યુપીમાં સપા-બસપા સાથે ગઠ્ઠબંધન નહીં કરનારી કોંગ્રેસને ધાર્યા પરિણામ મળવાની
સંભાવના ન હોય, હવે ચૂંટણી બાદ ગઠ્ઠબંધન કરી સત્તા મેળવવાની આશા રાખી રહ્યું છે!
‘કુતરુ તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી’ જેવો ઘાટ
ગુજરાતીમાં કહેવત છે કે ‘કુતરો તાણે ગામ ભણી, શિયાળ તારે સીમ ભણી’ પરંતુ, આ કહેવતને હવે રાજકારણીઓ ખોટા પાડી રહ્યા છે. રાજકારણમાં કોઈ કાયમી મિત્ર હોતુ નથી. કોઈ કાયમી દુશ્મન હોતુ નથી અને માત્ર હિતો જ સર્વોપરી હોય છે. તે હકિકતને ઉત્તરપ્રદેશમાં સપા બસપા અને કોંગ્રેસ ખૂલ્લા પાડી રહ્યા છે. ચૂંટણી પહેલા મોદી સામે વિપક્ષી મહાગઠ્ઠબંધન કરવાની વાતો કરતા કોંગ્રેસ, સપા, બસપા, ઉત્તરપ્રદેમાં પોતાના રાજકીય સ્વાર્થને લઈને ભેગા થઈ શકયા નથી. જેથી લોકસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ, કોંગ્રેસ અને સપા બસપા, લોકદળના ગઠ્ઠબંધન વચ્ચે ત્રિપાંખીયો જંગ થઈ રહ્યો છે. ચૂંટણી પહેલા જ ગઠ્ઠબંધનના મુદે બેકફૂટમાં આવી ગયેલી કોંગ્રેસને હવે ચૂંટણીમાં ધારી સફળતાની આશા ન હોય ચૂંટણી બાદા પૂર્વ સાથી મિત્રોની મદદ મળવાનારી આશા વ્યકત કરી છે.
ગઈકાલે ઉત્તર પ્રદેશના સહારાનપૂરમાં સપા-બસપા-આરએલડી ગઠ્ઠબંધનની પ્રથમ સંયુકત ચૂંટણી સભામાં આ ત્રણેય પક્ષોના વડા અખિલેશ, માયાવતી અને અજીતસીંગે ભાજપની સાથે સાથે કોંગ્રેસ પર પણ આક્ષેપો કર્યા હતા. ભાજપ પર ધૃણાની રાજનીતિ કરવાના આક્ષેપ સાથે દેશમાં લાંબા સમય સુધી રાજ કરવા છતાં કોંગ્રેસ ગરીબી હટાવી ન શકયાનો આરોપ પણ આ નેતાઓએ કર્યો હતો. ભાજપ અને મોદી સામે ઉત્તરપ્રદેશમાં વિપક્ષી મહાગઠ્ઠબંધન ન થઈ શકવા મુદે કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા હતા. આમ ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ભાજપ સાથે કોંગ્રેસ પર આરોપો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના મહાંત્રી અને પશ્ર્ચિમમાં ઉત્તરપ્રદેશના પ્રભારી જયોતિરાદીય સિંધીયાએ ચૂંટણીમાં ભલે સપા-બસપા સાથે ગઠ્ઠબંધન ભલે શકય ન બન્યું પરંતુ ચૂંટણી બાદ તેમની સાથે ગઠ્ઠબંધન શકય બનશે તેવી આશા વ્યકત કરી છે. જેથી ગઠ્ઠબંધનના ગણીતમાં નિષ્ફળ નીવડેલુ કોંગ્રેસને હવે ચૂંટણી બાદ ગઠ્ઠબંધન બનાવવાની આશા સેવી રહ્યુ છે.
