આજે ચૈત્ર સુદ એકમ એટલે કે વિવિધ પર્વનો દિવસ આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, તો મહારાષ્ટ્રીનોનું નવુ વર્ષ એટલે કે ગુડી પડવો, સિંધિ સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલની જન્મજયંતી એટલે કે ચેટીચાંદ જેવા તહેવારોની ધાર્મિક ઉજવણી થઈ રહી છે.

DSC 9263

‘આયોલાલ ઝુલેલાલ’ના નાદ સાથે હરમંદિરોમાં ચેટીચાંદ ઉલ્લાસભેર ઉજવાઈ રહી છે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સાથે ભાવિકોની ભગવાન ઝુલેલાલની દર્શનાર્થે ભીડ ઉમટી છે. સવારથી ધૂન-ભજન, પૂજન-અર્ચન, મહાઆરતીમાં સિંધી સમાજના લોકો જોડાયા છે.DSC 9273

શહેરનાં રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા ફરી વળી છે. જેમાં ઝુલેલાલનો જય ઘોષ ગુંજી ઉઠ્યો છે. આ ઉપરાંત આજે સિંધી સમાજ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓનું પણ આયોજન થયું છે. ઝુલેલાલની ૧૦૬૯મી જન્મજયંતિના ભાવિકો દ્વારા વધામણા થઈ રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.