પીછે પડ ગયા ઇન્કમટેક્સમ!!!
ખેતીની આવક, ફિક્સ ડિપોઝીટ, વારસાગત મિલકત,HUFની વિગત સહિતની માહિતી કરદાતાઓએ આપવી પડશે
કહેવામાં આવે છે કે, સરકાર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સીબીડીટી દ્વારા નવા આઈટીઆર ફોર્મ આપવામાં આવ્યા છે. આ આઈટીઆર ફોર્મથી કરદાતાઓને અનેકવિધ તકલીફો અને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કયાંકને કયાંક એવા પણ આક્ષેપો લગાડવામાં આવ્યા છે કે, આવકવેરા વિભાગ સામાન્ય માણસોને પણ નહીં બક્ષે ત્યારે નવા આઈટીઆર એટલે કે ઈન્કમટેકસ રીટર્ન ફોર્મમાં કરદાતાઓએ ખેતીની આવક, ફિકસ ડિપોઝીટ, વારસાગત મિલકત, હિંદુ અનડિવાઈડેડ ફેમીલી સહિતની અનેકવિધ માહિતીઓ આપવી પડશે જેનાથી કરદાતાઓને મુશ્કેલી પડે તો નવાઈ નહીં.
૨૦૧૮-૧૯ માટે સીબીડીટી દ્વારા ટેકસ રીટર્ન ફોર્મ આપવામાં આવ્યા છે જેમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કરદાતાઓએ નવા આઈટીઆર ફોર્મમાં અનેકવિધ માહિતીઓ આપવી પડશે જેમાં અનલીસ્ટેડ શેર હોલ્ડીંગ્સ, ટીડીએસ, ભાડામાંથી ઉપજતી આવક સહિત અનેક વિધ માહિતીઓ કરદાતાઓએ પોતાના નવા આઈટીઆર ફોર્મમાં માહિતી આપવાની રહેશે ત્યારે વાત કરવામાં આવે આઈટીઆર-૧ માં એ કરદાતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની કુલ આવક ૫૦ લાખની હોય કે જે સેલેરી, હાઉસ પ્રોપર્ટીનું વ્યાજની આવકને પણ આ ફોર્મમાં સમાવવામાં આવ્યું છે. આ ફોર્મમાં કંપનીના ડાયરેકટર કે અનલીસ્ટેડ ઈકવીટી શેર હોલ્ડર માહિતી નહીં આપી શકે.
સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા નવા બનાવવામાં આવેલા આઈટીઆર ફોર્મમાં ડિડકશન માટે નવા કરદાતાઓ ૪૦ હજાર રૂપિયા સુધીનો દાવો કરી શકશે. સાથોસાથ આ આઈટીઆર ફોર્મમાં બીજા સ્ત્રોતમાંથી પ્રાપ્ત આવકની પણ માહિતી કરદાતાઓએ આપવી પડશે તથા નોકરી કરતા સમયે મળતાં અનેકવિધ લાભોની પણ જાણકારી આ આઈ ટીઆર-૧ ફોર્મમાં આપવાની રહેશે જેથી કહી શકાય કે આ પગલું કે જે સરકાર દ્વારા લેવામાં આવ્યું છે જેનું એક માત્ર કારણ એ પણ માનવામાં આવે છે કે, દર વખતની જેમ કરદાતાઓ પોતાની પુર્ણત: આવકની વિગતો આપતા ન હતા જેથી હવે કરદાતાઓએ પોતાની આવકના સ્ત્રોત પણ આઈટીઆર ફોર્મમાં રજુ કરવા પડશે.
એવી જ રીતે આઈટીઆર-૨ ફોર્મ વિશે વાત કરવામાં આવે તો હિન્દુ અનડિવાઈડેડ ફેમીલી દ્વારા જે કારોબાર કે વ્યવસાયમાંથી કોઈપણ પ્રકારનો નફો ન ઉપજતો હોય તેની વિગત આઈટીઆર-૨માં કરદાતાઓએ ભરવી પડશે. આ ફોર્મ એનઆરઆઈ તથા કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર માટેના જે આવકના સ્ત્રોત રહેલા છે તેના માટે તેઓએ તમામ વિગતો આપવી પડશે. વધુમાં વાત કરવામાં આવે તો ૨૦૧૮-૧૯ માટે અનલીસ્ટેડ ઈકવીટી શેરને લઈ કરદાતા આઈટીઆર-૧ કે આઈટીઆર-૪નું ફોર્મ નહીં ભરી શકે.
તેમના માટે સીબીડીટી દ્વારા આઈટીઆર-૨ અને આઈટીઆર-૩નું ફોર્મ જમા કરાવવાનું રહેશે. નવા આઈટીઆર ફોર્મમાં અનલીસ્ટેડ ઈકવીટી શેરના હોલ્ડીંગ અંગેની પણ માહિતી પણ પુછવામાં આવી છે. હવે મહતમ આઈટીઆર ફોર્મ ઓનલાઈન જ ઈ-ફાઈલ કરવામાં આવે છે ત્યારે પેપર ફાઈલીંગની સુવિધા માત્ર ૮૦ વર્ષ ઉપરના લોકો માટે માન્ય રાખવામાં આવી છે અને તેમના દ્વારા પણ આઈટીઆર-૧ અને આઈટીઆર-૪ નંબરનું ફોર્મ માત્ર તે લોકો જ ફાઈલ કરી શકશે બાકી રહેતા કરદાતાઓએ તેમનું રીટર્નનું ફોર્મ ઈ-ફાઈલીંગ તરીકે ફાઈલ કરવાનું રહેશે.
આઈટીઆર-૪ તે લોકો માટેનું ફોર્મ છે કે જે કરદાતાઓની આવક ૫૦ લાખ સુધીની છે અને તેમને આવક તેમના વ્યવસાય કે તેમના કારોબાર થકી પ્રાપ્ત થતી હોય છે. આ તમામ કરદાતાઓની આવક સેકસન-૪૪ એડી, ૪૪ એડીએ અથવા તો ૪૪ એઈ મારફતે કોમ્પ્યુટેડ કરવામાં આવે છે.