ઉત્તર પ્રદેશમાં મહાગઠ્ઠબંધનની સયુકત સભામાં માયાવતીએ ભાજપની સાથે સાથે કોંગ્રેસને પણ આડે હાથે લઈને રાજકીય રીતે ભારે આશ્ર્ચર્ય સર્જયુ છે. ગઈકાલેઉત્તર પ્રદેશના મહાગઠબંધનની સંયુકત સભામાં નેતાઓએ માત્ર ભાજપ પર જ નહી પરંતુ કોંગ્રેસ પર પણ પસતાળ પાડી અને કહ્યું હતુ કે કોંગ્ર
સા જીત માટે સંગઠ્ઠન ઈચ્છતુ નથી તે મતવિભાજનની રાજનીતિ આગામી ૧૧મીના રોજ પ્રથમ તબકકાનું મતદાન જયાં થના‚ છે તેવા સંવેદનશીલ ગણાતા સહારાનપૂર જિલ્લામાં કે જયાં ભાજપની સ્થિતિ મજબુત માનવામાં આવે છે. ત્યાં બહુજન સમાજપાર્ટીના માયાવતી, સપાના અખિલેશ યાદવ, રાજકીય લોકદળનાપ્રમુખ અજિતસિંહે સંયુકત રીતે સભા સંબોધી આ મહાગઠબંધન ભાજપને પડકાર‚પ નિવડશે એવું નિવેદન કર્યું હતુ. માયાવતીએ તેના સંબોધનમાં જણાવ્યું હતુ કે કોંગ્રેસ એકલા હાથે ભાજપને પરાસ્ત કરવા સક્ષમ નથી ભાજપ સામે મહાગઠબંધન જ લડી શકે. કોંગ્રેસે પણ આ વાત સમજી લેવી જોઈએ કે મહાગઠબંધન સિવાય વિજય શકય નથી પરંતુ તે માને છે કે અમે જીતીએ કે ન જીતીએ પરંતુ મહાગઠબંધન ન જીતવો જોઈએ કોંગ્રેસ ટિકીટો જાતીઓને ધર્મના નામે આપીને ભાજપનીવિચાર ધારાને સમર્થન આપ્યું છે. પશ્ર્ચિમ યુપી કે જયા દરેક સંપ્રદાયના લોકો રહે છે. સરહાનપૂર બરેલીમાં મોટી સંખ્યામાં મુસ્લીમોની વસ્તી છે. હું મુસ્લીમ સમાજને કહીશકે તમારા મતોનો વિભાજન ન કરો અને બસપા સપા અને આરએલડીના ગઠબંધનને મત આપો તેવી માયાવતીએ અપીલ કરી છે. બસપાના સુપ્રીમોએ એમ પણ કહ્યું હતકિ ભાજપ તેનો હવાઈ કિલ્લો જેવી જાહેરાતો અને યોજનાઓ પરિણામો સુધી જાહેરાતોમાં અબજો ‚પીયાનો ખર્ચ કરી ‚પીયાનો વ્યય કરશે જો ગરીબોના વિકાસ માટે એ પૈસો વપરાયો હોત તો? જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર ગરીબોના હિતકારી હોત તો તેમણે તે ચૂંટણી જાહેર થયા બાદ વિકાસ યોજનાઓની જાહેરાતન કરી હોત.
કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતુ કે શું તેને તક આપવામાં આવી ન હતી? ન્યાય યોજના ગરીબી હટાવવાનો કાયમી ઉકેલ નથી બસપા દરેક હાથને કામ આપવામાં માને છે. ઉત્તરપ્રદેશના પશ્ર્ચિમ ક્ષેત્રમાં આ ચૂંટણીમાં મુસ્લિમોના મતો નિર્ણાયક સાબીત થશે દેવબંધ, સરાહનપુર, દા‚લ ઉલુમ, આ વિસ્તારમાં મહત્વના પરિબળો છે. માયાવતીએ ભાજપ સરકાર પર સરકારી સંસ્થાઓનાં દૂરપયોગ પર પણ આક્ષેપ કર્યો હતો. તેમણષ કહ્યું હતુ કો પછાત અને લઘુમતીઓને ખૂબજ સહન કરવું પડે છે. માત્ર મોદીને હટાવવા જ પૂરતો નથી ઉતર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ દરવાજો બતાવી દેવાની જ‚ર છે. ભ્રષ્ટાચાર મુદે માયાવતીએ કોંગ્રેસ અને ભાજપને આડે હાથ લીધા હતા. માયાવતીએ જાહેર સભામાં ખેડુતોના હિત માટે સત્તા પરિવર્તનનં આહવાન કર્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંને એક જેવા હોવાનો અખિલે ૨૦૧૪માં અમે ચા વાળા પર ભરોસો કર્યો હતો ચૂંટણી વચનમાં કરોડોને રોજગારી અને ધણા વચનો આપ્યા હતા. હવે અમને ચોકીદાર પર ભરોસો કરવાનું કહેવામાં આવે છે. વે અમે દરેક ચોકીઓ પરથી ચોકીદારોને હટાવી દઈશુ.
