મુખ્યમંત્રી નજીકના રાજકીય નેતાઓને ત્યાં દરોડાને રોકવા પોલીસ તંત્રના નિષ્ફળ પ્રયાસો: દરોડાથી નાગરીકોને પડતી મુશ્કેલી રોકવા મદદે આવ્યાનો પોલીસનો લુલો બચાવ
લોકસભાની ચુંટણીઓનું પ્રચાર અને રાજકીય ગતિવિધિઓના ધમધમાટ વચ્ચે દિલ્હીથી આવકવેરો અધિકારીઓની ટીમોએ મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ના નજીકના સાથીદાર ગણાતા પ્રવીણ કકર અને આર.કે. મિગલાણી સહીતના ત્યા રવિવારે વહેલી સવારે દરોડાઓની ઘોષ બોલાવતા ખળભળાટ મચી ગયો છે. ઇન્કમટેકસ વિભાગે દેશ વ્યાપી દરોડાઓમાં પ૦ થી વધુ સ્થળો એ તપાસ શરુ કરી હતી. લોકસભાની ચુંટણીના માહોલ વચ્ચે શરુ કરેલી. આવકવેરાના દરોડાઓએ મઘ્યપ્રદેશમાં રાજકીય ઝંઝાવાત ઉભું કર્યુ છે.
મઘ્યપ્રદેશમાં ચુંટણી દરમ્યાન મોટા પાયે રોકડ રકમની હેરફેરની બાતમી વચ્ચે આવકવેરા વિભાગે હાથ ધરેલા ઓપરેશન વિવિધ જગ્યાએ તપાસ દરમ્યાન અગ્યારેક કરોડ ‚પિયાની રોકડ બિન હિસાબી તરીકે જપ્ત કરવામાં આવી છે. સાથે સાથે આવક થી વધુ મિલ્કતનો અંગેના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે.
ચુંટણીના પ્રચાર અને મતદાનની તારીખ નજીક સામે સકંજો કસવા આવકવેરા વિભાગે શરુ કરેલી દરોડાઓની કામગીરીથી મઘ્યપ્રદેશની આ તપાસથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતા કૈલાસ વિજય વગીયે કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હજુ કે એ વાત હવે સ્પષ્ટ થઇ ગઇ છે કે ચોરને ચોકીદારો સામે ફરીયાદ હોય છે.
વર્ગીયના નિવેદન સામે શોભા ઓઝાએ વળતછ જવાબ આપતા જણાવ્યું હતું કે ભાજપ રાજકીય વેર વાળવા આવું કરી રહી છે. કોંગ્રેસની પરિસ્થિતિ ચુંટણીમાં સારી છે તેને ખરડાવવાના પ્રયાસો સફળ નહિ થાય. નરેન્દ્ર મોદી ત્રણ રાજયોમાં કોંગ્રેસના વિજયથી હતપ્રત થઇ ગયા છે.
રવિવારે વહેલી સવારે ત્રણ વાગ્યે સીઆરપીએફ જવાનોના બંદોબસ્ત સાથે ભાડાની મોટરોમાં આવકવેરા અધિકારીઓએ કોંગી નેતા કકરના ઇન્દોર ખાતે ભોપાલના નિવાસસ્થાન પર દરોડા શરુ કર્યા હતા. સાથે સાથે દિલ્હીમાં મિગલાણીના બાળકોના નિવાસસ્થાન પર પણ તપાસ શરુ કરી હતી.
છીંદવાડામાં પણ અનેક જગ્યાએ સ્થાનીક પોલીસ કે સ્થાનીક આવકવેરા અધિકારીઓને સાથે રાખ્યા વગર દિલ્હીની ટીમના અધિકારીઓ જ આ દરોડાઓમાં જોડાયા હતા.
કલમનાથના નજીકના સહયોગી કકર થોડા વર્ષો પહેલાં જ પોલીસમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ લઇને કમલનાથ સાથે જોડાયા હતા. મિગલાણી પણ કમલનાથ મુખ્યમંત્રી બન્યા પછી ઓએસડી તરીકે નિમણુંક પામ્યા હતા. મિગલાણી અને કકર બન્નેએ લોકસભાની ચુંટણીના કાર્યક્રમ જાહેર થયા તે પહેલાં જ સેવા નિવૃતિ લીધી હતી.
આવકવેરા વિભાગે ઇન્દોરના શાલીમાર ટાઉનશીપમાં અમે અનય બે જગ્યાએ કકરના દરવાજે વહેલી સવારે ૩ વાગ્યે ટકોરા મારે આવકવેરાની રેડ પાડીને સૌને આશ્ર્ચશકિત કરી દીધા હતા. આવકવેરા વિભાગ સીઆરપીએફના મહેશ વચ્ચે ઇન્દોર ના કકરના નિવાસસ્થાન વિજયનગરનો શોરુમ અને જલસા ગાર્ડનમાં બીચ એમ હાઇટ સહીતના વિસ્તારોમાં એક સાથે દરોડો શરુ કર્યા હતા.
