા અને જેટ એરવેઝનું જે દેણુ ઉભું થયું છે તેને કઈ રીતે નિવાડવું તે માટે બેંકો અને કોર્પોરેટ કંપનીઓ જેટ એરવેઝની વ્હારે સરકારના ઈશારે આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક સરકયુલર પણ બહાર પાડવામાં આવ્યું હતું કે જે દેણુ જેટ એરવેઝ દ્વારા ઉભુ થયું છે તેને કઈ રીતે નિવારી શકાશે. સાથો સાથ જેટ એરવેઝની અનેકવિધ ફલાઈટોને પણ ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવી છે. કારણકે તેઓના પાયલોટોને હજુ સુધી ૩ થી ૪ માસનું વેતન તેઓને મળ્યું નથી ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત અનેકવિધ પ્રાઈવેટ કંપની જેટ એરવેઝની વહારે આવી છે અને ટુંક સમયમાં જે ફરી ઉડાન ભરે તેવી સ્થિતિનું પણ નિર્માણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પહેલાના સમયમાં હવાઈ મુસાફરી એ રાજાશાહી જેવું ગણાતું પરંતુ હવે તે લોકોની જરૂરીયાત બની ગઈ છે ત્યારે જેટને પડતી મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર લાવવી તે માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહ્યું છે.