અમેરિકાનો દાવો – અમે ભારતીય પ્રોડક્ટ્સ પર કંઇ ચાર્જ નથી કરતા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત વિશ્વમાં સૌથી વધુ ટેક્સ લગાવનાર દેશ છે. તેઓએ મંગળવારે નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીની બેઠકમાં અમેરિકાની ટ્રેડ પોલીસીને લઇને વાત કરી. આ પ્રસંગે ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકન પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવતા ૧૦૦ ટકા કસ્ટમ ડ્યૂટીને લઇ પણ ઉગ્ર પ્રતિભાવ આપ્યા હતા.
પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું કે, ભારત અમારાં પ્રોડક્ટ્સ પર ૧૦૦ ટકા કસ્ટમ ડ્યૂટી લગાવે છે. તે અમારાં દેશમાં મોટરસાઇકલોની સાથે ઘણું બધું મોકલે છે. તેમ છતાં અમે તેના પર કોઇ ચાર્જ નથી લાગવતા. પરંતુ અમે જ્યારે ભારતમાં હાર્લે ડેવિડસન મોટરસાઇક મોકલીએ છીએ તો તેઓ તેના પર ૧૦૦ ટેક્સ લગાવી દે છે. આ યોગ્ય નથી.
ગત વર્ષે ભારત દ્વારા હાર્લે ડેવિડસન મોટરસાઇકલો પર કસ્ટમ ડ્યૂટી ૧૦૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરી દેવામાં આવી હતી. તેની સામે ટ્રમ્પે કહ્યું હતું કે, હું આ નિર્ણયથી સંતુષ્ટ છું. જો કે પુરતુ નથી, પણ ઠીક છે.
પ્રેસિડન્ટ ટ્રમ્પ ઘણીવાર એવો દાવો કરે છે કે, ટેક્સ લગાવવાના મામલે ભારત રાજા છે. ટ્રમ્પે બેઠકમાં કહ્યું, ભારત વિશ્વમાં સૌથી વધુ ટેક્સ લગાવનાર દેશ છે. તે અમારાં પર સો ટકા ટેક્સ લગાવે છે.
પ્રેસિડન્ટ ટ્રમ્પે નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીના વાર્ષિક સ્પ્રિંગ ડિનર દરમિયાન એ પણ જણાવ્યું કે, કેવાં પ્રકારની ટ્રેડ પોલીસી બીજાં દેશો સાથે સારાં સંબંધ જાળવી રાખવાના હિસાબે સફળ છે.
ચીનની સાથે વેપારને લઇને ચાલી રહેલી વાતચીત પર ટ્રમ્પે કહ્યું કે, મને લાગે છે કે, અમે શ્રેષ્ઠ કરી રહ્યા છીએ. અમે જેટલી પણ ડીલ કરીએ છીએ, તેને અનેકગણી વધારે કરવાની જરૂર છે. તેઓ ૫૦ બિલિયન ડોલરની કિંમત રાખનાર ટેક્નિકલ પ્રોડક્ટ પર ૨૫ ટકા ચૂકવણી કરી રહ્યા છે.
જે બાદમાં તેઓને ૨૦૦ બિલિયન ડોલર માટે ફરીથી ૨૫ ટકા ચૂકવણી કરવી પડશે. આનાથી તેઓનું નુકસાન થઇ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, મેં એડમિનિસ્ટ્રેશનને કહ્યું છે કે, અમેરિકાના કર્મચારીઓને સુરક્ષિત કરવા માટે તૂટી ગયેલી વેપાર સંધિને યોગ્ય કરવામાં આવે. મને એ નથી ખબર કે આટલાં વર્ષો સુધી તમે આ વાતની મંજૂરી કેવી રીતે આપી. તમે મારાં કરતાં પહેલાં અહીં છો, તેઓ આપણાં દેશનો ફાયદો ઉઠાવી રહ્યા છે.