કૈલાસ વિજય વસીયેએ ટવીટ સંદેશોમાં જણાવ્યું હતું કે આવકવેરા દરોડામાં મુખ્યમંત્રી કમલનાથનાન સાથીદારના ઘરમાંથી કરોડો ‚પિયાનું કાળુધન હાથ લાગ્યું છે. કૈલાસ વિજય વર્ગીય એ ટવીટ મેસેજમાં સંદેશો મુકયો હતો કે મુખ્યમંત્રીના અંગત સચિવના ઘરમાંથી ટ્રાન્સપોર્ટ ઉધોગમાંથી કરેલી કાળી કમાણીનો ધન લાગતા સ્પષ્ટ થઇ ગયું છે કે કોણ ચોર છે? અને આ મામલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ચુપકીદી બતાવે છે કે તે ચોરના સરદાર છે. સામાપક્ષે પ્રદેશ કોંગ્રેસ મિડીયા ઇન્ચાર્જ શોભા ઓઝાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ કેન્દ્રીય સંસ્થાઓનો રાજકીય દબાણ માટે માત્ર કોંગ્રેસ જ નહિ પરંતુ તમામ રાજકીય પક્ષો વિરુઘ્ધ દુરુપયોગ કરી ચુંટણીમાં હરિફોને દબાવવાનું પ્રયાસ કરે છે.
સીબીઆઇ આવકવેરા વિભાગ અને એન્ડ ફોર્મ વિભાગને માત્ર વિપક્ષના નેતાઓના ભ્રષ્ટાચાર દેખાય છે. ચારે ચોકીદારના ભ્રષ્ટાચાર દેખાતા નથી. તેવો આક્ષેપ કરીને ઉમેર્યુ હતું કે ઇન્કમટેકસ વિભાગ રાજકીય ઇશારે કામ ન કરયુઁ હોય તો શા માટે અમિત શાહ, જય શાહ અને યેદીયુરપ્પા વિશરાજસિંહ ચૌહાણ અને રમણસિંહ કે જેઓના નામો ભ્રષ્ટાચાર કૌભાંડમાં ઉછળી ચુકયા છે. તેમની સામે કેમ કોઇ કાર્યવાહી થતી નથી.
કકરને ૨૦૦૪માં વિશિષ્ટ કામગીરી અને સારા પોલીસ અધિકારી તરીકે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનીત કરાયા હતા. ત્યારપછી પોલીસમાંથી નિવૃતિ લઇ તેવો કોંગ્રેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભુરીયાના ઓએસડી અને પછી મુખ્યમંત્રી બનેલા કમલનાથ સાથે જોડાયા હતા.
રવિવારે વહેલી સવારે મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતાઓના નજીકના સાથીદારોના ઘર અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનો પર શરુ કરવામાં આવેલી આવકવેરાની તપાસમાં કરોડો ‚પિયાની રોકડ અને મિલ્કત જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
ચુંટણીના માહોલમાં મોટામાં મોટી રકમની હેરાફેરીની બાતમીના આધારે મઘ્યપ્રદેશમાં રાજય પોલીસ અને આવકવેરા ના સ્થાનીક અધિકારીઓને ગંભ યુઘ્ધા ન આવે તે રીતે દિલ્હીની ટીમોએ સીઆરપીએફ જવાનોના સંગીન બંદોબસ્ત વચ્ચે ભાડાની ગાડીના ધમધમાટ વચ્ચે આવકવેરાના દરોડાઓ શરુ કરીને સૌની ચોકાવી દીધા હતા.
ચુંટણીનો માહોલ ચરમસીમાં છે ત્યારે જ આવકવેરા વિભાગની આ ઘોષથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવનારી બની ગઇ છે.મઘ્યપ્રદેશમાં આવકવેરા વિભાગના દરોડાઓ ને ભાજપના નેતાઓએ કોંગ્રેસના ભ્રષ્ઠાચારને ઉજાગર કરનારા ગણાવ્યા છે. તો સામા પક્ષે કોંગ્રેસ મઘ્યપ્રદેશ, દિલ્હી અને ગોવાના આ દરોડાઓને રાજકીય દ્વેશ ભાવના અને કેન્દ્રીયા સંસ્થાના દુરુપયોગ સમા ગણાવ્યા હતા. મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી કલમનાથના બે સાથી દ્વારા ના ઘરમાં દરોડાઓથી ખળભળાટ મચી ગયો છે.