ભાજપના ૪૦માં સ્થાપના દિવસ અંતર્ગત
તપ, ત્યાગ અને બલિદાનોથી સીંચાયેલી પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે: ધનસુખ ભંડેરી
આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાઓ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ, મુલ્ય આધારીત રાજનીતિ રહેલી છે.
આજે તા.૬ઠ્ઠી એપ્રીલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિતે શહેરના તમામે તમામ ૧૮ વોર્ડમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૧માં રસિકભાઈ બદ્રકિયા, વોર્ડ નં.૨માં રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૩માં હેમુભાઈ પરમાર, વોર્ડ નં.૪માં સંજય ગોસ્વામી, વોર્ડ નં.૫માં દિલીપ લુણાગરીયા, વોર્ડ નં.૬માં ઘનશ્યામ કુગશીયા, વોર્ડ નં.૭માં જીતુ સેલારા, વોર્ડ નં.૮માં વી.એમ.પટેલ, વોર્ડ નં.૯માં જયસુખ કાથરોટીયા, વોર્ડ નં.૧૦માં રજની ગોલ, વોર્ડ નં.૧૧માં પ્રવિણ પાઘડાર, વોર્ડ નં.૧૨માં યોગરાજસિંહ જાડેજા, વોર્ડ નં.૧૩માં હસુભાઈ ચોવટીયા, વોર્ડ નં.૧૪માં અનીષ જોષી, વોર્ડ નં.૧૫માં ભીખુભાઈ ડાભી, વોર્ડ નં.૧૬માં સુરેશ વસોયા, વોર્ડ નં.૧૭માં રાજુભાઈ ફળદુ, વોર્ડ નં.૧૮માં રાજુભાઈ માલધારીની આગેવાનીમાં ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને ભાજપા સ્થાપના દિનની શુભેચ્છા આપતા જણાવેલ કે છેલ્લા પાંચ વર્ષોથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને સમર્થ નેતૃત્વ પુરુ પાડી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ભારતે સમગ્ર વિશ્ર્વમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક જેવા હિંમતવાન પગલા દેશની સરકાર લઈ રહી છે તેમ અંતમાં જણાવેલ.