ભાજપની ખેડુત વિરોધી નીતિ સામે સાવધ રહેવા જણાવી સિંઘે કહ્યું હતુ કે મોદી પોતાને ફકીર કહે છે. આપણેય તેમના જેવા ફકીર બની જઈએ આપણેય નવા સૂટ પહેરીએ દુનિયામાં ફરીએ અને જયારે જવાબદારીમાંથી છટકવાનું થાય ત્યારે હું ફકીર છું તેમ કહીને છટકી જાયશુ તમે આવી સરકાર રાખવા માંગો છો. કે લાત મારીને કાઢશો તેમ મેદનીને પુછયું હતુ. મોદીએ કહ્યું હતુ કે પંદર લાખ ‚પીયા ખાતામાં આવશે કોઈએ ખાતા ચેક કર્યા ભારતના વડાપ્રધાન ખોટુ બોલ્યા તે કયારેય સાચુ બોલતા જ નથી તેમના વડીલોએ તેમને કયારેય સાચુ બોલવાનું શિખવ્યું જ નથી.
મહાગઠબંધનની સભામાં માયાવતી, અખીલેશ યાદવ અને અજીતસિંઘે ભાજપ અને કોંગ્રેસને એક સરખા ગણાવીને મતદારોને પરિવર્તન માટે ગઠબંધન મોરચાને સમર્થન આપવા અપીલ કરી હતી,. આ મુદે પશ્ર્ચિમ ઉત્તરપ્રદેશના કોંગ્રેસના પ્રભારી જયોતિરાદિત્ય સિંધિયાએ પ્રથમ સભાને સંબોધન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગઠબંધનનો અવકાશ ખૂલ્લો છે. અને તેમણે કેન્દ્રમાંસત્તા પર આવવાનો આત્મવિશ્ર્વાસ પણ દર્શાવ્યો હતો.
સમાજવાદી અને બસપાની જોડાણની શકયતા અંગે તેમણે જણાવ્યું હતુ કે કમનસીબીએ સામાપક્ષે કોઈ વાતચીત થતી નથી ચૂંટણી પછીના ગઠબંધનની કયતા પણ બંધ થઈ નથી. અમે સંવાદના દરવાજા કયારેય બંધ કરતા નથી પરંતુ કોંગ્રેસ અત્યારે યુ.પી.માં એકલા હાથે લડશે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ, સપા અને બસપા એક જ વોર્ડ બેંક માટે જંગે ચડશે. તેવા જવાબમાં સિંધિયાએ જણાવ્યું હતુ કે અહી મતની લડાઈ નથી વિચારધારાની લડાઈ છે. દેશના નિર્માણના વિચારોની લડાઈ છે.
કોંગ્રેસ બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક પછી બેકફૂટ પર ચાલી ગઈ હતી ? તેવા પ્રશ્ર્નના જવાબમાં સિંધીયા જણાવ્યું હતુ કે અમે કયારેય પીછેહઠ કરી નથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સર્જીકલ સ્ટ્રાઈકના બીજા દિવસે જ મેદાનમાં આવી ગઈ છે. મને આઘાત લાગે છે કે માધ્યમો કોગ્રેસને પીછેહઠ કરનારી માને છે. અમે દેશના હિતમાં સરકાર દ્વારા લેવામાં આવતા દરેક પગલાને આવકારીએ છીએ ત્રાસવાદ સામેની જંગ અને રાષ્ટ્રીય સુરક્ષામાં કોંગ્રેસ અને ભાજપનો ભેદ ન હોવો જોઈએ રાષ્ટ્રીય સુરક્ષાના મામલલે ત્રિરંગોની ઓથે બધા ભારતીયે હોય છે.